comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Electronics Mart IPOને લઇને રિટેલ રોકાણકારોનું વલણ પૉઝિટિવ, જાણો કેટલા ટકા થયો સબસ્ક્રાઈબ

04 ઓક્ટોબર 2022, 04:20 PM

Electronics Mart IPOને લઇને રિટેલ રોકાણકારોનું વલણ પૉઝિટિવ, જાણો કેટલા ટકા થયો સબસ્ક્રાઈબ

Electronics Mart IPO: ઈલેક્ટ્રોનિક્સ સામાનનું વેચાણ કરવા વાળી દક્ષિણ ભારતની સૌથી મોટી અને દેશની ચોથી સૌથી મોટી રિટેલ ચેન ઈલેક્ટ્રોનિક્સ માર્ટનો આઈપીઓ આજે ખુલી ગયું છે. પહેલા દિવસે (4 ઓક્ટોબર) અત્યાર સુધી આ 54 ટકા સબ્સક્રાઈબ થયો છે.

500 કરોડ રૂપિયાના આઈપીઓને લઇને રિટેલ રોકાણકારોને વલણ પૉઝિટિવ જોવા મળી રહ્યું છે અને તેના માટે આરક્ષિત હિસ્સો 94 ટકા સબ્સક્રાઈબ થઈ ગયો છે. તમા કેટેગરી માટે આરક્ષિત હિસ્સોની સબ્સક્રિપ્શન ડિટેલ્સ નીચે આપી છે--

QIB (ક્વાલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ)- 0.00 ગુણો

NII (નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ)- 0.33 ગુણો

રિટેલ રોકાણકાર- 0.94 ગુણો

કુલ- 0.54 ગુણો

7 ઓક્ટોબર સુધી લગાવી શકો છો પૈસા

Electronic Martના આઈપીઓમાં 7 ઓક્ટોબર સુઘી પૈસા લગાવી શકે છે. આ ઇશ્યૂના હેઠળ કંપની 500 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે. આ સમય બિડિંગ પ્રોસેસમાં 6.25 કરોડ ઇક્વિટી શેરોને રાખ્યા છે. પહેલા તેમાં 8.47 કરોડ શેરને રાખવામાં આવ્યા હતા પરંતુ 3 ઓક્ટોબરે એકંર રોકાણકારથી 150 કરોડ રૂપિયા એકત્ર કર્યા બાદ ઑફર સાઈઝ ઘટીને 6.25 કરોડ ઇક્વિટી શેરને કરી દીધો છે. શેરના અલૉટમેન્ટ 12 ઓક્ટોબરને ફાઇનલ થશે અને લિસ્ટિંગ 17 ઓક્ટોબરે છે.

254 શેરનો લૉટ સાઈઝ, 56-59 રૂપિયાની પ્રાઈઝ બેન્ડ

ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયાના આઈપીઓમાં 254 શેરોને લૉટમાં પૈસા લગાવી શકે છે. બિંડિંગ માટે 56-59 રૂપિયાના પ્રાઈઝ બેન્ડ સુધી નક્કી કરી છે એટલે ખે રિટેલ રોકાણકારોના આઈપીઓમાં ઓછામાં ઓછા 14986 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. પ્રતિ શેરના ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે.

ઈશ્યૂના 50 ટકા ક્વાલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB), 15 ટકા એનઆઈઆઈ (નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ) અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. ઈશ્યૂ માટે લીડ મેનેજર આનંદ રાઠી એડવાઈઝર્સ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને જેએમ ફાઇનાન્શિયલ છે.

એકત્ર કરેલા પૈસાનો આવું થશે ઉપયોગ

આ ઇશ્યૂના હેઠળ ઈલેક્ટ્રોનિક્સ માર્ટ આઈપીઓ રોકાણકારોને 500 કરોડ રૂપિયાના નવી ઇક્વિટી શેર જાહેર કરશે. નવા શેરોને જાહેર કરી એકત્ર કર્યા 111.44 કરોડ રૂપિયાનો ઉપયોગ કેપિટલ એક્સપેન્ડિચર, 220 કરોડ રૂપિયાનો ઉપયોગ વર્કિંગ કેપિટલ વધતી જરૂરતોને પૂરી કરવા અને 55 કરોડ રૂપિયાનો ઉપયોગ લોન ચુકવા માટે કરવામાં આવશે.

ગ્રે માર્કેટથી શું છે સંકેત

ગ્રે માર્કેટની વાત કરે તો કંપનીના શેર 34 ટકા પ્રીમીયમ (GMP) પર છે. જો કે જાણકારોના અનુસાર માત્ર ગ્રે માર્કેટથી પ્રાપ્ત સંકેતોના આધાર પર રોકાણ કરવું યોગ્યા નથી. તેમ છતાં કંપનીના ફંડામેન્ટલ્સ અને નાણાકીય પ્રદર્શનના આધાર પર નિર્ણય લેવું જોઈએ. કંપનીએ ગયા વર્ષ સપ્ટેમ્બર 2021માં બજાર નિયામક સેબીની પાસે ડ્રાફ્ટ પેપર જમા કર્યા હતા.

કંપનીના વિષયમાં ડિટેલ્સ

ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયાની શરૂઆતી પવન કુમાર બજાજ અને કરન બજાજએ કરી હતી. તેના 36 શહેરો/નગરોમાં 112 સ્ટોર છે જેમાંથી મોટાભાગના આંધ્રા પ્રદેશ, તેલંગાના અને એનસીઆરમાં છે. કંપનીના નાણાકીય સહિતની વાત કરે તો છેલ્લા નાણાકીય વર્ષ 2021-22માં ઑપરેશન્સથી 4349.32 કરોડ રૂપિયાના રેવેન્યૂ પ્રાપ્ત થયો હતો જ્યારે એક નાણાકીય વર્ષ પહેલા તે આંકડા 3201.88 કરોડ રૂપિયા હતા.

જ્યારે બીજી તરફ નાણાકીય વર્ષ 2021-2022માં વર્ષના આધાર પર નેટ પ્રોફિટ 103.89 કરોડ રૂપિયાથી ઘટીને 40.65 કરોડ રૂપિયા રહ્યા છે. ઓગસ્ટ 2022 સુધી કંપનીના વર્કિંગ કેપિટલ ફેસિલિટિઝ 919.58 કરોડ રૂપિયા કરી હતી જ્યારે નેટ લોન જૂન 2022 સુધી 446.54 કરોડ રૂપિયા હતો.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Hot Stocks: આજના 3 Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી Hot Stocks: આજના 3 Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી
આ શેરો પર નફો કમાવા માટે જાણો બ્રોકરેજ ફર્મોની રણનીતિ આ શેરો પર નફો કમાવા માટે જાણો બ્રોકરેજ ફર્મોની રણનીતિ
Trade Spotlight: મંગળવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ Trade Spotlight: મંગળવારે આ શેરોએ દેખાડી જોરદાર તેજી, જાણો આગળ તેમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવુ
Share Market Live- બજારમાં આજે કંસોલિડેશનનો મૂડ, નિફ્ટીએ બનાવ્યા નવા શિખર, RIL, M&M, HDFC અને ICICI બેન્કએ ભર્યો જોશ Share Market Live- બજારમાં આજે કંસોલિડેશનનો મૂડ, નિફ્ટીએ બનાવ્યા નવા શિખર, RIL, M&M, HDFC અને ICICI બેન્કએ ભર્યો જોશ
JK Lakshmi Cementના શેરમાં તેજી જોવા મળ્યો, જાણો બ્રોકરેજ ફર્મોની સલાહ JK Lakshmi Cementના શેરમાં તેજી જોવા મળ્યો, જાણો બ્રોકરેજ ફર્મોની સલાહ