રશિયા-યુક્રેન વચ્ચેના તણાવથી સોનાની કિંમતોમાં ઉછાળો નોધાયો, રાતોરાત comex પર ભાવ આશરે 1.5% વધીને 1840 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, જ્યારે સ્થાનિક બજારમાં ₹48,368ના લેવલ્સની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. જોકે ત્યાર બાદ ઉપલા સ્તરેથી સોનામાં મામુલી નફાવસુલી પણ દેખાઈ. સાથે જ ચાંદીમાં પણ ઉછાળો આવતા વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરના સ્તરને પાર પહોંચ્યા, જ્યારે MCX પર ₹64,527ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
ગઈકાલના ઉપલા સ્તરેથી ક્રૂડની કિંમતો ઘટી, પણ ભાવ હજુ પણ 7 વર્ષના ઉપલા સ્તરની પાસે યથાવત્ છે, બ્રેન્ટમાં ગઈકાલે 89 ડૉલરના સ્તર જોવા મળ્યા હતા, જોકે આજે 88 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો, તો nymex પર આશરે 86 ડૉલરની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અનિશ્ચિતતાના કારણે ક્રૂડને સપોર્ટ મળી રહ્યો છે.
પિપલ્સ બેન્ક ઑફ ચાઈનાએ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા હોવાથી lme પર તમામ મેટલ્સમાં તેજી જોવા મળી, ઇન્ટરેસ્ટ રેટ 10 બેસિસ પોઇન્ટથી ઘટાડીને 3.7% કરવામાં આવ્યા, lme સાથે સ્થાનિક બજારમાં પણ મોટાભાગની મેટલ્સમાં મજબૂતી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.
એગ્રી કૉમોડિટીઝની, MCXએ કૉટન કોન્ટ્રાક્ટ પર એડિશનલ માર્જિન 3%થી વધારી 6% કર્યા, જે આજથી લાગૂ થશે, સમાચાર બાદ કૉટનની કિંમતોમાં મામુલી નરમાશ જોવા મળી, સાથે જ આજે મસાલા પેકમાં પણ નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે, પણ ક્રૂડના વધતા ભાવના કારણે બાયો ફ્યૂલનો ઓપ્શન વધુ પસંદ પડવાથી માગ વધવાની આશાએ પામ તેલમાં સારી રિકવરી જોવા મળી...તો ગુવાર પેકમાં પણ મજબૂતી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.