comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

કોમોડીટીનો ઘટાડો ઇન્ફલેશનને નીચે લાવશે!

27 જૂન 2022, 08:57 AM

કોમોડીટીનો ઘટાડો ઇન્ફલેશનને નીચે લાવશે!

ગત સપ્તાહે મેં અહીંથી સ્પષ્ટ જણાવ્યું હતું કે આ સપ્તાહે નીચા મથાળેથી એક મજબુત પ્રત્યાઘાતી ઉછાળો જોવાઈ શકે છે અને આ પ્રત્યાઘાતી ઉછાળામાં નિફ્ટી 15670-15850 સુધી જઈ શકે છે અને એવી જ રીતે નિફ્ટીમાં સપ્તાહની શરૂઆતમાં નીચા મથાળેથી એક મજબુત ઉછાળાની શરૂઆત થઇ જેમાં નિફ્ટી 15749 થતી જોવાઈ. નિફ્ટીમાં સાપ્તાહિક ધોરણે 400 પોઈન્ટ્સથી વધારેની રેલી જોવાઈ છે પણ આ સુધારો થોડો આગળ વધતો જોવાઈ શકે છે.

ખાસ કરીને કોમોડીટીના ભાવો જે રીતે ઘટી રહ્યા છે એના લીધે ઇન્ફલેશન પીક થવાની સંભાવના પ્રબળ બની છે કેમકે છેલ્લા થોડા દિવસોમાં મેટલ, એગ્રો કોમોડીટીના ભાવોમાં મોટા ઘટાડા જોવાયા છે તો ગેસના ભાવ પણ ઉપરના મથાળેથી સારા એવા કરેક્ટ થયા છે અને ક્રુડ પણ થોડું ઘણું નીચે આવ્યું છે એ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે અમેરિકા અને યુરોપમાં પણ હવે ઇન્ફલેશન પીક બનાવી ચુક્યું છે અને આવનાર મહિનામાં જે આંકડા આવશે એ ગત મહિના કરતા નીચે આવી શકે છે એવા સંજોગમાં વ્યાજદરનું ગણિત આવનાર સમયમાં પાછુ બદલાતું જોવાઈ શકે છે.

ટૂંકમાં માર્કેટમાં અત્યારે જે પણ નેગેટીવ કારણો આપણે જાણીએ છીએ એ બધા માર્કેટમાં ડિસ્કાઉન્ટ થઇ ગયા છે અને હવે કોઈ નવું નેગેટીવ કારણ નથી આવતું તો માર્કેટમાં મોટા ઘટાડાની સંભાવના ઓછી થઇ રહી છે. એમ પણ મેં સ્પષ્ટ જણાવ્યું હતું કે નિફ્ટી 15500 થી 14500 વચ્ચે બોટમ બનાવી શકે છે અને જયારે નિફ્ટીમાં આ લેવલ્સ આવશે ત્યારે લોકો 13000-12000-10000 ની વાતો કરશે પણ નિફ્ટી આ 15500-14500 થી નીચે જાય એવી સંભાવના ઓછી છે.

એ જ રીતે નિફ્ટીએ આ રેંજને એક્ટીવેટ કરી દીધી છે અને આ રેંજમાં જ આવનાર 1-3 મહિના દરમ્યાન ટાઈમ વાઈઝ કરેકશન પૂરું કરીને માર્કેટ સ્ટેબલ બની શકે છે. માટે આ સમય પોર્ટફોલિયો રીશફલ કરવાનો સૌથી ઉત્તમ સમય છે. તમારા પોર્ટફોલિયોમાં રહેલા નબળા શેર્સને વેચીને એનો બદલો સારા શેર્સમાં કરીને લોંગ ટર્મ હોલ્ડ કરવાથી નુકશાની ઝડપથી રીકવર થવાની સંભાવના છે. પ્રત્યાઘાતી સુધારામાં નિફ્ટી ઉપરમાં 16000-16150 સુધી વધી શકે છે જે લેવલ પાસે શોર્ટ ટર્મ માટે ખરીદી કરી હોય તો પ્રોફિટ બુક કરવાની તૈયારી રાખવી.

NELCAST LTD (532864 & NSE) (59.45) (Face Value: Rs.2)

નેલકાસ્ટ લીમીટેડ ડકટાઈલ અને ગ્રે આયર્ન કાસ્ટિંગના ઉત્પાદનમાં સૌથી મોટી જોબિંગ ફાઉન્ડ્રી ગણાય છે. કંપનીના પ્રોડક્ટ્સ ગ્લોબલ ઓટોમોબાઈલ, ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રકશન, માઈનીંગ, રેલ્વે અને જનરલ એન્જીનીયરીંગ સેગ્મેન્ટમાં વપરાય છે અને આ તમામ સેક્ટર્સની ગ્લોબલ લેવલે જાણીતી કંપનીઓ નેલકાસ્ટની ક્લાયન્ટ્સ છે.

કંપનીની શરૂઆત 1985 માં 1000 મેટ્રિક ટન પ્રતિ વર્ષની ક્ષમતા સાથે થઇ હતી અને આજે કંપનીની ક્ષમતા 160000 મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે. કંપનીના ક્લાયન્ટ લીસ્ટમાં ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, વોલ્વો-આઈશર જેવી જાણીતી કોમર્શીયલ વેહિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓનો સમાવેશ થાય છે.

કંપનીની ઇક્વિટી ₹17.40 કરોડ છે જેની સામે કંપની પાસે ₹424 કરોડનું જંગી રીઝર્વ છે. કંપનીમાં પ્રમોટર્સ 74.87 ટકા સ્ટેક ધરાવે છે જયારે પબ્લિક પાસે 25.13 ટકા સ્ટેક છે. નાણાકીય વર્ષ 2022 માં કંપનીના પરિણામો મજબુત રહ્યા છે. કંપનીનું વેચાણ 51.78 ટકા વધીને ₹927.34 કરોડ થયું છે. ઓપરેટીંગ પ્રોફિટ 37.09 ટકા વધીને ₹58.09 કરોડ થયો છે જયારે નેટ પ્રોફિટ 57.30 ટકા વધીને ₹14.22 કરોડ થયો છે.

ખાસ કરીને કોમર્શીયલ વેહિકલ સેગ્મેન્ટમાં મોટા પાયે રીવાઈવલ જોવાઈ રહ્યું છે જેનો ફાયદો આ કંપનીઓ આગળ જતા પણ મળી શકે છે અને કંપનીના પરિણામો મજબુત રહી શકે છે. ₹100 ના બાવન સપ્તાહના હાઈ સામે આ સ્ટોક હાલમાં 60 આસપાસ ક્વોટ થઇ રહ્યો છે. સ્ટોકમાં ₹49 ના સ્ટોપલોસ સાથે ધ્યાન રાખી શકાય.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સુઝલૉન એનર્જીના ફાઉન્ડર તુલસી તાંતીનું હાર્ટ એટેક બાદ નિધન સુઝલૉન એનર્જીના ફાઉન્ડર તુલસી તાંતીનું હાર્ટ એટેક બાદ નિધન
સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકીનું વેચાણ 204% વધ્યું, ટાટા-હ્યુંડઇના આંકડા પણ સારા સપ્ટેમ્બરમાં મારૂતિ સુઝુકીનું વેચાણ 204% વધ્યું, ટાટા-હ્યુંડઇના આંકડા પણ સારા
5G Launch Live Updates: પીએમ મોદીએ લોન્ચ કરી 5G સર્વિસ, ડિસેમ્બર 2023 સુધી દેશના દરેક શહેરમાં 5G સર્વિસ આપશે જિયો 5G Launch Live Updates: પીએમ મોદીએ લોન્ચ કરી 5G સર્વિસ, ડિસેમ્બર 2023 સુધી દેશના દરેક શહેરમાં 5G સર્વિસ આપશે જિયો
5G સર્વિસ લેવા વાળા ઇન્ટરનેટ યૂઝરને શું થશે ફાયદો? કેટલી રહેશે Speed અને કેવી રીતે લઈ શકશો ફાયદો 5G સર્વિસ લેવા વાળા ઇન્ટરનેટ યૂઝરને શું થશે ફાયદો? કેટલી રહેશે Speed અને કેવી રીતે લઈ શકશો ફાયદો
પ્રોપર્ટી બજાર: તક્ષશિલા ઇલેગનાનો સેમ્પલ ફ્લેટ પ્રોપર્ટી બજાર: તક્ષશિલા ઇલેગનાનો સેમ્પલ ફ્લેટ