સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

નિફ્ટી પહેલીવાર 9900 ની પાર બંધ, સેન્સેક્સ 32075 ની નજીક

17 જુલાઈ 2017, 04:06 PM

સારા ગ્લોબલ સંકેતો અને લિક્વિડિટીના દમ પર ઘરેલૂ બજારોએ આજે નવી ઊંચાઈ જોઈ. સેન્સેક્સ, નિફ્ટી, બેન્ક નિફ્ટી રિકૉર્ડ ઊંચાઈ પર બંધ થયા છે. નિફ્ટી પહેલીવાર 9900 ની ઊપર બંધ થવામાં કામયાબ થયા છે, જ્યારે બેન્ક નિફ્ટી પણ પહેલીવાર 24000 ની પાર બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટીએ રિકૉર્ડ 9928.2 ના નવા ઊપરી સ્તર પર દસ્તક આપી, તો સેન્સેક્સ પણ આજે 32131.92 નો નવો ઉચ્ચતમ સ્તર બનાવ્યો છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વધારે જોશ જોવામાં નથી આવ્યું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ સપાટ બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.2% નો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ સપાટ થઈને બંધ થયા છે.

આઈટી, મેટલ, ઑટો, ફાર્મા, રિયલ્ટી, ઑયલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં ખરીદારી જોવાને મળી છે. નિફ્ટીના આઈટી ઈન્ડેક્સમાં 1.1%, મેટલ ઈન્ડેક્સમાં 1%, ઑટો ઈન્ડેક્સમાં 0.4% અને ફાર્મા ઈન્ડેક્સમાં 0.4% નો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના રિયલ્ટી ઈન્ડેક્સમાં 1.3%, ઑયલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં 0.3% અને પાવર ઈન્ડેક્સમાં 0.3% ની મજબૂતી આવી છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 54.03 અંક એટલે કે 0.17% ના વધારાની સાથે 32074.78 ના સ્તર પર બંધ થયા છે. જ્યાં એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 29.60 અંક એટલે કે 0.30% વધીને 9915.95 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, વેદાંતા, એચસીએલ ટેક, સિપ્લા, બીપીસીએલ અને આઈસીઆઈસીઆઈ બેન્ક 1.68-3.25% સુધી વધીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં આઈટીસી, ગેલ, કોલ ઈન્ડિયા, યસ બેન્ક, મારૂતિ સુઝુકી અને એક્સિસ બેન્ક 0.57-4.12% સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં જિંદાલ સ્ટીલ, અશોક લેલેન્ડ, એસજેવીએન, બાયોકૉન અને ભારત ફોર્જમાં સૌથી વધુ 2.09-3.24% સુધી મજબૂત થઈને બંધ થયા છે. સ્મૉલકેપ શેરોમાં ભંસાલી એન્જિનયર્સ, શ્રેય ઈન્ફ્રા, જુબિલન્ટ ફૂડ, જયપ્રકાશ એસોસિએટ્સ અને ઇનઓઇસ સ્ટેયરો સૌથી વધુ 7.30-11.87% સુધી ઉછળીને બંધ થયા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
ટાટા મોટર્સનો નફો 49.8% ઘટ્યો
ગ્રાસિમ: નફો 18.3% વધ્યો, આવક 60.1% વધી
આવનારા 12-15 મહિનામાં માર્કેટમાં વૉલેટાલિટી યથાવત રહેશે
વેદાંતા: તૂતીકોરિન પ્લાંટના વિસ્તાર પર બંધ
માર્જિનમાં સુધારાનો પૂરો ભરોશો: એલએન્ડટી ટેક