શક્તિ શુગર્સના સીએમડી, એમ મણિકમનું કહેવું છે કે હાલ સાઉથમાં શુગરનું ઉત્પાદન વધી રહ્યું છે. સરકાર શુગર આયાતનો કોટા વધારશે. મહારાષ્ટ્ર અને કર્ણાટકની શુગર મિલો માટે કોટા વધારશે. સરકારે હાલ 1.5 લાખ મેટ્રિક ટનનો વધારાનો કોટા જાહેર કર્યો છે. 3 થી 5 લાખ મેટ્રિક ટન વધારાનો કોટા સરકાર જાહેર કરશે. આ વર્ષે સરકારે 60 લાખ મેટ્રિક ટન શુગર આયાતનો કોટા નક્કી કર્યો છે.
એમ મણિકમના મતે મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકારે નારાજગી વ્યક્ત કરી હતી. આ વર્ષે ઓછા એક્સપોર્ટ કોટા આપવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ઉત્તર પ્રદેશની શુગર મિલો પ્રીમિયમ પર કોટાને વેચી રહી છે. આવક 302.30 કરોડ રૂપિયાથી ઘટીને 241.99 કરોડ પર રહી છે. કંપનીના ડિમાન્ડમાં સારી તેજી જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા આ વર્ષે કંપનીના પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળ્યો છે. કંપનીના ગ્રોથમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે.
એમ મણિકમના મુજબ કંપનીના ઓપરેટિંગ માર્જિનમાં 69.21 ટકાથી ઘટીને 19.62 ટકા રહ્યો છે. અમારી કંપની વિદેશોમાં પણ એક્સપોર્ટ કરે છે. શુગર પ્રાઈઝમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે. જેટલી શુગરનું પ્રોડકશન હાલમાં થઈ રહ્યું તેજી કરતા વધારે આવનારા મહિનામાં થવાની શક્યતા છે. કંપનીના માર્જિનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે.