comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Maruti Suzukiએ પોતાના વાહનોના ભાવમાં વધારો, જાણો ડિટેલ

15 જાન્યુઆરી 2022, 02:06 PM

Maruti Suzukiએ પોતાના વાહનોના ભાવમાં વધારો, જાણો ડિટેલ

ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti suzuki)એ શનિવારે કહ્યું કે તેણે તેના મૉડલની કિંમતોમાં 4.3 ટકા સુધીનો વધારો કર્યો છે. કિંમતોમાં આ વધારો તાત્કાલિકથી લાગુ થશે.

કંપનીએ એમ પણ કહ્યું છે કે કોમોડિટી પ્રાઇસના વધારાને કારણે ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કંપનીના વાહનોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ તમામ હેઠળના ઇનપુટ ખર્ચમાં વધારાને કારણે કંપનીએ તેના તમામ મૉડલની કિંમતમાં 0.1-4.3 ટકાનો વધારો કર્યો છે.

કંપનીએ કહ્યું છે કે તેના તમામ મૉડલની સરેરાશ એક્સશોરૂમ કિંમતમાં 1.7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવી કિંમતો આજથી જ લાગુ થશે. મારુતિ સુઝુકી Aultoથી લઈને S-cross સુધી 3.15 લાખથી લઈને 12.56 લાખ રૂપિયા સુધીના વાહનોને બનાવે અને વેચાણ કરે છે.

નોંધનીય છે કે મારુતિ સુઝુકીએ 2021માં પણ 3 વખત કિંમતોમાં વધારો કર્યો હતો. ગયા વર્ષે જાન્યુઆરીમાં કંપનીએ 1.4 ટકા ભાવમાં વધારો કર્યો છે જ્યારે એપ્રિલમાં 1.6 ટકા અને તેના બાદ સપ્ટેમ્બરમાં 1.9 ટકા ભાવ વધારો હતો. કંપનીએ 2021માં કુલ મળીને 4.9 ટકાના ભાવમાં વધારો કર્યો હતો.

ગયા મહિને જ કંપનીએ કહ્યું હતું કે સ્ટીલ, એલ્યુમિનિયમ, કૉપર, પ્લાસ્ટિક અને કિંમતી ધાતુઓના ભાવમાં વધારાને કારણે કંપનીના ઉત્પાદન ખર્ચમાં છેલ્લા 1 વર્ષમાં વધારો થયો છે. જેની અસરથી કંપનીને બચાવવા માટે કંપનીના ઉત્પાદનોના ભાવમાં વધારો કરવાની જરૂર પડી છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Market Update: દિવસના નીચલા સ્તરની નજીક બજાર, Nifty 15750ની આસપાસ, IT અને પાવર શેરો દબાણમાં Market Update: દિવસના નીચલા સ્તરની નજીક બજાર, Nifty 15750ની આસપાસ, IT અને પાવર શેરો દબાણમાં
M&M ના શેર પર જાણીએ સીએલએસએ, યૂબીએસ અને મૉર્ગન સ્ટેનલીની રોકાણ સલાહ M&M ના શેર પર જાણીએ સીએલએસએ, યૂબીએસ અને મૉર્ગન સ્ટેનલીની રોકાણ સલાહ
ઉદ્યોગ જગતના મહારથી પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે નિધન, 50 દેશો સાથે છે તેમનો કારોબાર ઉદ્યોગ જગતના મહારથી પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે નિધન, 50 દેશો સાથે છે તેમનો કારોબાર
મૂડીઝે ટાટા સ્ટીલનું આઉટલૂક સ્ટેબલથી વધારીને પોઝિટિવ કર્યું, જાણો શું છે કારણ મૂડીઝે ટાટા સ્ટીલનું આઉટલૂક સ્ટેબલથી વધારીને પોઝિટિવ કર્યું, જાણો શું છે કારણ
ઇંઘણની અછતથી બેહાલ શ્રીલંકા, સ્કૂલ બંધ, લોકોને ઘરેથી કામ કરવા આદેશ ઇંઘણની અછતથી બેહાલ શ્રીલંકા, સ્કૂલ બંધ, લોકોને ઘરેથી કામ કરવા આદેશ