comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

રાકેશ ઝુનઝુનવાલાએ આ બે શેર્સમાં આ સપ્તાહે ગુમાવ્યા 1000 કરોડ રુપિયા, આવો જાણીએ તે બંને શેર્સ વિશે

02 જુલાઈ 2022, 06:01 PM

રાકેશ ઝુનઝુનવાલાએ આ બે શેર્સમાં આ સપ્તાહે ગુમાવ્યા 1000 કરોડ રુપિયા, આવો જાણીએ તે બંને શેર્સ વિશે

આખી દુનિયામાં વધતી જતી મોંઘવારી, કેન્દ્રીય બેન્કો તરફથી મોંઘવારીને નિયંત્રણમાં કરવા માટે વ્યાજ દરોમાં કરવામાં આવી રહેલો વધારો અને મંદીની આશંકાઓ વચ્ચે છેલ્લા અમૂક મહિનામાં બજારમાં મોટી વેચવાલી જોવા મળી છે. રુપિયાની નબળાઈ અનેFII તરફથી ભારતીય ઈક્વિટી માર્કેટમાં કરવામાં આવેલી વેચવાલી પણ બજાર પર દબાણ બનાવી રહ્યું છે. 1 જૂલાઈના પૂરા થતા સપ્તાહમાં બજારમાં દબાણ જોવા મળ્યું. આ દબાણની અસર અમુક ક્વોલિટી સ્ટોક્સ પર પણ જોવા મળી. ભારતના બીગબુલના નામથી જાણીતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ ટાઈટન કંપની અને સ્ટાર હેલ્થના શેરોમાં ગયા સપ્તાહે ભારે વેચવાલી જોવા મળી. આ બંને શેરોમાં આવેલી વેચવાલીના કારણે રાકેશ ઝુનઝુનવાલાએ ગયા સપ્તાહમાં એક હજાર કરોડ રુપિયા ગુમાવ્યા છે.

આ બંને શેરોમાં ગયા સપ્તાહની ચાલ પર નજર કરીએ તો ટાઈટનનો શેર ગયા 5 કારોબારી સત્રોમાં 2,053.50 રુપિયાથી તૂટીને 1,944.75 પર પહોંચ્યો છે. આ જ રીતે સ્ટાર હેલ્થનો શેર આ સમયગાળામાં 531.10 રુપિયાથી ઘટીને 475.90 રુપિયા પર આવી ગયો છે.

Titan Companyના જાન્યુઆરી-માર્ચ 2022 ત્રિમાસિક શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે ટાઈટન કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની હોલ્ડિંગ 3,53,10,395 શેર્સની જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની શેર હોલ્ડિંગ 95,40,575 શેર્સની છે. આનો અર્થ એ છે કે, ઝુનઝુનવાલા દંપતિની આ સ્ટોકમાં 4,48,50,970 શેર્સની સંયુક્ત ભાગીદારી છે. આ જ રીતે સ્ટાર હેલ્થમાં પણ રાકેશ ઝુનઝુનવાલાની 10,07,53,935 શેર્સની હોલ્ડિંગ છે.

ગયા સપ્તાહના ઘટાડામાં રાકેશ ઝુનઝુનવાલાએ ટાઈટન કંપનીમાં અંદાજે 485 કરોડ રુપિયા અને સ્ટાર હેલ્થમાં 555 કરોડ રુપિયા ગુમાવ્યા છે.

આ બંને શેર્સની ગઈકાલની ચાલ પર નજર નાખીએ તો NSE પર શુક્રવાર 1 જૂલાઈ 2022ના ટાઈટન કંપનીના શેરમાં 4.95 રુપિયા એટલે 0.26 ટકાનો મામુલી વધારા સાથે 1946.20 રુપિયાના સ્તર પર બંધ થયો હતો. જો કે, આખા સપ્તાહ દરમ્યાન આ શેર 2053.50 રુપિયાથી તૂટીને 1946.20 પર આવી ગયો છે. આ સ્ટોકના 52 સપ્તાહની ઊંયાઈ 2768 રુપિયાની છે. ત્યારે, આની 52 સપ્તાહના નીચલા સ્તર 1396 રુપિયાના છે. કંપનીની માર્કેટ કેપ 1,72,780 કરોડ રુપિયા છે.

આ રીતે NSE પર શુક્રવારે 1 જુલાઈ 2022ના સ્ટાર હેલ્થના શેરમાં 14.75 રુપિયા એટલે 3.02 ટકાના ઘટાડાની સાથે 473.95 રુપિયાના સ્તર પર બંધ થયો હતો, આખા સપ્તાહ દરમ્યાન આ શેર 531.10 રુપિયા ઘટીને 475.90 રુપિયા પર આવી ગયો હતો. આ સ્ટોકના 52 સપ્તાહની ઊંચાઈ 940 રુપિયાની છે જ્યારે 52 સપ્તાહના નીચલા સ્તર 469.05 રુપિયાના છે. કંપનીની માર્કેટ કેપ 27304 કરોડ રુપિયા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Gujarat Assembly Election Result 2022: ગુજરાતમાં પ્રચંડ બહુમત માટે PM મોદીએ જનતાનો માન્યો આભાર Gujarat Assembly Election Result 2022: ગુજરાતમાં પ્રચંડ બહુમત માટે PM મોદીએ જનતાનો માન્યો આભાર
Gujarat Election Result 2022: ગુજરાતમાં 12 ડિસેમ્બરે નવી સરકાર લેશે શપથ, PM મોદી પણ થશે સામેલ Gujarat Election Result 2022: ગુજરાતમાં 12 ડિસેમ્બરે નવી સરકાર લેશે શપથ, PM મોદી પણ થશે સામેલ
ગુજરાતમાં મોટી જીતનો દાવો કરનારી AAPના હાલ બેહાલ, CMના ચહેરા ઇસુદાન ગઢવી સહિત અનેક દિગ્ગજો હાર્યા ગુજરાતમાં મોટી જીતનો દાવો કરનારી AAPના હાલ બેહાલ, CMના ચહેરા ઇસુદાન ગઢવી સહિત અનેક દિગ્ગજો હાર્યા
Gujarat Election Result: રિવાબા જાડેજાએ જામનગર ઉત્તર બેઠકથી 40,000 થી વધારે બેઠકોથી જીત હાસિલ કરી Gujarat Election Result: રિવાબા જાડેજાએ જામનગર ઉત્તર બેઠકથી 40,000 થી વધારે બેઠકોથી જીત હાસિલ કરી
ગુજરાતની આ બેઠક પર કોંગ્રેસને મળ્યા સૌથી વધુ મત, 1975થી નથી જીતી શક્યું ભાજપ ગુજરાતની આ બેઠક પર કોંગ્રેસને મળ્યા સૌથી વધુ મત, 1975થી નથી જીતી શક્યું ભાજપ