comscore

સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

02 ડિસેમ્બર 2021, 11:28 AM

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

મહારાષ્ટ્ર અને ગુજરાતના કિનારી વિસ્તારોમાં ગઈકાલ સવારથી વરસાદ પડી રહ્યો છે, અને હવામાન વિભાગે હજુ આવનાર 48 કલાક ભારે વરસાદની ચેતાવણી જાહેર કરી છે, આ સિવાય ઓડિસ્સા અને આંધ્ર પ્રદેશ પર ચક્રવાતી તોફાન જવાદ ફરી રહ્યું છે. બદલાતા હવામાન પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે, સ્કાયમેટના પ્રેસિડન્ટ GP શર્મા સાથે જ વરસાદની પાક પર કેવી અસર રહેશે તે અંગે ચર્ચા કરવા ઉંઝ APMCના ડાયરેક્ટર અરવિંદ પટેલ જોડાઈ ગયા છે.

હવે વાત કરીએ એગ્રી કૉમોડિટીઝની, તેલ-તેલિબીયા પર કોવિડના નવા વેરિયન્ટનો ભય જોવા મળી રહ્યો છે, આજના કારોબારમાં CPO, સોયા ઓઈલ અને સોયાબીનની કિંમતોમાં આશરે અડધા ટકાની નરમાશ જોવા મળી, જ્યારે વધુ સપ્લાય અને ઓછી માગની સ્થિતિથી હળદરની કિંમતોમાં ઘટાડો નોંધાયો, સાથે જ ગુવારપેકમાં પણ આશરે અડધા ટકાનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે.

ઓમિક્રોન વાયરસની વૈશ્વિક માગ પર અસર રહેતા ક્રૂડની કિંમતો પર ગઈકાલે દબાણ બન્યું, બ્રેન્ટમાં 65 ડૉલર પ્રતિ બેરલના સ્તર જોવા મળ્યા, USમાં ગેસોલિન સ્ટોક 4 મિલિયન બેરલથી વધ્યો જ્યારે ક્રૂડના સ્ટોકમાં ઘટાડો નોંધાયો, જેના કારણે NYMEX ક્રૂડમાં રિકવરી આવી. હાલ પોતાના રિઝર્વ માંથી ક્રૂડ રીલીઝ કરવું બજાર માટે ચિંતાનો વિષય બનેલો છે.

ચીનના અર્થતંત્રને બૂસ્ટ આપવાની વાતોથી LME પર મોટાભાગની મેટલ્સમાં મજબૂતી જોવા મળી, સ્થાનિક બજારમાં પણ મેટલ્સમાં રિકવરી રહી, તો ઓછા સ્ટોક અને માગ સુધરતા એલ્યુમિનિયમની કિંમતોમાં નીચલા સ્તરેથી સુધારો જોવા મળ્યો, જ્યારે કોપરમાં ઓછા ભાવ અને વધુ સપ્લાયની સ્થિતિ દેખાઈ શકે છે.

ફેડના નિવેદન બાદ અને ઓમિક્રોનની ચિંતા વચ્ચે સોનામાં 3 સપ્તાહના નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, પણ ફેડના વ્યાજ દર વધારવાના નિવેદન બાદ COMEX પર સોનામાં દબાણ બન્યું, ભાવ 1779 ડૉલરના સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં ₹47,783ના સ્તર દેખાઈ રહ્યા છે, કોવિડના નવા વેરિયન્ટના કારણે ફરી એક વાર અર્થતંત્ર નબળું પડવાનો ભય બન્યો અને સોનામાં સેફહેવન બાઈંગ વધતી દેખાઈ.

સોના સાથે ચાંદીની કિંમતોમાં પર પણ દબાણ બન્યું, વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે રહ્યા, જ્યારે સ્થાનિક બજારમાં ₹60,772ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
50 સ્મૉલકેપ શેરો 10-28% ભાગ્યા, જાણો આગળ બજારમાં રહેશે તેજી કે મંદી 50 સ્મૉલકેપ શેરો 10-28% ભાગ્યા, જાણો આગળ બજારમાં રહેશે તેજી કે મંદી
CUET UGના ચોથા તબક્કાની પરીક્ષા 30 ઓગષ્ટના મુલતવી, 11 હજાર વિદ્યાર્થીઓને કરાયા સૂચિત CUET UGના ચોથા તબક્કાની પરીક્ષા 30 ઓગષ્ટના મુલતવી, 11 હજાર વિદ્યાર્થીઓને કરાયા સૂચિત
Daily Voice: માર્કેટ જુનના લો થી 16% ભાગ્યુ, બજારમાં સારી તક, જેનાથી સારો પોર્ટફોલિયો બનાવી શકાય Daily Voice: માર્કેટ જુનના લો થી 16% ભાગ્યુ, બજારમાં સારી તક, જેનાથી સારો પોર્ટફોલિયો બનાવી શકાય
જુલાઈના મોંઘવારીના આંકડા ઉમ્મીદના મુજબ જુનની તુલનામાં સારા જુલાઈના મોંઘવારીના આંકડા ઉમ્મીદના મુજબ જુનની તુલનામાં સારા
ભારતના ફૂટવેર રિટેલ ચેન Metro Brands ના શેરોમાં જોરદાર તેજી, રાકેશ ઝુનઝુનવાલાને 221 કરોડ રુપિયાનો ફાયદો ભારતના ફૂટવેર રિટેલ ચેન Metro Brands ના શેરોમાં જોરદાર તેજી, રાકેશ ઝુનઝુનવાલાને 221 કરોડ રુપિયાનો ફાયદો