comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Spice jet Flight: 5000 ફીટ ઊંચા આકાશમાં Spice jetની કેબિનમાંથી નીકળ્વા મંડ્યો ધૂમાડો, કરવી પડી ઈમરજન્સી લેન્ડિગ

02 જુલાઈ 2022, 02:14 PM

Spice jet Flight: 5000 ફીટ ઊંચા આકાશમાં Spice jetની કેબિનમાંથી નીકળ્વા મંડ્યો ધૂમાડો, કરવી પડી ઈમરજન્સી લેન્ડિગ

Spice jet Flight emergency landing: દિલ્લી-જબલપુર રુટ પર સ્પાઈસજેટના બધા મુસાફરોને તે સમયે આઘાત લાગ્યો કે જ્યારે પ્લેનની કેબિનમાંથી અચાનક ધૂમાડા નીકળવા મંડ્યા હતા. આ ઘટના શનિવારે 2 જૂલાઈના બની છે. એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે વિમાન આકાશમાં 5000 ફીટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું.

જો કે ત્યાર બાદ પાયલટ દિલ્લી એરપોર્ટ ઉપર ઈમરજન્સી લેન્ડિગ કરવામાં સફળ રહ્યો. સ્પાઈસજેટની SG-2862 ફ્લાઈટ દિલ્લી એરપોર્ટથી જબલપુર જવા માટે સવારે 6.15 કલાકે રવાના થયું હતું. પરંતુ 45 મિનિટ પછી તે 7 વાગ્યે દિલ્લી એરપોર્ટ ઉપર લેન્ડ થયું.

સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 5000 ફીટ ઉપર પાયલોટને જાણવા મળ્યું કે કેબિનમાંથી ધૂમાડા નીકળે છે. ત્યારબાદ પાયલટે નિર્ણય લીધો કે વિમાનને પાછું દિલ્લી એરપોર્ટ ઉપર લેન્ડ કરવું પડશે. પ્લેનનું લેન્ડિગ સુરક્ષિત રીતે થયું અને કોઈ પણ મુસાફરોને કંઈ નુકસાન થયું નથી.

TVS Motor એ જુનમાં વેચી 22% વધારે ગાડીઓ, જાણો શું છે જેપી મૉર્ગનની સલાહ

જો કે પ્લેનમાં મુસાફરી કરતા લોકોની હાલત બહુ ખરાબ હતી. કેબિનમાંથી ધૂમાડા નીકળતા હોવાથી મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તે લોકો બુકલેટથી હવા નાખી રહ્યા હતા.

DGCAએ કર્યો તપાસનો આદેશ

આ ઘટનાને ગંભીરતાથી લઈને એવિએશન સેક્ટરના રેગ્યુલેટર DGCAએ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે Spice jet પાસેથી આ સમગ્ર ઘટનાનું વિવરણ માંગવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે, પહેલી નજરે જોતા એવું લાગી રહ્યું છે કે કોઈ ટેકનિકલ ખામીના કારણે કેબિનમાંથી ધૂમાડા નીકળતા હતા.

છેલ્લા કેટલાક દિવસમાં આવું બીજી વખત બન્યું છે જ્યારે Spice jetના વિમાનમાં ટેકનિકલ ખામી આવી છે. આવી જ એક ઘટના પટના-દિલ્લીના રુટ ઉપર પણ થઈ હતી. એરપોર્ટ ઉપરથી ઉડતા પહેલા જ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ પટનાના એરપોર્ટ ઉપર તેની ઈમરજન્સી લેન્ડિગ કરવામાં આવી હતી.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
વૈશ્વિક બજારની સરખામણીએ ભારતનું અર્થતંત્ર ઘણું મજબુત: નિપુણ મહેતા વૈશ્વિક બજારની સરખામણીએ ભારતનું અર્થતંત્ર ઘણું મજબુત: નિપુણ મહેતા
Dealing Room Check: આજે બેન્કિંગ અને કેમિકલના સ્ટૉકમાં થઈ સારી ખરીદારી, જાણો ક્યા છે સ્ટૉક્સ Dealing Room Check: આજે બેન્કિંગ અને કેમિકલના સ્ટૉકમાં થઈ સારી ખરીદારી, જાણો ક્યા છે સ્ટૉક્સ
Hot Stocks: વિદ્યાન સાવંતની પસંદગીના 3 સ્ટૉક્સ, 3-4 સપ્તાહમાં ચમકી શકે છે ભાગ્ય Hot Stocks: વિદ્યાન સાવંતની પસંદગીના 3 સ્ટૉક્સ, 3-4 સપ્તાહમાં ચમકી શકે છે ભાગ્ય
Closing Bell - સેન્સેક્સ 58200 ની નીચે, નિફ્ટી 17315 ની આસપાસ બંધ Closing Bell - સેન્સેક્સ 58200 ની નીચે, નિફ્ટી 17315 ની આસપાસ બંધ
IMF ચીફની ચેતવણી - દુનિયા પર વધી રહ્યો મંદીનો ખતરો, તાત્કાલિક લેવા પડશે પગલાં IMF ચીફની ચેતવણી - દુનિયા પર વધી રહ્યો મંદીનો ખતરો, તાત્કાલિક લેવા પડશે પગલાં