સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ ટાટા સ્ટૉકમાં એક્સપર્ટે આપી ખરીદીની સલાહ

01 ડિસેમ્બર 2021, 11:50 AM

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ ટાટા સ્ટૉકમાં એક્સપર્ટે આપી ખરીદીની સલાહ

તેના 52-સપ્તાહની ઉચ્ચ સ્તર 536.70 રૂપિયાના સ્તર પર પહોંચ્યા પછી ટાટા મોટર્સના શેરના ભાવ પ્રોફિટ-બુકિંગના દબાણ હેઠળ છે. રાકેશ ઝુનઝુનવાલાના શેરમાં 500 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર તૂટ્યા બાદ બ્રેકડાઉન બાદ અને કરેક્શન જોવા મળ્યું. શેર બજારના એક્સપર્ટના મતે ઑટો સેક્ટરના દિગ્ગજ કંપનીના બીજા ક્વાર્ટરના નબળા પરિણામોને કારણે આવું બન્યું છે. જો કે, તેમણે કહ્યું છે કે ટાટા મોટર્સ એક ક્વાલિટી સ્ટૉક છે અને હાલમાં COVID-19 લૉકડાઉન અને સમગ્ર દેશમાં લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે તેના પરિણામો વર્ષ-દર-વર્ષ નબળી જોવા મળી રહી છે. તેમણે કહ્યું છે કે કરેક્શનને કારણે, સ્ટૉક ફરીથી નીચલા ભાવ ઉપલબ્ધ છે અને લાંબા સમય માટે સ્ટૉકને ખરીદવો જોઈએ.

ખરીદી ઓન ડીપ્સની રણનીતિ: Choice Brokingના સુમિત બગડિયાએ જણાવ્યું હતું કે, લોકોએ થોડા વધુ સેશન્સ સુધી રાહ જોવી જોઈએ કારણ કે સ્ટૉકમાં વધુ પ્રોફિટ-બુકિંગ જોવા મળી શકે છે. પરંતુ, ટાટા મોટર્સના શેરને 440ના સ્તર પર મજબૂત સપોર્ટ છે અને અહીંથી આ સ્ટૉકમાં કોઈપણ ડાઉનસાઈડને ખરીદીની તક તરીકે જોવી જોઈએ. જો કોઈ લેવો છે તો આ સ્ટૉકને ₹440નો સ્ટૉપલોસની સાથે ₹500ના શૉર્ટથી મીડિયમ ટર્મના લક્ષ્ય માટે ખરીદી શકે છે.

ShareIndiaના રવિ સિંઘે લાંબા ગાળાના રોકાણકારોને કેટલાક વધુ કરેક્શન માટે રાહ જોવાની સલાહ આપતા કહ્યું કે, ટાટા મોટર્સના શેરના ભાવ ₹500ના સ્તરને લગભગ બ્રેક કરી છે અને હાલ માં ₹536.70ના ઉચ્ચ સ્તરના સ્વિંગ બાદ દબાણમાં જોવા મળે છે. આ સ્ટૉકના ઘટાડાએ પણ દેનિક ચાર્ટ પર સર્પોટિવ વૉલ્યૂમ પણ દેખાયું જેનાથી સંકેત મળે છે કે શૉર્ટ ટર્મમાં દબાણ યથાવત રહેશે. તેમણે આગળ કહ્યું કે સ્ટૉકને 430 રૂપિયાથી 440 રૂપિયાના સ્તર પર મજબૂત સપોર્ટ છે તેમા માટે આ સ્ટૉકમાં આ સ્તરોની આસપાસ લાંગા ગાળા માટે ખરીદીવું જોઇએ.

મિન્ટમાં છપાયેલા સમાચાર મુજબ જુલાઇથી સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર માટે ટાટા મોટર્સની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીમાં 3,67,50,000 શેર અથવા 1.11 હિસ્સો છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Share Market Live Update: Nifty 17,800 ની આસપાસ, Sensex 400 અંક તૂટ્યો, IT લપસ્યા, Metals શેર ચમક્યા Share Market Live Update: Nifty 17,800 ની આસપાસ, Sensex 400 અંક તૂટ્યો, IT લપસ્યા, Metals શેર ચમક્યા
હવે બેન્કિંગ શેરોના હાથમાં હશે બજારની લીડરશિપ, જાણો આજના Top Pics જેમાં Intraday માં થઈ શકે છે જોરદાર કમાણી હવે બેન્કિંગ શેરોના હાથમાં હશે બજારની લીડરશિપ, જાણો આજના Top Pics જેમાં Intraday માં થઈ શકે છે જોરદાર કમાણી
કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ
Omicron LIVE Updates: ઓમીક્રોનના કેસ 10,000 ની નજીક પહોંચ્યા, જાણો પૂરી ડિટેલ Omicron LIVE Updates: ઓમીક્રોનના કેસ 10,000 ની નજીક પહોંચ્યા, જાણો પૂરી ડિટેલ
દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી