comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Market last week: ગત સપ્તાહે મામૂલી વધારાની સાથે બંધ થયા બજાર, રૂપિયાએ લગાવ્યો રેકૉર્ડ લો

02 જુલાઈ 2022, 12:47 PM

Market last week: ગત સપ્તાહે મામૂલી વધારાની સાથે બંધ થયા બજાર, રૂપિયાએ લગાવ્યો રેકૉર્ડ લો

1 જુલાઈના સમાપ્ત થયેલા પૂરા સપ્તાહમાં બજાર કંસોલીડેશનના મોડમાં રહ્યા. ભારી ઉતાર-ચઢાવની વચ્ચે આ સપ્તાહે બજાર મામૂલી વધારાની સાથે બંધ થયા છે. ઘટતા રૂપિયા, એફઆઈઆઈની લગાતાર વેચવાલી, જુન મહીનાના મજબૂત ઑટો વેચાણ આંકડા, બીજા સૌથી મોટા માસિક જીએસટી કલ્કેશન આંકડા, મિશ્ર ગ્લોબલ સંકેત અને ડાઓ જોંસના 1962 ની બાદના સૌથી ખરાબ સપ્તાહ રહેવુ, આ બધા આ સપ્તાહના હાઈલાઈટ્સ રહ્યા.

સપ્તાહના અંતમાં Sensex 179.95 અંક એટલે કે 0.34 ટકાના વધારાની સાથે 52907.93 ના સ્તર પર બંધ થયા. જ્યારે, નિફ્ટી 52.75 અંક એટલે કે 0.33 ટકાના વધારાની સાથે 15752 ના સ્તર પર બંધ થયા છે. જો કે જુન મહીનામાં સેન્સેક્સ 4.5 ટકાના ઘટાડાની સાથે અને નિફ્ટી 4.8 ટકાના ઘટાડાની સાથે બંધ થયા છે.

છેલ્લા સપ્તાહે BSE સ્મૉલ-કેપ 1 ટકાના વધારાની સાથે બંધ થયા છે. Dhanvarsha Finvest, Yaari Digital Integrated Services, Shalimar Paints, Steel Exchange India, Orient Bell, GRM Overseas અને Rajratan Global જેવા સ્મૉલકેપ શેરોમાં 20-57 ટકાનો વધારો જોવાને મળ્યો છે. જ્યારે , Gayatri Projects, Future Lifestyle Fashions, Future Supply Chain Solutions, Elgi Equipments, Asian Granito India, DB Realty, SEPC અને Johnson Controls -Hitachi Air Conditioning India માં 10-14 ટકાનો ઘટાડો જોવાને મળ્યો.

1 જુલાઈના સમાપ્ત થયેલા સપ્તાહમાં BSE મિડ-કેપ 0.26 ટકાના વધારાની સાથે બંધ થયા છે. Rajesh Exports, TVS Motor Company, 3M India, REC, Bayer CropScience, Muthoot Finance, The Ramco Cements અને Abbott India મિડકેપના ટૉપ ગેનરોમાં રહ્યા.

યસ બેન્કે MCLR માં કર્યો વધારો, જાણો હોમ અને કાર લોન પર કેટલી પડશે અસર

છેલ્લા સપ્તાહે BSE લાર્જ કેપ પણ 0.5 ટકાના વધારાની સાથે બંધ થયા. Bajaj Electricals, IIFL Wealth Management, Jamna Auto Industries, Adani Transmission, Tube Investments of India, Grindwell Norton, BASF India અને Metro Brands લાર્જકેપના ટૉપ ગેનર રહ્યા.

BSE Sensex પર નજર કરીએ તો છેલ્લા સપ્તાહે ITC ના માર્કેટ કેપમાં સૌથી વધારે જોવાને મળ્યો. તેની બાદ Infosys, State Bank of India અને Larsen & Toubro ના નંબર રહ્યા. જ્યારે, RIL ના માર્કેટ કેપમાં સૌથી વધારે ઘટાડો જોવાને મળ્યો છે.

અલગ-અલગ સેક્ટરની વાત કરીએ તો છેલ્લા સપ્તાહે નિફ્ટીના FMCG ઈંડેક્સમાં 2.5 ટકા, મેટલ ઈંડેક્સમાં 2 ટકા અને રિયલ્ટી ઈંડેક્સમાં 2 ટકાનો વધારો જોવાને મળ્યો. જ્યારે, બીજી તરફ નિફ્ટી કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑયલ એન્ડ ગેસ અને પીએસયૂ બેન્ક ઈંડેક્સમાં 0.5 ટકાથી 1 ટકાનો ઘટાડો જોવાને મળ્યો.

છેલ્લા સપ્તાહે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય બજારમાં 6836.71 કરોડ રૂપિયાની વેચવાલી કરી જ્યારે આ સમયમાં ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 5926.47 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે જુન મહીનામાં એફઆઈઆઈની તરફથી 58,112.37 વેચવાલી જોવાને મળી છે જ્યારે DIIs ની તરફથી 46599.23 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે.

આ સપ્તાહે પણ ડૉલરના મુકાબલે રૂપિયાનો ઘટાડો ચાલુ રહ્યો. પહેલીવાર ડૉલરના મુકાબલે રૂપિયાએ 79 ના સ્તર પાર કરી લીધા અને તેને 79.11 ના નવા રેકૉર્ડ લો પહોંચ્યા. સપ્તાહના અંતમાં ડૉલરના મુકાબલે રૂપિયો સાપ્તાહિક આધાર પર 70 પૈસાના ઘટાડાની સાથે 79.04 ના સ્તર પર બંધ થયા છે. તમને જણાવી દઈએ કે 24 જુનના ડૉલરના મુકાબલે રૂપિયા 78.34 ના સ્તર પર બંધ થયા.

ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઈંડિપેંડેંટ મીડિયા ટ્રસ્ટનો માલિકીનો હક છે. તેની બેનફિશિયરી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
આવી ગયું છે ભાજપનું સંકલ્પ પત્ર, કોને શું આપવાનું વચન, વાંચો અહેવાલ આવી ગયું છે ભાજપનું સંકલ્પ પત્ર, કોને શું આપવાનું વચન, વાંચો અહેવાલ
શું ભારતમાં બે સિમ કાર્ડની પ્રથા ખત્મ થશે? મોંઘા રિચાર્જ પ્લાન બની શકે છે કારણ શું ભારતમાં બે સિમ કાર્ડની પ્રથા ખત્મ થશે? મોંઘા રિચાર્જ પ્લાન બની શકે છે કારણ
પ્રોપર્ટી ગુરુ: ગ્રીન સર્ટિફિકેશનને લઈ જાગૃતતા પ્રોપર્ટી ગુરુ: ગ્રીન સર્ટિફિકેશનને લઈ જાગૃતતા
Adani Groupએ NDTV માટે ઓપન ઑફર રજૂ કર્યા, આ ઑફરને જોરદાર રિસ્પાંસ મળ્યું Adani Groupએ NDTV માટે ઓપન ઑફર રજૂ કર્યા, આ ઑફરને જોરદાર રિસ્પાંસ મળ્યું
Nykaa Share Price: Nykaaના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો, જાણો Nykaaમાં હવે શું કરવું રોકાણકારોએ Nykaa Share Price: Nykaaના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો, જાણો Nykaaમાં હવે શું કરવું રોકાણકારોએ