comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Ethosનો આઈપીઓ આવતીકાલે ખુલશે, જાણો આ ઈશ્યૂની જરૂરી વાતો

17 મે 2022, 04:32 PM

Ethosનો આઈપીઓ આવતીકાલે ખુલશે, જાણો આ ઈશ્યૂની જરૂરી વાતો

Ethos Limitedના આઈપીઓ બુધવારે (18 મે) એ ખુલશે. Ethos ઇન્ડિયામાં લક્ઝરી અને પ્રીમિયમ બ્રાન્ડની સૌથી મોટી રિટેલર છે. આ અશ્યૂમાં તમે 20 મે સુધી બોલી લગાવી શકે છે. જો કે, એલઆઈસીના નબળી લિસ્ટિંગની અસર આ સપ્તાહ ખુલ્યો આઈપીઓ પર પડી શકે છે. મંગળવારે LICના શેર આશ્યૂ પ્રાઈઝથી ઓછા પ્રાઈઝ પર લિસ્ટ થઈ છે.

ઈથૉસએ પ્રતિ શેર 836-878 રૂપિયાના પ્રાઈઝ બેન્ક નક્કી કર્યા છે. આ શેરના ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. આ ઈશ્યૂ 472 કરોડ રૂપિયાનું છે. તેમાં 375 કરોડ રૂપિયા મૂલ્યની કંપનીના શેર જાબેર કરશે. બાકી 97.29 કરોડ રૂપિયા મૂલ્યના શેર ઑફર ફૉર સેલ (OFS)ના દ્વારા વેચવામાં આવશે. તેનાથી કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો ઘટશે. હવે તે 81.01 ટકા છે, જે ઘટીને 61.65 ટકા રહી શકે છે.

આ આઈપીઓના 50 ટકા હિસ્સો ક્વાલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે રિઝર્વ થશે. બાકી 15 ટકા નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સ માટે થશે. કંપની નવા શેર ઈશ્યુ કરવાથી મળેલા થોડા પૈસાનો ઉપયોગ પોતાનુંલોન ચુકવવા માટે કરશે. 234.96 કરોડ રૂપિયાનો ઉપયોગ વર્કિંગ કેપિટલની જરૂરતો માટે કરશે. 33.27 કરોડ રૂપિયાનો ઉપયોગ નવા સ્ટૉર ખોલવા અને જુના સ્ટોરને સારા કરવા પર કરશે.

ઇનવેસ્ટર્સને ઓછામાં ઓછા એક લૉટ એટલે કે 17 શેરો માટે બોલી લગાવી હતી. જો ઇનવેસ્ટર્સ વદારે અમાઉન્ટ માટે બોલી લગાવા માંગે છે તે 17 ના મલ્ટીપલમાં બેલી લગાવી શકે છે. આ રીતે તમને ઓછામાં ઓછા 14926 રૂપિયા મૂલ્યના શેરો માટે બોલી લગાવાની રહેશે. રિટેલ ઇનવેસ્ટર્સ મેક્સિમમ 13 લૉટ માટે આપ્લાઈ કરી શકે છે, જેની કિંમત 194038 રૂપિયા રહેશે.

આ કંપની 5 નવેમ્બર, 2007 "કમલા રિટેલ લિમિટેડ"ના નામથી રજીસ્ટર થઈ હતી. તે ઇન્ડિયાની સૌથી મોટી લક્ઝરી અને પ્રીમિયમ વૉચ રિટેલર છે. પ્રીમિયમ અને લક્ઝરી સેગમેન્ટમાં કુલ સેલ્સમાં તેની 13 ટકા હિસ્સો ધરાવે છે. આ વેબસાઈટ, સોશલ મીડિયા પ્લેટફૉર્મ અને ફિઝિકલ સ્ટોર્સ દ્વારા તેના પ્રોડક્ટનું વેચાણ કરે છે.

કંપનીના વૉચ પોર્ટફોલિયોમાં 50 પ્રીમિયમ બ્રાન્ડ સામેલ છે. એમાં ઓમેગા, IWC Schaffhausen, Jaeger, Lecoultre, Panerai, Bvlgari જેવા મોટા બ્રાન્ડ સામેલ છે. તેના 17 શેરોમાં 50 ફિઝિકલ રિટેલ સ્ટોર છે. તે લગભગ 7000 અલગ-અલગ પ્રીમિયમ વૉચ વેચે છે. તેના સ્ટૉકમાં કોઈ સમય 30000 વૉચ રહ્યા છે.

ફાઈનાન્શિયલ વર્ષ 2020-21માં તેનું રેવેન્યૂ 386.57 કરોડ રૂપિયા રહ્યા. એક વર્ષ પહેલા આ 457.85 કરડો રૂપિયા હતા. આ રિતે વર્ષ દર વર્ષના આધાર પર રેવેન્યૂ 15.6 ટકા ઘટી છે. ફાઈનાન્શિયલ વર્ષ 2020-21માં તેનું પ્રોફિટ 5.79 કરોડ રૂપિયા રહ્યા. એક વર્ષ પહેલા કંપનીને 1.33 કરોડ રૂપિયા લૉસ થયો હતો.

ગ્રે માર્કેટમાં Ethosના શેર પર કોઈ પ્રીમિયમ નહીં ચાલતું. કંપની ઇનવેસ્ટર્સને 25 મેએ શેર અલૉટ કરશે. જે ઇનવેસ્ટર્સના શેર જાહેર નહીં થાશે, તેમણે 26 મે ને રિફંડ મળી જશે. 27 મે ને ડીમેટ અકાઉન્ટમાં શેર આવી જશે. 30 મેના સ્ટૉક એક્સચેન્જો પર કંપનીના શેર લિસ્ટ કરશે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Daily Voice: RBI વ્યાજ દરોમાં કરી શકે છે 0.25-0.30% નો વધારો Daily Voice: RBI વ્યાજ દરોમાં કરી શકે છે 0.25-0.30% નો વધારો
રાજ્યોના ઉધાર લેવા પર કેન્દ્ર સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, નાણા મંત્રીએ આપ્યા સંકેત રાજ્યોના ઉધાર લેવા પર કેન્દ્ર સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, નાણા મંત્રીએ આપ્યા સંકેત
14 જિલ્લાની 93 બેઠકો ઉપર આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત, 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર 14 જિલ્લાની 93 બેઠકો ઉપર આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત, 833 ઉમેદવારોનું ભાવિ દાવ પર
Paytm પર ICICI સિક્યોરિટીઝ બુલિશ, જાણો શું આપ્યો છે નવો ટાર્ગેટ Paytm પર ICICI સિક્યોરિટીઝ બુલિશ, જાણો શું આપ્યો છે નવો ટાર્ગેટ
જાણો નવેમ્બરમાં કેવી રહ્યુ બજાર, આ શેરોમાં 10 થી 90 ટકાનો વધારો જોવાને મળ્યો જાણો નવેમ્બરમાં કેવી રહ્યુ બજાર, આ શેરોમાં 10 થી 90 ટકાનો વધારો જોવાને મળ્યો