comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

TVS Motor એ જુનમાં વેચી 22% વધારે ગાડીઓ, જાણો શું છે જેપી મૉર્ગનની સલાહ

02 જુલાઈ 2022, 01:24 PM

TVS Motor એ જુનમાં વેચી 22% વધારે ગાડીઓ, જાણો શું છે જેપી મૉર્ગનની સલાહ

June Auto Sales: TVS Motor એ પોતાના જુન 2022 ના વેચાણ આંકડા રજુ કર્યા છે. જેના મુજબ જુન મહીનામાં કંપનીના કુલ વેચાણ વર્ષના આધાર પર 22 ટકાના વધારાની સાથે 3.09 લાખ યૂનિટ રહ્યા છે. જ્યારે જુન 2021 માં કંપનીએ 2.52 લાખ વાહનોના વેચાણ કર્યા હતા.

જુન 2022 માં TVS Motor ના ટૂ-વ્હીલર વેચાણ વર્ષના આધાર પર 23 ટકાના વધારાની સાથે 2.93 લાખ યૂનિટ રહી છે જ્યારે 2021 માં કંપનીને 2.38 લાખ ટૂ-વ્હીલરનું વેચાણ કર્યુ હતુ. જુન 2022 માં કંપનીની મોટરસાઈકિલ વેચાણ વર્ષના આધાર પર 0.5 ટકાના ઘટાડાની સાથે 146,075 યૂનિટ રહી હતી જો કે જુન 2021 માં 146.874 યૂનિટ રહ્યુ હતુ.

જુન 2022 માં TVS Motor ની એક્સપોર્ટ વર્ષના આધાર પર 8 ટકાના વધારાની સાથે 1.14 લાખ યૂનિટ રહી છે જો કે જુન 2021 માં 1.06 લાખ યૂનિટ રહ્યુ હતુ. જુન 2022 માં કંપનીની 3-Wheeler વેચાણ વર્ષના આધાર પર 7 ટકાના વધારાની સાથે 14,786 યૂનિટ પર રહી છે. જો કે જુન 2021 માં 13,794 યૂનિટ પર રહી હતી.

Market last week: ગત સપ્તાહે મામૂલી વધારાની સાથે બંધ થયા બજાર, રૂપિયાએ લગાવ્યો રેકૉર્ડ લો

તમને જણાવી દઈએ કે આ સ્ટૉકમાં 4 ટકાની તેજી જોવાને મળી છે. મનીકંટ્રોલના સૂત્રોના હવાલેથી મળેલી જાણકારીના મુજબ કંપનીએ પોતાના ઈલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસ માટે 30 થી 35 કરોડ ડૉલર એકઠા કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

કંપનીના ઈલેક્ટ્રિક મોબિલિટી પ્લાનને લઈને બ્રોકરેજ હાઉસે ખુશ જોવામાં આવી રહ્યા છે. જેપી મૉર્ગનનું માનવુ છે કે આગળ કંપનીના ડોમેસ્ટિક ટૂ-વ્હીલર વાહનોની વેચાણમાં વધારો જોવાને મળશે. આવતા 8 ક્વાર્ટરની અંદર કંપનીના બેટરીથી ચાલવા વાળા ટૂ-વ્હીલર બજારમાં આવી જશે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
માર્કેટ અત્યારે એક પડકારજનક સ્થિતિમાં, US અને યુરોપમાં મંદીની સ્થિતિને લઈને ચિંતા: મયુર શાહ માર્કેટ અત્યારે એક પડકારજનક સ્થિતિમાં, US અને યુરોપમાં મંદીની સ્થિતિને લઈને ચિંતા: મયુર શાહ
Dealing Rooms: આજે United Spirits અને Indusind Bank સ્ટૉકસમાં લગાવ્યો દાંવ, બન્નેમાં આપી ખરીદારીની સલાહ Dealing Rooms: આજે United Spirits અને Indusind Bank સ્ટૉકસમાં લગાવ્યો દાંવ, બન્નેમાં આપી ખરીદારીની સલાહ
મોર્ગન સ્ટેનલીની કંપનીની 100 ટકા હિસ્સેદારી વેચવાની તૈયારી, તેની વેલ્યુએશન 70 થી 90 કરોડ ડોલર મોર્ગન સ્ટેનલીની કંપનીની 100 ટકા હિસ્સેદારી વેચવાની તૈયારી, તેની વેલ્યુએશન 70 થી 90 કરોડ ડોલર
Closing Bell - સેન્સેક્સ 37 અંક તૂટ્યો, નિફ્ટી 17050 ની નીચે બંધ Closing Bell - સેન્સેક્સ 37 અંક તૂટ્યો, નિફ્ટી 17050 ની નીચે બંધ
વધુ કમાણી કરવા માટે આ મલ્ટીબેગર સ્ટૉકમાં કરો રોકાણ, માત્ર 3 વર્ષમાં ₹1 લાખને બનાવ્યા ₹11 લાખ વધુ કમાણી કરવા માટે આ મલ્ટીબેગર સ્ટૉકમાં કરો રોકાણ, માત્ર 3 વર્ષમાં ₹1 લાખને બનાવ્યા ₹11 લાખ