comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

આ મલ્ટીબેગર પેની સ્ટૉકે આપ્યું બમ્પર રિટર્ન, 10 વર્ષમાં 1 લાખ થયા 4 કરોડ, શું છે તમારી પાસે

15 જાન્યુઆરી 2022, 05:47 PM

આ મલ્ટીબેગર પેની સ્ટૉકે આપ્યું બમ્પર રિટર્ન, 10 વર્ષમાં 1 લાખ થયા 4 કરોડ, શું છે તમારી પાસે

પેની સ્ટૉકમાં રોકાણ કરવું જોખમી ભર્યું છે, ખાસ કરીને જ્યારે લાંબા સમય માટે રોકાણ કરવું હોય તેમાં ઓછી લિક્વિડિટીને કારમે હાઈ વોલેટિલિટી રહે છે. જો કે, કેટલાક રોકાણકારોના દૃષ્ટિકોણથી જોઈએ તો એવા સ્ટૉકમાં રોકાણ કરવું એ કારોબારમાં રોકાણ કરવા જેવું છે. જ્યાં સુધી કંપનીનું બિઝનેસ મૉડલ અને પ્રૉફિટેબિલિટી ટકાઉ દેખીય છે, ત્યાં સુધી સ્ટૉકમાં રોકાણ બનાવી રાખવા માંગે છે. લાંબા ગાળામાં તે સારું રિટર્ન આપી શકે છે. જીઆરએમ ઓવરસીઝ (GRM Overseas)નો શેર તેનો તાજો ઉદાહરણ છે. સ્મોલ-કેપ રાઇસ મિલિંગ કંપનીના શેરનો ભાવ છેલ્લા 10 વર્ષમાં 1.93 રૂપિયાથી વધીને 782.40 રૂપિયા થઈ છે. તે મુજબથી જોઇએ તો આ સમયગાળામાં તેમાં લગભગ 40,450 ટકાનો વધારો થયો છે.

GRM Overseas શેરના ભાવના ઇતિહાસ

છેલ્લા એક મહિનામાં આ મલ્ટિબેગર પેની સ્ટૉક 55 ટકા તેજી સાથે 505 રૂપિયાથી 782 રૂપિયા પર વધ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ સ્ટૉક લગભગ 156 રૂપિયાથી વધીને 782 રૂપિયા સુધી વધ્યા છે, આ સમયગાળામાં તેમાં 400 ટકાની તેજી આવી છે. છેલ્લા એક વર્ષમાં આ મલ્ટિબેગર પેની સ્ટૉક 34.44 રૂપિયાથી વધીને 782.40 રૂપિયા થયો છે, એટલે કે આ સમયગાળામાં લગભગ 2200 ટકા વધ્યો છે. એ જ રીતે છેલ્લા 5 વર્ષમાં, આ મલ્ટિબેગર પેની સ્ટૉક 4.49 રૂપિયાથી વધીને 782.40 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે, આ સમયગાળામાં લગભગ 17,325 ટકાનો વધારો થયો છે.

આ પ્રકારે આ મલ્ટિબેગર પેની સ્ટૉક 1.93 રૂપિયા (10 જાન્યુઆરી, 2012એ બંધ ભાવ) થી વધીને 782.40 રૂપિયા (14 જાન્યુઆરી, 2022એ બંધ ભાવ) થયો છે અને લગભગ એક દાયકાના આ સમયગાળામાં લગભગ 405 ગુણો વધ્યો છે.

રોકાણકારોને કેટલો થયો ફાયદો

જીઆીએમ ઓવરસીઝના શેરના ભાવ પર નજર કરીએ તો જો એક રોકાણકારે એક મહિના પહેલા આ મલ્ટિબેગર પેની સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેના 1 લાખ રૂપિયા આજે 1.55 લાખ રૂપિયા બની ગયા હોત. જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ રાઇસ મિલિંગ પેની સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેના 1 લાખ આજે 5 લાખ રૂપિયા થઈ ગયા હોત, જ્યારે તે છેલ્લા એક વર્ષમાં 23 લાખ રૂપિયા થઈ ગયા હોત.

આ પ્રકાર, જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલાં આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને આજ સુધી તેમાં રહેતું હોય તો તેના 1 લાખ રૂપિયા આજે 1.74 કરોડ થઈ ગયા હોત.

એ જ રીતે, જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલાં આ મલ્ટિબેગર સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને આ સ્ટૉકને 1.93 રૂપિયાના સ્તર પર ખરીદ્યો હોત, તો તેના 1 લાખ રૂપિયા આજે 4.05 કરોડ રૂપિયા થઈ ગયા હોત.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
પ્રોપર્ટી બજાર: અંજની ઇન્ફ્રાના સિલ્વર સ્પ્રિંગની મુલાકાત પ્રોપર્ટી બજાર: અંજની ઇન્ફ્રાના સિલ્વર સ્પ્રિંગની મુલાકાત
પ્રોપર્ટી ગુરૂ: વધતા વ્યાજદરની રિયલ એસ્ટેટ પર અસર પ્રોપર્ટી ગુરૂ: વધતા વ્યાજદરની રિયલ એસ્ટેટ પર અસર
માર્કેટ સેન્ટિમેન્ટ આત્યધિક બેરિશને કારણે પુલબેકની સંભાવના વધી, આ 19 સ્ટૉક્સમાં જોવા મળી તેજી માર્કેટ સેન્ટિમેન્ટ આત્યધિક બેરિશને કારણે પુલબેકની સંભાવના વધી, આ 19 સ્ટૉક્સમાં જોવા મળી તેજી
Cryptocurrency Prices Today: લીલા નિશાન પર ક્રિપ્ટો બજાર, 21200ને પાર બિટકોઈન Cryptocurrency Prices Today: લીલા નિશાન પર ક્રિપ્ટો બજાર, 21200ને પાર બિટકોઈન
શેર બજારે તોડ્યા છેલ્લા 2-સપ્તાહથી ચાલુ ઘટાડાનો ટ્રેન્ડ, આ 40 smallcap શેરોમાં આવ્યો 10-28%નો જોરદાર ઉછાળો શેર બજારે તોડ્યા છેલ્લા 2-સપ્તાહથી ચાલુ ઘટાડાનો ટ્રેન્ડ, આ 40 smallcap શેરોમાં આવ્યો 10-28%નો જોરદાર ઉછાળો