comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

CUET UGના ચોથા તબક્કાની પરીક્ષા 30 ઓગષ્ટના મુલતવી, 11 હજાર વિદ્યાર્થીઓને કરાયા સૂચિત

13 ઓગસ્ટ 2022, 03:18 PM

CUET UGના ચોથા તબક્કાની પરીક્ષા 30 ઓગષ્ટના મુલતવી, 11 હજાર વિદ્યાર્થીઓને કરાયા સૂચિત

કેન્દ્રીય વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા-સ્નાતક (CUET-UG) ના ચોથા તબક્કામાં સામેલ થનારા 11 હજાર ઉમેદવારોની પરીક્ષા, એગ્ઝામ સેન્ટર તેના પસંદના શહેરમાં સમાવેશ કરવાને લઇને 30 ઓગષ્ટ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. અધિકારીઓએ શનિવારના આ જાણકારી આપી. CUET-UG ના ચોથા તબક્કાની પરીક્ષા 17 થી 20 ઓગષ્ટના વચ્ચે થવાની હતી અને આમાં 3.72 લાખ ઉમેદવાર ભાગ લેવાના હતા.

પરીક્ષા કરાવવાની જવાબદારી સંભાળી રહેલા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) એ પહેલા જાહેરાત કરી હતી કે બધા તબક્કાની પરીક્ષા 28 ઓગષ્ટના પુરી થઇ જશે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) ના અધ્યક્ષ જગદિશ કુમારે કહ્યું, “ચોથા તબક્કામાં ભાગ લેનારા 3.72 લાખ ઉમેદવારોમાંથી 11 હજાર ઉમેદવારોની પરીક્ષા, પરીક્ષા કેન્દ્ર માટે તેમના પસંદના શહેરને સામેલ કરવાના કારણે 30 ઓગષ્ટ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. NTAએ એગ્ઝામ સેન્ટરની ક્ષમતા વધારી છે અને પરીક્ષા કેન્દ્રોની ગુણવત્તા વધારવાની સાથે સાથે વધુ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.”

તેમણે કહ્યું, “પરીક્ષાનું યોગ્ય સંચાલનને સુનિશ્ચિત કરવા માટે દરેક કેન્દ્ર પર ટેક્નિકલ દેખરેખ તરીકે એસોસિયેટ પ્રોફેસર સ્તરના શિક્ષકની નિમણૂંક કરવામાં આવશે. આ માટે વધુ ટેક્નિકલ મેનપાવરને રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે CUET પરીક્ષાના બીજા તબક્કામાં ખામીઓના કારણે અલગ-અલગ કેન્દ્રો પર પરીક્ષા રદ કરવી પડી હતી. કુમારે છેલ્લા સપ્તાહે કહ્યું હતું કે તોડફોડના સંકેત અને રિપોર્ટ બાદ અલગ-અલગ કેન્દ્રો પર પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી.

NTA તરફથી આપેલી જાણકારી

CUET પરીક્ષા પર નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કહ્યું કે જે લોકો 4, 5 અને 6 ઓગષ્ટના આયોજીત ફેઝ-2માં, ટેક્નિકલ કારણોથી અથવા સેન્ટર કેન્સલ થવાના કારણે CUET UG પરીક્ષા નથી દઇ શક્યા, તેમને 24 થી 30 ઓગષ્ટ સુધી આયોજીત થનારા ફેઝ-6માં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે. તેમને એડમિટ કાર્ડ 20 ઓગષ્ટના રજૂ કરવામાં આવશે.

અમૂક ઉમેદવાર, જે ફેઝ-3 એટલે 7, 8 અને 10 ઓગષ્ટના પરીક્ષા દેવાના હતા. તેમણે જણાવવામાં આવ્યું કે તેઓ 21, 22 અને 23 ઓગષ્ટના પરીક્ષા આપશે. તેમના એડમિટ કાર્ડ 17 ઓગષ્ટના રજૂ કરવામાં આવશે. તેમના પર એગ્ઝામ સેન્ટરની પણ જાણકારી રહેશે. તેમની એગ્ઝામ ડેટ અને પરીક્ષાનું શહેર આજે આપવામાં આવી રહ્યા છે.

ફેઝ-4માં કુલ 3.72 લાખ ઉમેદવાર ઉપસ્થિત થશે. અંદાજે 11,000 ઉમેદવારોને ફેઝ-6માં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને તેમની પરીક્ષા 30 ઓગષ્ટ 2022ના થશે. તેમને તેમના પરીક્ષાનું શહેર અને આજની સાચી તારીખ વિશે સુચિત કરી દેવામાં આવ્યા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Top 10 trading ideas: 3-4 સપ્તાહમાં સારી કમાણીની તક, રાખો આ 10 શેર્સ પર તમારી નજર Top 10 trading ideas: 3-4 સપ્તાહમાં સારી કમાણીની તક, રાખો આ 10 શેર્સ પર તમારી નજર
Trade Spotlight: શુક્રવારે MTAR Tech, Varun Beverages અને AB Capital જોવા મળી સારી તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ Trade Spotlight: શુક્રવારે MTAR Tech, Varun Beverages અને AB Capital જોવા મળી સારી તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ
Market live Update: બજારમાં નીચલા સ્તરથી આવી રિકવરી, નિફ્ટીમાં ફ્લેટ કારોબાર, RIL, HDFC BANK, ઇન્ફોસિસમાં બન્યું દબાણ Market live Update: બજારમાં નીચલા સ્તરથી આવી રિકવરી, નિફ્ટીમાં ફ્લેટ કારોબાર, RIL, HDFC BANK, ઇન્ફોસિસમાં બન્યું દબાણ
Gujarat Election 2022 LIVE: બીજા તબક્કાનું મતદાન ચાલુ, 01 વાગ્યા સુધી 29% મતદાન Gujarat Election 2022 LIVE: બીજા તબક્કાનું મતદાન ચાલુ, 01 વાગ્યા સુધી 29% મતદાન
Top Pick - માર્કેટ ખૂલ્યાની બાદ બજારમાં વધતો ઘટાડો, જાણો એક્સપર્ટ્સના પસંદગીના સ્ટૉક્સ Top Pick - માર્કેટ ખૂલ્યાની બાદ બજારમાં વધતો ઘટાડો, જાણો એક્સપર્ટ્સના પસંદગીના સ્ટૉક્સ