comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

LIC Policy હોલ્ડર્સ માટે આવ્યા સારા સમાચાર, લેપ્સ પોલિસીને ફરી એક્ટિવ કરવા માટે લેટ ફી માં મળશે કન્શેસન

17 ઓગસ્ટ 2022, 12:44 PM

LIC Policy હોલ્ડર્સ માટે આવ્યા સારા સમાચાર, લેપ્સ પોલિસીને ફરી એક્ટિવ કરવા માટે લેટ ફી માં મળશે કન્શેસન

એલઆઈસીના પોલિસીહોલ્ડર્સ માટે સારા સમાચાર છે, જેની પોલિસી લેપ્સ થઈ ગઈ છે. એલઆઈસીએ લેપ્સ્ડ પોલિસિઝને ફરી ચાલુ કરવા માટે સ્પેશન કેમ્પેઈન ચાલુ કર્યું છે. 17 ઓગસ્ટથી 21 ઓક્ટોબરની વચ્ચે લેપ્સ થયેલી પોલિસીને ફરી એક્ટિવ કરી શકાય છે. આ કેમ્પેઈન દ્વારા બધા નોન- યુલિપ પોલિસીને એક્ટિવ કરાવી શકાય છે. આ દરમિયાન લેટ ફીમાં પણ કન્શેસન પણ વધુ આપવામાં આવી રહ્યું છે.

એલઆઈસીના આ કેમ્પેઈનનો હેતુ આવા પોલિસીહોલ્ડર્સને રાહત આપવાનો છે, જે કોઈ મજબૂરીના કારણે પ્રિમીયમ જમા ન કરાવી શક્યું હોય. આ કારણે તેની પોલિસી લેપ્સ્ડ થઈ હઈ હતી. આ વિશે દેશમાં સૌથી મોટી જીવન વિમા કંપનીએ ટ્વીટ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એલઆઈસી પોલિસી હોલ્ડર્સને તેની લેપ્સ્ડ પોલિસી ફરીથી ચાલુ કરવા માટે ખાસ મોકો આપવામાં આવી રહ્યો છે.

એલઆઈસીએ સ્પષ્ટ કહ્યું છે કે આ કેમ્પેઈનના સમયગાળા દરમિયાન ULIP ને છોડીને બીજી બધી પોલિસી બીજી વખત ચાલુ કરાવી શકાય છે. શરત એ છે કે પેહલા પ્રિમિયમની તારીખ પાંચ વર્ષથી વધુ પહેલાની ન હોવી જોઈએ. કંપનીનું આ પણ કહેવું છે કે માઈક્રો ઈન્શ્યોરન્સ પોલિસીઝને બીજી વખત ચાલુ કરવા પર લેટ ફી માં 100 ટકાની છૂટ મળશે. ઓછી રકમની પોલિસીઝ માઈક્રો ઈન્શ્યોરન્સમાં આવે છે.

ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

એક લાખ રુપિયા સુધીના પ્રિમીયમ પર લેટ ફી પર 25 ટકાનું કન્સેશન મળશે. અધિકતમ કન્સેશન 2500 રુપિયા હશે. એકથી 3 લાખ રુપિયા સુધીના પ્રિમીયમ પર વધુ કન્સેશન 3000 રુપિયા હશે. ત્રણ લાખ રુપિયાથી વધુ પ્રિમીયમ પર કન્શેસન 30 ટકા હશે. વધુ કન્સેશન 3500 રુપિયા હશે.

એલઆઈસીના શેરનો ભાવ 17 ઓગસ્ટ (બુધવાર)ના 11.29 વાગ્યે 0.37 ટકા વધીને 700.10 રુપિયા હતો. કંપનીએ આ વર્ષે મે મહિનામાં આઈપીઓ જાહેર કર્યો હતો. તેણે રોકાણકારોને પ્રતિ શેર 949 રુપિયાના ભાવે શેર એલોર્ટ કર્યો હતો. પરંતુ શેરોનું લિસ્ટીંગ ઘણું નબળું થયું હતું. ત્યારબાદ પણ શેરમાં ઘટાડો આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસમાં મજબૂતી જોવા મળી છે.

જૂન ત્રિમાસિકમાં એલઆઈસીની નેટ ઈનકમ ઘણી વધીને 682.9 કરોડ રુપિયા થઈ ગઈ. એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં નેટ ઈનકમ માત્ર 2.94 કરોડ રુપિયા હતી.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
RBI Digital Rupee: પ્રતીક્ષા થઈ પૂરી! 1 ડિસેમ્બરે લૉન્ચ થશે રિટેલ ડિજિટલ રૂપિયાની પ્રથમ ટ્રાયલ RBI Digital Rupee: પ્રતીક્ષા થઈ પૂરી! 1 ડિસેમ્બરે લૉન્ચ થશે રિટેલ ડિજિટલ રૂપિયાની પ્રથમ ટ્રાયલ
Dealing Room Check: વધતા બજારમાં શોધી રહ્યા છો કમાણીની સારી તક, આ 2 શેરો પર લગાવો દાંવ Dealing Room Check: વધતા બજારમાં શોધી રહ્યા છો કમાણીની સારી તક, આ 2 શેરો પર લગાવો દાંવ
મની મેનેજર: સ્ટેપઅપ એસઆઈપી શા માટે કરવી જોઈએ? મની મેનેજર: સ્ટેપઅપ એસઆઈપી શા માટે કરવી જોઈએ?
વિશ્વમાં બીજા દેશોમાં સમસ્યા છે એટલે ભારતમાં પૈસા વધુ આવશે: વિરાજ ગાંધી વિશ્વમાં બીજા દેશોમાં સમસ્યા છે એટલે ભારતમાં પૈસા વધુ આવશે: વિરાજ ગાંધી
IDBI Bank નો શેર 52 સપ્તાહના હાઈ પર પહોંચ્યો, જાણો શું છે તેજીનું કારણ IDBI Bank નો શેર 52 સપ્તાહના હાઈ પર પહોંચ્યો, જાણો શું છે તેજીનું કારણ