સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

ઇન્ટરગ્લોબ એવિએશન, ગો એરની ફ્લાઇટ્સ રદ

13 માર્ચ 2018, 01:34 PM

આજે ઇન્ટરગ્લોબ એવિએશનનો સ્ટૉક ફોકસમાં છે. કંપનીએ પોતાની 47 જેટલી ફ્લાઇટ્સ આજે રદ કરવી પડી છે. એરબસ A320 નિયો એન્જીનમાં ગરબડ જોવા મળતાં કંપનીના આઠ વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે.

સાથે જ ગો એરના પણ 3 વિમાન પર રોક લગાવવામાં આવી છે. ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિન્હાએ કહ્યું છે કે મુસાફરોની સુરક્ષાને જોતાં આ નિર્ણય લીધો છે અને પૂરતી ચકાસણી અને મંજૂરી બાદ જ એન્જીનનો ફરી ઉપયોગ કરી શકાશે.

કપિલ કૌલનું કહેવુ છે કે નિયો ફ્લાઇટ્સમાં નવી ટેક્નૉલોજી છે, એમાં આ પડકાર આવવા સ્વાભાવિક છે. આ પડકારોનો ઉકેલ કઈ રીતે લાવવામાં આવે છે એ ખાસ જોવાનું રહેશે. બધા રેગ્યુલેટર્સે સાથે મળીને કામ કરવું પડશે. સેફ્ટીના રિસ્ક જ્યારે આવે છે ત્યારે સંપૂર્ણ ચકાસણી કરાવવી ફરજિયાત છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સેન્સેક્સ 114 અંક લપસ્યો, નિફ્ટી 10725 પર બંધ
આવનારી સરકાર પણ બીજેપીની હશે: રાકેશ ઝુનઝુનવાલા
યોગી ઓન દલાલ સ્ટ્રીટ પુસ્તક લૉન્ચ
સ્થાનિક રાજકીય અનિશ્ચિતતા વધતા માર્કેટમાં વોલેટીલીટી વધી
બિઝનેસમાં રિ-બિડિંગ પ્રક્રિયામાં ભાગ લઇશું: ગાયત્રી પ્રોજેક્ટ્સ