ઉત્પાદન ઘટાડા પર ઓપેક પ્લસ (OPEC+) ની થનારી બેઠક પહેલા બુધવારના કાચા તેલની કિંમતોમાં 3 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 11 સેન્ટના વધારાની સાથે 91.91 ડૉલર પ્રતિ બેરલ પર નજર આવી રહ્યો છે. જણાવી દઇએ કે છેલ્લા કારોબારી સત્રમાં આમાં 2.94 ડૉલર પ્રતિ બેરલનો વધારો જોવા મળ્યો હતો. આ રીતે WTI ક્રૂડ ફ્યુચર 5 સેન્ટના વધારાની સાથે 86.57 ડૉલર પ્રતિ બેરલ પર નજર આવી રહ્યું છે. ત્યારે છેલ્લા કારોબારી સત્રમાં આમાં 2.89 ડૉલર પ્રતિ બેરલનો વધારો જોવા મળ્યો હતો.
જણાવી દઇએ કે ઓપેક પ્લસની બેઠક વિયેનામાં બુધવારથી થઇ રહી છે. રૉયટર્સના સૂત્રો પ્રમાણે આ બેઠકમાં કાચા તેલના ઉત્પાદનમાં 2 મિલિયન બેરલ પ્રતિ દિવસના ઘટાડા પર ચર્ચા કરવામાં આવી રહી છે. જો આ ઘટાડાના મંજૂરી મળી જાય છે તો આ ઓપેક પ્લસ દ્વારા 2020માં કોવિડ-19 મહામારી દરમ્યાન કરવામાં આવેલો સૌથી મોટો ઘટાડો રહેશે.
ટ્વીટર ખરીદવા ફરી એલન મસ્કને રસ, ખુલાસો થતા શૅરમાં 22 ટકાની તેજી, Tesla માં ઘટાડો
ANZ Research એ તેના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો આટલો મોટો ઉત્પાદન ઘટાડાને મંજૂરી મળી જાય છે તો આનાથી બજારમાં સપ્લાઇમાં ભારે ઘટાડો આવતા દેખાશે.
આ મામલાની જાણકારી રાખનારા સૂત્રોએ રૉયટર્સને જણાવ્યું કે અમેરિકા ઓપેક પ્લસ પર ઉત્પાદનમાં મોટો ઘટાડો ન કરવા માટે દબાણ બનાવી રહ્યું છે. જો ઉત્પાદનમાં આટલો મોટો ઘટાડો થશે તો અમેરિકામાં ગેસોલિનની કિંમતોમાં ભારે વધારો થશે. જેને જોતા અમેરિકા ઉત્પાદનમાં ઘટાડાના પક્ષમાં નથી.