સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

01 ડિસેમ્બર 2021, 11:26 AM

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ઓમિક્રોન વેરિયન્ટ પર હાલની વેક્સિન કેટલી અસરકારક છે તે અંગેની ચિંતા બનતા ક્રૂડની કિંમતો પર દબાણ બન્યું, બ્રેન્ટના ભાવ ફરી 71 ડૉલરની પાસે પહોંચતા દેખાયા, સાથે જ નવા વેરિયન્ટના કારણે લોકડાઉનના ભયની પણ અસર કિંમતો પર જોવા મળી રહી છે. જો કે NYMEX ક્રૂડમાં શોર્ટ કવરિંગના કારણે આશરે 2%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો બજારની નજર હવે OPEC+ની બેઠક પર છે જેમા ઉત્પાદન કાપ પર નિર્ણય લેવાઈ શકે છે.

નેચરલ ગેસમાં અડધા ટકાના ઘટાડા સાથે 345ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

આજે સ્થાનિક બજારમાં સોનાની કિંમતોમાં મજબૂતી જોવા મળી, પણ ફેડના નિવેદન બાદ કિંમતો એક મહિનાના નીચલા સ્તરની પાસે છે, COMEX પર 1779 ડૉલરના સ્તર જોવા મળ્યા. અમેરિકાના ખરાબ કન્ઝ્યુમર કોન્ફિડન્સના આંકડાથી સોનાની કિંમતોને નીચલા સ્તરેથી સપોર્ટ મળી રહ્યો છે.

ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે ચાંદીની કિંમતો પર દબાણ બન્યું, ગઈકાલે ભાવ ઘટીને 7 સપ્તાહના નીચલા સ્તરની પાસે પહોંચતા દેખાયા, આજે પણ વૈશ્વિક બજારમાં 23 ડૉલરની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. ઓમીક્રોનના પગલે ઇન્ડસ્ટ્રીયલ માગ ઘટવાના ભયથી કિંમતો પર પ્રેશર બનતું દેખાઈ રહ્યું છે.

ચાઈનાના મજબૂત PMI આંકડાઓના કારણે LME સાથે સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં રિકવરી જોવા મળી, ગઈકાલે MCX પર ઝીંકમાં આશરે 1 ટકાની તેજી જોવા મળી હતી, આજે લગભગ પા થી અડધા ટકાની મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.

સોયાબીનમાં સતત બે દિવસના દબાણ બાદ આજે રિકવરી જોવા મળી, વાસ્તવમાં પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રી અસોસિએશને સરકાર પાસે સોયા DOCના ઇમ્પોર્ટનો સમય વધારવાની માગ કરી છે, જે બાદ સોયાબીનમાં સતત દબાણ દેખાઈ રહ્યું હતું. જોકે પોલ્ટ્રીની માગ પર SOPA એટલે કે સોયાબીન પ્રોસેસર્સ અસોસિએશન ઓફ ઇન્ડિયાએ વિરોધ પણ વ્યક્ત કર્યો છે.

હવે વાત કરીએ એગ્રી કૉમોડિટીઝની, સતત બે દિવસની નરમાશ બાદ સોયાબીનમાં રિકવરી, ncdex પર આશરે 1 ટકાનો ઉછાળો જોવા મળ્યો, સોયા ઓઈલમાં પણ તેજી રહી, પણ મસાલા પેકમાં ધાણાની કિંમતોમાં અડધા ટકાની રિકવરી રહી, જ્યારે હળદર અને જીરામાં નરમાશ સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Share Market Live Update: Nifty 17,800 ની આસપાસ, Sensex 400 અંક તૂટ્યો, IT લપસ્યા, Metals શેર ચમક્યા Share Market Live Update: Nifty 17,800 ની આસપાસ, Sensex 400 અંક તૂટ્યો, IT લપસ્યા, Metals શેર ચમક્યા
હવે બેન્કિંગ શેરોના હાથમાં હશે બજારની લીડરશિપ, જાણો આજના Top Pics જેમાં Intraday માં થઈ શકે છે જોરદાર કમાણી હવે બેન્કિંગ શેરોના હાથમાં હશે બજારની લીડરશિપ, જાણો આજના Top Pics જેમાં Intraday માં થઈ શકે છે જોરદાર કમાણી
કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ
Omicron LIVE Updates: ઓમીક્રોનના કેસ 10,000 ની નજીક પહોંચ્યા, જાણો પૂરી ડિટેલ Omicron LIVE Updates: ઓમીક્રોનના કેસ 10,000 ની નજીક પહોંચ્યા, જાણો પૂરી ડિટેલ
દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી