સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

એનપીએને લઈને આરબીઆઈનો મોટો નિર્ણય

13 ફેબ્રુઆરી 2018, 01:57 PM

આરબીઆઈ દ્વારા એનપીએને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે આરબીઆઈએ ડિફોલ્ટ લોન અને તેનો નિવેડો લાવવા માટે નવા નિયમો બહાર પાડ્યા છે. આ નવા નિયમ આઈબીસી કાયદા હેઠળ બહાર પાડવામાં આવ્યા છે. આરબીઆઈએ ફાઈનાન્સિયલ વિકનેસ શું છે તે નક્કી કર્યું અને તેને ન ઓળખવા પર બેન્કો પર દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ આરબીઆઈ દ્વારા 500 કરોડની ઉપર તેમ જ 2000 કરોડની ઉપરની લોન માટે સ્પેશલ નિયમ બનાવવામાં આવ્યા છે. સાથે જ બેન્ક દ્વારા રિઝોલ્યુશનપ્લાનને લાગૂ કરવા પર શરતો મૂકવામાં આવી છે.

રૂપિયા 500 કરોડથી વધુની લોન માટે છે. 1લી એપ્રિલથી બેન્કે CRILCમાં દર મહિને કેસ રિપોર્ટ કરવા પડશે. 23 ફેબ્રુઆરીથી 1લી એપ્રિલ સુધી દર અઠવાડિયે રિપોર્ટ કરવું પડશે. એક બેન્કમાં ડિફોલ્ટ જાહેર થયા, તો તમામ લેણદારોને રિઝોલ્યુશન પ્રોશેસમાં મૂકવામાં આવશે. 100 કરોડની ઉપરના એકાઉન્ટને રિઝોલ્યુશન પ્રોશેસ માટે રેટિંગ એજન્સી પાસેથી RP4 રેટિંગ જોઈશે.

500 કરોડની ઉપરના એકાઉન્ટને રિઝોલ્યુશન પ્રોશેસ માટે રેટિંગ બે એજન્સી પાસેથી RP4 રેટિંગ જોઈશે. રૂપિયા 2000 કરોડથી વધુ માટે નવા નિયમ છે. એકવાર એનપીએ જાહેર થયા બાદ 6 મહિનામાં રિઝોલ્યુશન પ્લાન જાહેર કરવો અથવા આઈબીસી પાસે જવું છે. એનપીએ નથી અને એકાઉન્ટ ડિફોલ્ટ થાય તો પણ 6 મહિનાની ડેડલાઈન લાગશે. રિઝોલ્યુશન પ્લાન લાગુ ન થશે તો ખાતું એમસીએલટીમાં જશે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
નિફ્ટી 10510 ની ઊપર બંધ, સેન્સેક્સ 318 અંક ઉછળો
2018 પોર્ટફોલિયો બનાવવા માટે ખૂબ જ સારું વર્ષ: આશિષ સોમૈયા
ગેલનો નફો 19.1% ઘટ્યો, આવક વધી
કમ્પિટીશન વધવાથી કારોબાર પર દબાણ: ડૉ.રેડ્ડીઝ
ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા: નફો 55.3% ઘટ્યો, આવક વધી