Rakesh Jhunjhuwala Share: કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હાઉસીંગ ફોર ઓલ ને 31 ડિસેમ્બર, 2024 સુધી મંજૂરી મળી અને નાણાકીય વર્ષ 23ના પહેલા ત્રિમાસિકમાં સારા પરિણામોથી ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સના શેરોમાં શાનદાર રેલી જોવા મળી રહી છે. ગુરુવારે 11 ઓગસ્ટના ઈન્ટ્રાડેમાં બીએસઈ પર શેરમાં 2 ટકાની મજબૂતી થઈને 125.75 રુપિયા પર પહોંચી ગયો, તે તેના દિવસનું હાઈ પણ છે.
છેલ્લા એક મહિના દરમિયાન શેરે લગભગ 32 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કે છેલ્લા છ મહિના દરમિયાન શેરમાં 37 ટકાની નબળાઈ જોવા મળી છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં શેર 50 ટકા નબળો થઈ ગયો છે.
પીએમ આવાસ યોજના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સના પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ને 31 ડિસેમ્બર 2024 સુધી ચાલુ રાખવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપવામાં આવી. ત્યારે 31 માર્ચ, 2022 સુધી સ્વીકૃત 122.69 લાખ ઘરોને પૂરા કરવા માટે નાણાકીય સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સામાન્ય નફો વધ્યો
મોર્ટગેજ ફાઈનાન્શરને બુધવારે જૂન 2022માં પૂરા થતા ત્રિમાસિક દરમિયાન 1.80 ટકાનો સામાન્ય વધારાની સાથે 287 કરોડ રુપિયાનો પ્રોફિટ આફ્ટર ટેક્સ નોંધવામાં આવ્યો. ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સના એપ્રિલ-જૂન 2022 ત્રિમાસિકમાં શેર હોલ્ડિંગ્સ પેટર્ન મુજબ રાકેશ ઝુનઝુનવાલાની પાસે કંપનીના 55 લાખ શેર એટલે કે 1.17 ટકાની હિસ્સેદારી છે.