આ વખતે બજેટ (Budget 2022)થી સામાન્ય માણસને ઘણી આશાઓ છે. તેમાં ઇનકમ ટેક્સ એક્ટ (Income Tax Act)ના સેક્શન 80સી (Section 80C)ના હેઠળ ટેક્સ રિબેટની લિમિટમાં વધારો પણ સામેલ છે. નાણામંત્રી નિર્મળા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. સામાન્ય માણસને સૌથી વધારે સેક્શન 80સી થી પડે છે. તેના હેઠળ આવતા રોકાણ માધ્યમમોમાં કરેલા ઇન્વેસ્ટ પર ટેક્સ રિબેટ મળે છે.
હાલમાં, ઇનકમ ટેક્સ સેક્શન 80સી હેઠળ વપર્ષના 1.5 લાખ રૂપિયાનું ઉન્વેસ્ટમેન્ટ પર ટેક્સ મળે છે. નાણાકીય વર્ષ 2013-14 સુધી આ સેક્શન હેઠળ મહત્તમ 1 લાખ રૂપિયી સુધી ટેક્સ છૂટ ઉપલબ્ધ હતી. તેને નાણાકીય વર્ષ 2014-15માં વધારીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. ત્યારપછી તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ દરમિયાન લોકોની આવક અને ખર્ચમાં ઘણો ગ્રોથ થયો છે. એના કારણે ટેક્સ રિબેટના માટે વર્ષના 1.5 લાખ રૂપિયાની લિમિટ પર્યાપ્ત નથી.
છેલ્લા ઘણા વર્ષોથી સેક્શન 80સી હેઠળ ટેક્સ રિબેટનો દેયરો વધારવાની માંગ કરી રહી છે. જાણકારો માને છે કે નાણાં પ્રધાન નિર્મળા સીતારમણે આ વખતે બજેટમાં સેક્શન 80સી ની લિમિટને વધારીને ઓછામાં ઓછી 2.5 લાખ રૂપિયા કરવું જોઈએ. આ સિવાય 80સી હેઠળ આવતા રોકાણ માધ્યમોની સૂચિને પણ તર્કસંગત બનાવાની જરૂર છે. તેનાથી સામાન્ય માણસને ઘણો ફાયદો થશે.
હાલમાં સેક્શન 80 સી ના હેઠળ જીવન વીમા પ્રીમિયમ (Life Insurance Premium), પીપીએફ (PPF), એનએસસી (NSC), મ્યુચ્યુઅલ ફંડ્સ ટેક્સ સ્કીમ (ELSS), ટ્યુશન ફી (tution Fees) સહિત ઘણી વસ્તુઓ આવે છે. એમાંથી જીવન વીમા સહિત કેટલીક વસ્તુઓ આ લિસ્ટથી બહાર કરવામાં આવી શકે છે. તેના માટે ટેક્સ રિબેટને અલગથી લિમિટ નક્કી કરવામાં આવશે. જો નાણામંત્રી જીવન વીમાને આ લિસ્ટથી બહાર કાઢીને તેના પરથી ટેક્સ છૂટ આપવાની જાહેરાત કરે છે તો દેશમાં જીવન વીમાને વધારો મળશે.
હાલમાં 80સીના હેઠળ જીવન વીમા પ્રિમીયમ, પીપીએફ, હાઉસિંગ લોન પ્રિન્સિપલ પેમેન્ટ, ઘર ખરીદવા પર ચુકવણી કરેલી સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ, ઈએલએસએસ, સુકન્યા સમૃદ્ધિ યોજના, બે બાળકો સુધી ટ્યુશન ફી, બેન્ક ટેક્સ સેવિંગ ફિક્સ ડિપૉઝિટ, સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ આવે છે. આમાંથી કોઈપણ એક અથવા વધુ રોકાણના માધ્યમોમાં 1.50 લાખ રૂપિયા સુધીના વર્ષના રોકાણ અથવા ખર્ચ પર ટેક્સ રિબેટ મળે છે.
ઇનકમ ટેક્સના સેક્શન 80સી ની લિમિટને વધારવાથી સામાન્ય માણસની સિવાય સરકારને પણ ફાયદો થશે. આ બચતને વધારો મળશે. સાથે જ મોંઘવારી વધવાનું દબાણ પણ ઘટશે. સામાન્ય માણસ પણ પોતાના નાણાકીય લક્ષ્યાંકો પૂરા કરવા માટે વધુ બચત કરી શકશે.