comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

આ સ્મૉલકેપ TCPL Packagingના શેર આ વર્ષ અત્યાર સુધી 100% થી વધારે ભાગ્યા, શું તમે પણ કરી રહ્યા છો રોકાણ

11 ઓગસ્ટ 2022, 04:35 PM

આ સ્મૉલકેપ TCPL Packagingના શેર આ વર્ષ અત્યાર સુધી 100% થી વધારે ભાગ્યા, શું તમે પણ કરી રહ્યા છો રોકાણ

TCPL Packaging ના શેરોએ બીએસઈ પર આજે ઈંટ્રાડેમાં 14 ટકાની તેજી દેખાડતા 1,191.55 રૂપિયાના સ્તરે પહોંચ્યા. હાલમાં આ સમય આ શેર ઊપરી સ્તરથી નીચે આવ્યા છે. TCPL ખાસ કરીને પ્રિટેંડ કૉર્ટૂન્સ, લિથોલેમિનેશન, પ્લાસ્ટિક કૉટન, બિલસ્ટર પેકેજિંગ, સેલ્સ રેડી પેકેજિંગ અને ફ્લેક્સિબલ પેકેજિંગ મટેરિયલ ઉત્પાદનના કારોબારમાં છે.

આજના કારોબારમાં આ સ્ટૉકે 25 જુલાઈ 2022 ના બનાવામાં આવેલા 1,107.20 રૂપિયાના છેલ્લા હાઈને પાર કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરના પરિણામ ઘોષિત કરી દીધા છે. મજબૂત પરિણામોના દમ પર જ આ શેરમાં તેજી જોવાને મળી છે.

30 જુન 2022 ના સમાપ્ત થયેલ પહેલા ક્વાર્ટરમાં કંપનીની સ્ટેંડઅલોન આવકમાં વર્ષના આધાર પર 48.4 ટકાના વધારો જોવાને મળ્યો છે અને તે 335.5 કરોડ રૂપિયા પર રહી છે. આ સમયમાં કંપનીના કેશ પ્રૉફિટ વર્ષના આધાર પર 105.6 ટકા વધારાની સાથે 46.9 કરોડ રૂપિયા પર રહ્યા છે. આ રીતે જુન ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન વર્ષના આધાર પર 13.4 ટકાથી વધારીને 16 ટકા પર આવી ગયા છે.

કંપનીના મેનેજમેન્ટ કંપનીના પરિણામોને લઈને ઘણા ઉત્સાહિત છે. મેનેજમેન્ટનું કહેવુ છે કે TCPL દેશની લીડિંગ બ્રાંડ્સના પેકેજિંગ જરૂરતોની વધતી માંગને પૂરા કરવા માટે મજબૂત સ્થિતિમાં છે. કંપની દુનિયાના કચરા મુક્ત બનાવાના પ્રયાસને સપોર્ટ આપતી રહેશે.

આ સ્ટૉકના ચાલ પર નજર કરીએ તો કેલેંડર વર્ષ 2022 માં અત્યાર સુધી આ શેર 130 ટકા વધ્યા છે. 31 ડિસેમ્બર 2021 ના તે 518.20 રૂપિયા પર નજર આવી રહ્યા હતા. જ્યારે વર્તમાનમાં તે 1,130.35 રૂપિયાની આસપાસ દેખાય રહ્યા છે. આ સમયમાં સેન્સેક્સમાં ફક્ત 0.33 ટકાનો વધારો જોવાને મળ્યો છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Gujarat Assembly Election Result 2022: ગુજરાતમાં પ્રચંડ બહુમત માટે PM મોદીએ જનતાનો માન્યો આભાર Gujarat Assembly Election Result 2022: ગુજરાતમાં પ્રચંડ બહુમત માટે PM મોદીએ જનતાનો માન્યો આભાર
Gujarat Election Result 2022: ગુજરાતમાં 12 ડિસેમ્બરે નવી સરકાર લેશે શપથ, PM મોદી પણ થશે સામેલ Gujarat Election Result 2022: ગુજરાતમાં 12 ડિસેમ્બરે નવી સરકાર લેશે શપથ, PM મોદી પણ થશે સામેલ
ગુજરાતમાં મોટી જીતનો દાવો કરનારી AAPના હાલ બેહાલ, CMના ચહેરા ઇસુદાન ગઢવી સહિત અનેક દિગ્ગજો હાર્યા ગુજરાતમાં મોટી જીતનો દાવો કરનારી AAPના હાલ બેહાલ, CMના ચહેરા ઇસુદાન ગઢવી સહિત અનેક દિગ્ગજો હાર્યા
Gujarat Election Result: રિવાબા જાડેજાએ જામનગર ઉત્તર બેઠકથી 40,000 થી વધારે બેઠકોથી જીત હાસિલ કરી Gujarat Election Result: રિવાબા જાડેજાએ જામનગર ઉત્તર બેઠકથી 40,000 થી વધારે બેઠકોથી જીત હાસિલ કરી
ગુજરાતની આ બેઠક પર કોંગ્રેસને મળ્યા સૌથી વધુ મત, 1975થી નથી જીતી શક્યું ભાજપ ગુજરાતની આ બેઠક પર કોંગ્રેસને મળ્યા સૌથી વધુ મત, 1975થી નથી જીતી શક્યું ભાજપ