comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

ભારતના માલ અને સેવાઓની નિકાસ આ વર્ષે વાર્ષિક આધાર પર 11.51 ટકા વધીને લગભગ 61.18 અબજ ડોલર પર

13 ઓગસ્ટ 2022, 11:19 AM

ભારતના માલ અને સેવાઓની નિકાસ આ વર્ષે વાર્ષિક આધાર પર 11.51 ટકા વધીને લગભગ 61.18 અબજ ડોલર પર

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયએ 12 ઓગસ્ટના એક પ્રેસ રિલીઝ જાહેર કરતા કહ્યું કે ભારતનો માલ અને  સેવાઓ મળીને નિકાસ જુલાઈ 2022માં વાર્ષિક આધાર પર 11.51 ટકા વધીને લગભગ 61.18 અબજ ડોલર રહેવાનું અનુમાન છે. જ્યાર આ સમયગાળામાં કુલ આયાત 82.22 અબજ ડોલર રહેવાનું અનુમાન છે. જે છેલ્લા વર્ષના આ સમયગાળાની સરખામણીમાં 42.90 ટકા વધુ છે.

તમાકુ, ઈલેક્ટ્રોનિક સામાન, કોફી, ચોખા, અનાજ અને વિવિધ પ્રોસેસ્ડ આઈટમ અને તેલીબિયામાં ભારતનો વ્યાપારિક નિકાસ જુલાઈ 2022માં વાર્ષિક આધાર પર 2.14 ટકા વધીને 36.27 અબજ ડોલર થઈ ગયો. જે છેલ્લા વર્ષના આ મહિનામાં 35.51 અબજ ડોલર હતું.

વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડાઓ અનુસાર, જુલાઈ 2022માં દેશનો વ્યાપારિક માલની આયાત વધીને 66.27 અબજ ડોલર થઈ ગયો, જે જુલાઈ 2021માં 46.15 અબજ ડોલરની આયાતથી 43.61 ટકા વધુ છે. ચાંદી, પ્રોજેક્ટ ગુડ્સ, કોટન રો એન્ડ વેસ્ટ, કોલસો, કોક અને બ્રિકેટ્સ જેવા અન્ય ટેક્સટાઈલ કાપડ અને મેકઅપ આર્ટિકલ્સ મંગાવવા પર આયાતમાં ઉછાળો આવ્યો.

આ વચ્ચે જુલાઈ 2022માં વ્યાપારિક નુકસાન જુલાઈ 2021માં 10.63 અબજ ડોલર થી 182.10 ટકા વધીને 30 અબજ ડોલર થઈ ગયું.

આ સિવાય સરકારી આંકડાઓ અનુસાર એપ્રિલ-જુલાઈ 2022માં દેશનો કુલ નિકાસ 253.84 અબજ ડોલર થવાનું અનુમાન છે. જે છેલ્લા વર્ષના આ સમયગાળા દરમિયાન આંકડાઓની સરખામણીમાં 22.85 ટકા વધુ છે. બીજી તરફ કુલ આયાત 371.40 અબજ ડોલર રહેવાનું અનુમાન છે. જે છેલ્લા વર્ષના આ સમયગાળાની સરખામણીએ 47.68 ટકા વધુ હોય શકે છે.

આ વર્ષે જુલાઈમાં નોન-પેટ્રોલિયમ અને નોન જેમ્સ તેમજ ઘરેણાની નિકાસ મૂલ્ય 26.62 અબજ ડોલર હતુ. જે છેલ્લા વર્ષના આ મહિનામાં 26.21 અબજ ડોલરની સરખામણીમાં 1.55 ટકાથી વધુ છે. એપ્રિલ-મે 2022માં નોન-પેટ્રોલિયમ નિકાસની કુલ કિંમત 61.09 અબજ ડોલર રહ્યું. જ્યારે છેલ્લા વર્ષની સરખામણીમાં 54.11 અબજ ડોલરથી 12.9 ટકા વધુ હતું. 

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Daily Voice: RBI વ્યાજ દરોમાં કરી શકે છે 0.25-0.30% નો વધારો Daily Voice: RBI વ્યાજ દરોમાં કરી શકે છે 0.25-0.30% નો વધારો
રાજ્યોના ઉધાર લેવા પર કેન્દ્ર સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, નાણા મંત્રીએ આપ્યા સંકેત રાજ્યોના ઉધાર લેવા પર કેન્દ્ર સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, નાણા મંત્રીએ આપ્યા સંકેત
14 જિલ્લાની 93 બેઠકો ઉપર આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત, 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર 14 જિલ્લાની 93 બેઠકો ઉપર આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત, 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર
Paytm પર ICICI સિક્યોરિટીઝ બુલિશ, જાણો શું આપ્યો છે નવો ટાર્ગેટ Paytm પર ICICI સિક્યોરિટીઝ બુલિશ, જાણો શું આપ્યો છે નવો ટાર્ગેટ
જાણો નવેમ્બરમાં કેવી રહ્યુ બજાર, આ શેરોમાં 10 થી 90 ટકાનો વધારો જોવાને મળ્યો જાણો નવેમ્બરમાં કેવી રહ્યુ બજાર, આ શેરોમાં 10 થી 90 ટકાનો વધારો જોવાને મળ્યો