બજેટ 2022ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારને બજેટથી શું આશા બનેલી છે તેના ચર્ચામાં આપણે જાણીશું Elixir ઇક્વિટીઝના ડાયરેક્ટર દિપન મહેતા પાસેથી.
દિપન મહેતાનું કહેવુ છે કે બજારમાં અડચણ વૈશ્વિક સ્તર પર જ જોવા મળશે. બજેટનું મહત્વ ધીમે ધીમે ઓછું થઇ રહ્યું છે. બજેટ માત્ર હવે દિશા દર્શાવવાનું કામ કરે છે. ટેક્સમાં મામુલી ઘટાડો પણ આવશે તો સારા સંકેત કહેવાશે.
દિપન મહેતાના મતે સરકારની નાણાંકીય સ્થિતિ યોગ્ય છે. સરકારની નાણાંકીય સ્થિતિ યોગ્ય છે. ભારત હાલ અર્થતંત્રના હિસાબે સારી સ્થિતિમાં છે. બજાર LTCG, STTમાં ઘટાડાનું અનુમાન નથી રાખી રહ્યું.
દિપન મહેતાના મુજબ બજેટમાં હેલ્થકેર સેક્ટર પર વધુ જોર આપવું જોઇએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર પણ ખાસ જોર આપવાની જરૂરત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર પણ ખાસ જોર આપવાની જરૂરત છે. 2022માં સારા સ્ટૉક્સમાં જ રોકાણ કરવું.