Deepak Nitrite Share Price: નાણાકીય વર્ષ 2023 ના પહેલા ત્રિમાસિકના પરિણામો પછી Deepak Nitrite ના સ્ટોક પર Edelweiis બુલિશ જોવા મળી રહ્યો છે. Edelweiss ના સ્પેશ્યાલિટી કેમિકલ સ્ટોકને બાય રેટિંગ આપતા 3,127 રુપિયાનું લક્ષ્ય આપ્યું છે. Edelweiss નું માનવું છે કે તેના વર્તમાન લેવલથી 50 ટકાથી વધુની તેજી જોવા મળી શકે છે.
જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2022માં હજુ સુધી Deepak Nitrite ના શેરોમાં 20 ટકાનો ઘટાડો આવ્યો છે. કંપનીએ હાલમાં જ 30 જૂન 2022ના પૂરા થતા ત્રિમાસિકમાં પહેલા ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે. કંપનીની આવકમાં વાર્ષિક આધાર પર 36 ટકાનો વધારો જોવા મળ્યો જ્યારે નફામાં 22 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
Deepak Nitrite ના પ્રદર્શન પર નંદેસરી ગુજરાત સ્થિત પ્લાન્ટમાં લાગેલી આગની અસર જોવા મળી છે. ત્યારબાદ કંપનીનું મેનેજમેન્ટ કંપનીના મીડિયમથી લોન્ગ ટર્મ ગ્રોથને લઈને આશા રહેલી છે. કંપનીના નાણાકીય વર્ષ 2023 માટે તેના વિસ્તાર યોજના પર લગભગ 15 અબજ રુપિયાનો ખર્ચની જાહેરાત કરી છે. Edelweissનું માનવું છે કે કંપનીને આગળ તેના વિસ્તાર યોજનાનો સારો ફાયદો મળશે.
Edelweiss નું એ પણ માનવું છે કે ફિનોલ ઉત્પાદનમાં કંપનીની એન્ટ્રી અને બીજા કેમિકલ્સમાં કરવામાં આવતા વિસ્તારના કારણે આગળ કંપનીના કારોબારમાં સારો ગ્રોથ જોવા મળશે. તેને ધ્યાનમાં રાખીને આ સ્ટોકને બાયની રેટિંગ આપી છે.
શેરની ચાલ પર જોઈએ તો એનએસઈ પર Deepak Nitrite નો શેર 4.10 રુપિયા એટલે કે 0.20 ટકાના વધારાની સાથે 2022.35 રુપિયાના સ્તર પર બંધ થયો છે. આજે આ શેર 2,029.00 રુપિયાના સ્તર પર ખૂલ્યો હતો જ્યારે કાલે એટલે કે બુધવારના કારોબારમાં તે 2,018.25 રુપિયાના સ્તર પર બંધ થયો હતો. સ્ટોકનો 52 સપ્તાહ વીક હાઈ 3,020.00 રુપિયા પર છે જ્યારે તેનું 52 સપ્તાહ વીક લો 1,681.15 રુપિયા પર છે. કંપનીનું માર્કેટ કેપ 27,583 કરોડ રુપિયા છે.
ડિસ્ક્લેમરઃ મનીકન્ટ્રોલ.કૉમ પર આપવામાં આવેલા વિચાર એક્સપર્ટના વિચાર હોય છે. વેબસાઇટ અથવા મેનેજમેન્ટ આના માટે જવાબદાર નથી. યુઝર્સને મની કન્ટ્રોલની સલાહ છે કે કોઇ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટની સલાહ લેવી.
(ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટનો માલિકાના હક છે. આની બેનફિશિયરી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.)