comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

BUDGET 2022: નિર્મળા સીતારમણના આ ઉપાયથી સામાન્ય માણસને મળશે મોટી રાહત

19 જાન્યુઆરી 2022, 05:52 PM

BUDGET 2022: નિર્મળા સીતારમણના આ ઉપાયથી સામાન્ય માણસને મળશે મોટી રાહત

મધ્યમ વર્ગ, ખાસ કરીને નોકરિયાત લોકો (Salaried persons)ને બજેટ (budget 2022)થી ઘણી અપેક્ષાઓ છે. નાણામંત્રી નિર્મળા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. આ તેમનું ચોથું બજેટ રહેશે. તે પોતાના બજેટ દ્વારા કોરોનાની મારથી બેહાલ સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે. આવો જાણીએ કે બજેટમાં કયા ઉપાયોથી સામાન્ય લોકોને મોટો ફાયદો થશે.

નાણામંત્રી નિર્મળા સીતારમણ સ્ટાન્ડર્ડ ડિડક્શન (Standard Deduction)ને વધારી શકે છે. હાલમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયા છે. તેને વધારીને ઓછામાં ઓછા 75,000 રૂપિયા કરવાની જરૂરત છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન નાણાકીય વર્ષ 2005-2006માં સમાપ્ત કરવામાં આવ્યું હતું. તેને નાણાકીય વર્ષ 2018-19માં ફરીથી લાગુ કરવામાં આવ્યો. ત્યારબાદ 40,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવ્યું. જો કે, તેના એવજમાં ટ્રાસપોર્ટ અલાઉન્ટ અને મેડિકલ રિઇન્બર્સમેન્ટને સમાપ્ત કર્યું. તેને ફરીથી લાગૂ કરવાથી આવતા વર્ષે એટલે કે નાણાકિય વર્ષ 2019-2020માં વધીને 50,000 રૂપિયા કરવામાં આવી હતી.

ગયા વર્ષમાં મોંઘવારી (Inflation)ની અસર અને પગારદાર લોકોના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પૂર્તું નથી. કોરોના મહામારીના કારણે લોકોનો મેડિકલ એક્સપેન્ડિચર (Medical Expenditure) વધી છે. આ સિવાય વર્ક ફ્રૉમ હોમ (Work from home)ને કારણે ફર્નિચર, ઇલેક્ટ્રિસિટી અને ઈન્ટરનેટ જેવા ખર્ચાઓ પહેલાની સરખામણીએ વધ્યા છે. તેથી નાણામંત્રીએ સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ વધારવાની જરૂરત છે. તેનાથી પગારદાર લોકોને ઘણી રાહત મળશે.

દુનિયાના ઘણા દેશોની સરકારોએ કોરોનાના કારણે સ્વાસ્થ્ય ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અલગથી ટેક્સ છૂટ આપવાની જાહેરાત કરી છે. જેમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ સહિત ઘણા દેશો સામેલ છે. કેટલાક દેશોની સરકારોએ વર્ક ફ્રૉમ હોમને ધ્યાનમાં રાખીને પણ લોકોને ટેક્સમાં થોડી રાહત આપી છે. પરંતુ, ભારતમાં હજુ સુધી કોઈપણ પ્રકારની રાહત આપવામાં નથી આવી. જો આ વખતે બજેટમાં નાણામંત્રી અલગથી કેટલીક ટેક્સ છૂટની જાહેરાત કરે છે તો તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.

શું છે સ્ટાન્ડર્ડ ડિડક્શન?

સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શન દ્વારા પગારદાર અને પેન્શન પ્રાપ્ત કરવા વાળા લોકોને ટેક્સમાં થોડી રાહત આપવાનો પ્રયાસ કરે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમને ટેક્સપેયરની ગ્રૉસ સેલરી (Gross Salary)થી ઘટાડવામાં આવે છે. આનાથી તેની ટેક્સયોગ્ય આવક ઘટી જાય છે, જે તેના ટેક્સ બોજને પણ ઘટાડે છે. તેને એક ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. માની લો કે કોઈ ટેક્સપેયરના ગ્રૉસ સેલરી વર્ષના 60,00,000 રૂપિયા છે. આ વ્યક્તિને ટેક્સ યોગ્ય આવક પર પહોંચવા માટે 6,00,000 રૂપિયા માંથી 50,000 રૂપિયા ઘટાડી દેવામાં આવે છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
IOC Q4| નફો 2.7% વધ્યો, આવક 6.3% આવક IOC Q4| નફો 2.7% વધ્યો, આવક 6.3% આવક
Bharti Airtel Q4| નફો 2.4 ગણો વધ્યો, આવક 5.5% વધી Bharti Airtel Q4| નફો 2.4 ગણો વધ્યો, આવક 5.5% વધી
મની મેનેજર: ડેટના રોકાણ માટે કેવી રણનિતી રાખવી? મની મેનેજર: ડેટના રોકાણ માટે કેવી રણનિતી રાખવી?
Indoco Remedies Q4 Result: નફો 61.8% વધ્યો, આવક 34.1% વધી Indoco Remedies Q4 Result: નફો 61.8% વધ્યો, આવક 34.1% વધી
Abbott Laboratories Q4 Result: નફો 61.8% વધ્યો, આવક 34.1% વધી Abbott Laboratories Q4 Result: નફો 61.8% વધ્યો, આવક 34.1% વધી