સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

આજથી ખુલ્યુ ભારત-22 ઈટીએફ: નિમેષ શાહ

14 નવેમ્બર 2017, 11:20 AM

ભારત સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્લાન હેઠળના વધુ એક પ્રયાસ રૂપે આજથી ભારત-22 ઈટીએફની શરૂઆત થઈ રહી છે. કુલ 8000 કરોડ રૂપિયાના સાઇઝના આ ઈટીએફમાં સરકારનો હિસ્સો ધરાવતી અલગ-અલગ સેક્ટર્સની 22 કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઈટીએફનું સંચાલન દેશની દિગ્ગજ મ્યુચ્યુઅલ ફંડ કંપની આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમજી કરી રહી છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ભારત-22 ઈટીએફ પર વધુ જાણકારી લઈશું આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમજીના એમડી અને સીઈઓ નિમેષ શાહ પાસેથી.

નિમેષ શાહનું કહેવુ છે કે હાલમાં એનએફઓમાં રોકાણ કરવાથી 3 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકાશે. ભારત-22 ઈટીએફના પોર્ટફોલિયોને દર માર્ચ માસમાં ફેરફાર કરાશે. ભારત-22 ઈટીએફમાં ઓન લાઈન રોકાણ કરી શકાય છે. ભારત-22 ઈટીએફમાં સમાયેલી કંપનીઓનું ફેર સર્જન શક્ય નથી. સરકાર ઇન્ફ્રા ખર્ચનો લાભ મેળવનારી કંપનીઓનો સમાવેશ ભારત-22 ઈટીએફમાં કરી રહી છે.

નિમેષ શાહના મતે સામાન્ય લોકોને શૅર મળે તે હેતુસર સરકારે ભારત-22 ઈટીએફનો ઈશ્યૂ કાઢવામાં આવ્યો છે. સરકાર સાથે 6 મહિના સુધી ભારત 22 ઈટીએફના શૅરની પસંદગી કરવામાં આવી છે. સરકાર જેવી રીતે દેશની પ્રગતી કરી રહી છે. બજેટમાં નાણાંમંત્રીએ સંકેત આપ્યા હતા કે ઈટીએફ મારફત ડિસઇન્વેસ્ટમેન્ટ યથાવત રહેશે. ચોથી ઓગસ્ટે એફએમ અરૂણ જેટલીએ ભારત-22 ઈટીએફની ઘોષણા કરી છે.

નિમેષ શાહના મુજબ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલની આ ઈટીએફના સંચાલન અને લૉન્ચ માટે પસંદગી કરવામાં આવી રહી છે. ન્યુ ફંડ ઑફર તરીકે આ ઈટીએફ આવ્યો છે. દર વર્ષે માર્ચમાં આ ઈટીએફનું રિ-બેલેન્સિંગકરવામાં આવશે. સ્ટૉરનું ઈટીએફમાં મહત્તમ 15% વેટેજ હશે, જ્યારે સેક્ટરનું મહત્તમ 20% વેટેજ હશે. ઈટીએફની સાઇઝ રૂપિયા 8000 કરોડ છે. 14થી 17 નવેમ્બર દરમિયાન પૈસા રોકવાની તક મળી રહી છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
નિફ્ટી 11000 ની ઊપર બંધ, સેન્સેક્સ 196 અંક ઉછળો
ઝિ એન્ટરટેનમેન્ટનો નફો 31.2% વધ્યો
કાલથી શરૂ થશે સંસદનું મૉનસૂન સત્ર
ફેડરલ બેન્કનો નફો 25% વધ્યો
અશોક લેલેન્ડનો નફો 3.3 ગણો વધ્યો