Gold Rates in India: ભારતમાં ફેસ્ટિવ સીઝન દરમ્યાન સોનાની કિંમતો ઘણી વધી શકે છે. જોકે, સોનાની આપૂર્તિ કરનારી બેન્કોએ ફેસ્ટિવલ સીઝન પહેલા ભારતને પીળો ધાતુની આપૂર્તિ ઘટાડી દીધી છે. વધુ પ્રીમિયમની રજૂઆતના કારણે તે ચીન, તુર્કી અને અન્ય બજારો પર જોર આપી રહ્યા છે. ત્રણ બેન્ક અધિકારીઓ અને બે વૉલ્ટ ઑપરેટર્સે રૉયટર્સ સાથે વાતચીતમાં આ જાણકારી આપી છે.
ભારતમાં રહી શકે છે સોનાની અછત
માનવામાં આવી રહ્યું છે કે આનાથી દુનિયામાં ગોલ્ડના અન્ય મોટા બજારમાં સોનાની અછત થઇ શકે છે અને ભારતીય ખરીદદારોને સપ્લાઇ માટે વધુ પ્રીમિયમ આપવા મજબૂર થવું પડી શકે છે. આ એટલે મોટી વાત છે, કારણ કે ભારતમાં સારી ડિમાન્ડ વાળી સીઝન આવવા જઇ રહી છે.
10 ટકાથી પણ ઓછું સોનું સ્ટોર છે
આઇસીબીસી સ્ટેન્ડર્ડ બેન્ક, જેપી મોર્ગન અને સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડ સહિત ભારત માટે અગ્રણી ગોલ્ડ સપ્લાયર્સ સાધારણ રીતે ફેસ્ટિવલ્સ પહેલા વધુ સોનું આયાત કરે છે અને વૉલ્ટ્સમાં તેને સ્ટોર કરે છે. સૂત્રોએ મંગળવારના કહ્યું કે એક વર્ષ પહેલાની સરખામણીમાં વૉલ્ટ્સમાં આ સમયે 10 ટકાથી પણ ઓછું સોનું છે.
અમૂક કિલો સોનું રહી ગયું વૉલ્ટમાં
મુંબઇના એક વૉલ્ટ અધિકારીએ કહ્યું, “વર્ષના આ સમયે અમૂક ટન સોનું હોવું જોઇએ. પરંતુ આ સમયે માત્ર અમૂક કિલો છે.” આના પર JP Morgan, ICBC અને Standard Chartered એ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે.
Suzlon રાઇટ્સ ઇશ્યૂ પહેલા જ નવા CMDનું નામ જાહેર કરી શકે: સૂત્ર
ભારતમાં ઇન્ટરનેશનલ ગોલ્ડ પ્રાઇસ બેન્ચમાર્ક પર પ્રીમિયમ ઘટીને 1-2 ડૉલર પ્રતિ આઉન્સ રહી ગયું છે, જે ગયા વર્ષના આ સમયે અંદાજે 4 ડૉલર હતું.
સપ્ટેમ્બર સુધી 30 ટકા ઘટી આયાત
પાછલા મહિને એટલે સપ્ટેમ્બર સુધીના આંકડાની વાત કરીએ તો ભારતમાં સોનાની આયાત એક વર્ષ પહેલાની સરખામણીમાં 30 ટકા ઘટીને 68 ટન રહી ગયું છે. ત્યારે, તુર્કીમાં સોનાની આયાત 543 ટકા વધી ગઇ. ચીનમાં સોનાની આયાતમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો. ભારતમાં તહેવારોની સીઝન શરૂ થઇ ચૂકી છે. દશેરા બાદ દિવાળી અને ધનતેરસ ઉજવવામાં આવશે. આ તહેવારોમાં સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. પરંતુ જ્યારે આયાત નહીં વધે તો મુશ્કેલી થઇ શકે છે.