સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

નિફ્ટી ઘટીને 9130 ની નીચે બંધ, સેન્સેક્સ 130 અંક ઘટ્યો

20 માર્ચ 2017, 03:59 PM

સપ્તાહના પહેલા કારોબારી દિવસે બજારમાં નબળાઈની સાથે કારોબાર જોવાને મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.5% સુધી નબળો થઈને બંધ થયો છે. નબળાઈના આ માહોલમાં નિફ્ટી 9125 ની આસપાસ બંધ થયો છે, જ્યારે સેન્સેક્સ 130 અંક સુધી તૂટ્યો છે. આજના કારોબારમાં નિફ્ટીએ 9116.3 સુધી ગોથા લગાવ્યા, જ્યારે સેન્સેક્સ 29482.4 સુધી તૂટ્યો હતો.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં થોડી ખરીદારી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.2% સુધી વધીને બંધ થયા છે. નિફ્ટીના આઈટી ઈન્ડેક્સમાં 1% થી વધારાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના કેપિટલ ગુડ્ઝ ઈન્ડેક્સમાં 0.4% અને ઑયલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં 0.5% ની નબળાઈ આવી છે. જો કે ફાર્મા, પાવર અને કન્ઝયુમર ડ્યુરેબલ્સ શેરોમાં ખરીદારી દેખાણી છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 130.25 અંક એટલે કે 0.4% ઘટીને 29518.74 ના સ્તર પર બંધ થયા છે. જ્યાં એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 33.20 અંક એટલે કે ઘટાડાની સાથે 9126.85 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં આઈડિયા સેલ્યુલર, એક્સિસ બેન્ક, ટીસીએસ, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને વિપ્રો 10.08-1.52% સુધી ઘટીને બંધ થયા છે. જો કે દિગ્ગ્જ શેરોમાં ઓરબિંદો ફાર્મા, ગ્રાસિમ, બીએચઈએલ, આઈશર મોટર્સ, કોલ ઈન્ડિયા અને આઈટીસી 2.54-0.98% સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ઓરિએન્ટલ બેન્ક, ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ પાવર, યુનિયન બેન્ક અને આઈડીબીઆઈ બેન્ક સૌથી વધારે 4.26-2.04% સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ઈન્ડિયન બેન્ક, શ્રીરામ સીટી, ગ્લેક્સોસ્મિથ કોન, કંસાઈ નેરોલેક અને અશોક લેલેન્ડ સૌથી વધારે 4.66-1.71% સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ફેરકેમિકલ્સ સેપ્ક્સ, રેપ્રો ઈન્ડિયા, સ્માર્ટલિંક નેટ, બોમ્બે ડાઇનિંગ અને સુંદર મેનેજર્સ સૌથી વધારે 20.00-8.46% સુધી ઉછળીને બંધ થયા છે. જો કે ડેલ્ટા કૉર્પ, ઈન્ડિયાબુલ્સ વેન્ચર્સ, સોનાટા, રેપ્કો હોમ અને ફેલ્કસિટ આઈએનટીએલ સૌથી વધારે 5.53-4.3% સુધી નબળા થઈને બંધ થયા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
યદિપુરપ્પાના કર્ણાટકના મુખ્યમંત્રી પદથી રાજુનામુ
કર્ણાટકમાં લોકતંત્રનો વિજય થયો: રાહુલ ગાંધી
ગૅટ રિચ વિથ આશ્કા: વિનોદભાઈ જોશી માટે નાણાંકિય આયોજન
પ્રોપર્ટી ગુરૂ: મુંબઇનાં નવા ડીપી અંગે ચર્ચા
પ્રોપર્ટી બજાર: ટ્રાન્સકોન ટ્રાઇમ્પનો 4 BHK સેમ્પલ ફ્લેટ