ક્રૂડમાં આજે ઉછાળા સાથે કારોબાર છે. ગયા સપ્તાહની 5 ટકાની તેજી બાદ આ સપ્તાહે ફરી એકવાર તેજી સાથે બ્રેન્ટ 87 ડોલરને પાર રહેતું જોવા મળ્યું છે. ખાસ કરીને ચીન દ્વારા અર્થતંત્ર ફરી શરૂ કરવાની વાત કરતા માગ વધવાની આશાએ ક્રૂડમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે એમસીએક્સ પર પણ ઉછાળો જોવા મળ્યો છે.
નેચરલ ગેસમાં આજે ઘટાડો આવ્યો છે. સાડા છ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
આજે સોનામાં કોમેક્સ પર દબાણ છે. ગયા સપ્તાહે સોનાની કિંમતો 2.4 ટકા જેટલી વધી હતી. પણ સાથે જ સ્થાનિક બજારમાં સોનામાં તેજી જોવા મળી રહી છે. એમસીએક્સ પર સોનાની કિંમત 54 હજારને પાર પહોંચતી જોવા મળી છે. એમસીએક્સ પર સોનાના ભાવ આજે 8 મહિનાની ઉંચાઈ પર જોવા મળી રહ્યા છે.
ચાંદીમાં આજે સ્થાનિક બજારમાં પણ ઉછાળો છે. આજે ચાંદી 66800ની નજીક કરાબોર કરી રહી છે.
તો આજે મેટલ્સમાં પણ તેજી સાથે કારોબાર છે. એમસીએક્સ પર ઝિંકમાં દોઢ ટકાનો ઉછાળો છે તો કોપર એલ્યુમિનિયમ અને લેડમાં પણ તેજી છે. આજે કોપરમાં 4 મહિનાના ઉપલા સ્તર જોવા મળ્યા છે તો ગયા સપ્તાહે 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
આજે જીરામાં સારી એવી ખરીદી આવી છે. એક ટકાની તેજી સાથે કારોબાર છે. આજે ઉંઝાના હાજર બજાર મતદાનને કારણે બંધ છે પરંતુ સારી વાવણી અને સારા પાકની અપેક્ષાએ હાલ ભાવમાં વધારો જોવા મળ્યો છે. નવેમ્બર મહિનામાં ગુવાર પેકમાં આવેલા મોટા ઉછાળા બાદ આજે નફાવસૂલી જોવા મળી છે. ગુવાર ગમનના ભાવ પોણા બે ટકા તો સીડના ભાવ સવા બે ટકા જેટલા ઘટી ગયા છે. જોકે તેની સારી એક્સપોર્ટને માગને પગલે ઘટાડો મર્યાદિત રહ્યો છે. કપાસિયા ખોળમાં પણ આજે વેચવાલી છે સાથે જ કોટનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.