comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Suzlon રાઇટ્સ ઇશ્યૂ પહેલા જ નવા CMDનું નામ જાહેર કરી શકે: સૂત્ર

05 ઓક્ટોબર 2022, 11:49 AM

Suzlon રાઇટ્સ ઇશ્યૂ પહેલા જ નવા CMDનું નામ જાહેર કરી શકે: સૂત્ર

તુલસી તાંતીના માત્ર સુઝલૉન એનર્જીના જ નહીં પરંતુ આખા વિંડ એનર્જી સેક્ટરના ચહેરા બની ગયા હતા. તુલસી તાંતીના અનેક પ્રયત્નોના કારણે સુઝલૉન એનર્જી મુશ્કેલ સમયથી બહાર નીકળતું નજર આવી રહ્યું હતું. પરંતુ 1 ઓક્ટોબરથી તેમના આકસ્મિક નિધનથી કંપનીને મોટો ઝટકો લાગ્યો છે.

જણાવી દઇએ કે તુલસી તાંતી સુઝલૉન એનર્જીના ફાઉન્ડર અને ચેરમેન હતા. તેમના નિધન બાદ રિન્યુએબલ એનર્જી સેક્ટરથી જોડાયેલા તમામ દિગ્ગજોની સાથે મોટા મોટા ઉદ્યોમીયોએ પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાની શ્રદ્ધાંજલિ આપી છે. તુલસી તાંતીના નિધન બાધ સૌથી મોટો સવાલ એ હતો કે હવે સુઝલૉન એનર્જીની કમાન કોના હાથમાં રહેશે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે આ સપ્તાહે કંપનીના પ્રબંધન અ તાંતી ફેમિલી તરફથી કંપનીના નવા ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.

Kejriwal Research and Investment Service ના ફાઉન્ડર અને સ્ટૉક માર્કેટ એક્સપર્ટ્સ અરૂણ કેજરીવાલનું કહેવું છે કે મારા 38 વર્ષના અનુભવમાં આવું પહેલીવાર થયું છે કે ફંડ રેઝિંગ પ્રક્રિયાની વચ્ચે કોઇ કંપનીના ચેરમેનનું નિધન થઇ ગયું હોય. તુલસી તાંતી સુઝલૉન એનર્જીની એક મોટી તાકત હતા.

સૂત્રોના પ્રમાણે કંપનીનું સિનિયર મેનેજમેન્ટ અને તાંતી પરિવાર 2 ઓક્ટોબરના મળ્યું હતું. આ મુલાકાતમાં તુલસી તાંતીના નિધન પર શોક વ્યક્ત કરતી કંપનીના રાઇટ ઇશ્યૂને તાંતી પરિવાર અને કંપનીના પ્રબંધનના સપોર્ટમાં જાહેરાત કરવામાં આવી. આ બેઠકમાં એમ પણ નક્કી થયું છે કે કંપનીની કમાન કોને આપવામાં આવશે તે પણ જલ્દી નક્કી કરવામાં આવે.

મામલાની જાણકારી રાખનારા એક અન્ય સૂત્રના હવાલાથી મળતી જાણકારી પ્રમાણે આ સપ્તાહે 5 ઓક્ટોબર અથવા દશેરાના દિવસે જ કંપનીના નવા ચેરમેન અને એમડીના નામની જાહેરાત થઇ શકે છે. જણાવી દઇએ કે સુઝલૉન એનર્જીનો રાઇટ ઇશ્યૂ 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી ખૂલ્લો રહેશે. આ રાઇટ ઇશ્યૂની સાઇઝ 1200 કરોડ રૂપિયા છે. આ રાઇટ ઇશ્યૂની રેકોર્ડ ડેટ 4 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Trade Spotlight: મંગળવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ Trade Spotlight: મંગળવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ
Loan Against Car: તમારી કાર પર પણ તમે લઈ શકો છો લોન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ Loan Against Car: તમારી કાર પર પણ તમે લઈ શકો છો લોન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
આવતીકાલથી Digital Rupeeની શરૂઆત થશે, જાણો તેનાથી તમે શું-શું ખરીદી શકો આવતીકાલથી Digital Rupeeની શરૂઆત થશે, જાણો તેનાથી તમે શું-શું ખરીદી શકો
જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે થોડાક જ કલાકો બાકી, એક ક્લિકમાં જાણો તમામ રીત જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે થોડાક જ કલાકો બાકી, એક ક્લિકમાં જાણો તમામ રીત
Share Market Live - બજારમાં તેજી વધી, રેકોર્ડ સ્તર પર નિફ્ટી, ઑટો, મેટલ શેરોમાં વધારો Share Market Live - બજારમાં તેજી વધી, રેકોર્ડ સ્તર પર નિફ્ટી, ઑટો, મેટલ શેરોમાં વધારો