comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

June Auto Sales: M&M એ વેચ્યા 54,096 યૂનિટ, જાણો કેવા રહ્યો કંપનીનો એક્સપોર્ટ કારોબાર

02 જુલાઈ 2022, 02:11 PM

June Auto Sales: M&M એ વેચ્યા 54,096 યૂનિટ, જાણો કેવા રહ્યો કંપનીનો એક્સપોર્ટ કારોબાર

દેશની દિગ્ગજ ઑટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 1 જુલાઈના પોતાના વેચાણ આંકડા રજુ કરી દીધા છે. જુન મહીનામાં કંપનીના કુલ વેચાણ 54,096 યૂનિટ રહી છે. તમને જણાવી દઈએ કે નોમુરાએ આ સમયમાં કંપનીની કુલ 54300 યૂનિટ રહેવાનું અનુમાન લગાવ્યુ હતુ. જ્યારે વર્ષ 2021 ના જુન મહીનામાં કંપનીની કુલ વેચાણ 32,964 યૂનિટ રહ્યુ હતુ.

જુન 2022 માં કંપનીની ઘરેલૂ પેસેંજર વ્હીકલ વેચાણ વર્ષના આધાર પર 59% ના વધારાની સાથે 26,880 યૂનિટ રહી છે જો કે જુન 2021 માં 16,913 યૂનિટ રહી હતી. જુનમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એક્સપોર્ટ 7 ટકાના વધારાની સાથે 2777 યૂનિટ રહ્યા છે જો કે જુન 2021 માં 2607 યૂનિટ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જુન 2022 માં કંપનીની કુલ ટ્રેક્ટર વેચાણ 41,848 યૂનિટ રહી છે જ્યારે નોમુરાના અનુમાન હતુ કે જુન 2022 માં કંપનીની ટ્રેક્ટર વેચાણ 38,500 યૂનિટ રહેશે.

TVS Motor એ જુનમાં વેચી 22% વધારે ગાડીઓ, જાણો શું છે જેપી મૉર્ગનની સલાહ

જુન 2022 માં કંપનીની ટ્રેક્ટર વેચાણમાં વર્ષના આધાર પર 13 ટકા ઘટાડો જોવાને મળ્યો છે. તમને જણાવી દઈએ કે જુન 2021 માં કંપનીએ 48,222 ટ્રેક્ટર વેચ્યા હતા.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોની ચાલ પર નજર કરીએ તો 1 જુલાઈના એનએસઈ પર આ સ્ટૉક 14.20 રૂપિયા એટલે કે 1.30 ટકાના વધારાની સાથે 1107.35 ના સ્તર પર બંધ થયા હતા. આ સ્ટૉકના 52 વીક હાઈ 1121.45 રૂપિયા પર છે જ્યારે 52 વીક લો 671.15 રૂપિયા પર છે. સ્ટૉકના કાલના વૉલ્યૂમ 2,839,545 હતો જ્યારે તેના માર્કેટ કેપ 137,664 કરોડ રૂપિયા પર છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
હવે શરૂ થશે પરિણામની સિઝન, ક્યા સેક્ટરનો ગ્રોથ સારો રહેતો દેખાશે? હવે શરૂ થશે પરિણામની સિઝન, ક્યા સેક્ટરનો ગ્રોથ સારો રહેતો દેખાશે?
Hot Stocks: વિદ્યાન સાવંતની પસંદગીના 3 સ્ટૉક્સ, 3-4 સપ્તાહમાં ચમકી શકે છે ભાગ્ય Hot Stocks: વિદ્યાન સાવંતની પસંદગીના 3 સ્ટૉક્સ, 3-4 સપ્તાહમાં ચમકી શકે છે ભાગ્ય
Trade Spotlight: ગુરૂવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ Trade Spotlight: ગુરૂવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ
Market Live Update: દિવસના નીચલા સ્તર પર બજાર, નિફ્ટી 17,200ની આસપાસ, Adani Ports, UltraTech Cement ટોપ લુઝર Market Live Update: દિવસના નીચલા સ્તર પર બજાર, નિફ્ટી 17,200ની આસપાસ, Adani Ports, UltraTech Cement ટોપ લુઝર
Gold Silver Price: સોનાના ભાવમાં આવી તેજી, ચાંદી 61000 ની ઊપર, જાણો શું છે આજના લેટેસ્ટ રેટ Gold Silver Price: સોનાના ભાવમાં આવી તેજી, ચાંદી 61000 ની ઊપર, જાણો શું છે આજના લેટેસ્ટ રેટ