સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Reliance Jio: જિયો ગ્રાહકોને આજથી લાગશે ઝટકો, આટલા મોંઘા થયા તમામ પ્રીપેડ રિચાર્જ પ્લાન

01 ડિસેમ્બર 2021, 11:07 AM

Reliance Jio: જિયો ગ્રાહકોને આજથી લાગશે ઝટકો, આટલા મોંઘા થયા તમામ પ્રીપેડ રિચાર્જ પ્લાન

Reliance Jio: આજથી જિયો ગ્રાહકોને ઝટકો લાગવાનો છે. રિલાયન્સ જિયો (reliance Jio)એ પણ તેના પ્રીપેડ ટેરિફ પ્લાનના દરમાં વધારો કર્યો છે. આ પ્લાન આજથી એટલે કે 1 ડિસેમ્બરથી મોંઘા થઈ જશે. હવે તમારે જૂના રિચાર્જ પ્લાનની સરખામણીમાં રિચાર્જ કરવા માટે 16 રૂપિયાથી લઇને 480 રૂપિયા સુધી એક્સ્ટ્રા ચૂકવણી કરવી પડશે.

રિલાયન્સ જિયો પ્રીપેડ પ્લાન

28 દિવસથી લઇને 365 દિવસના તમામ વર્તમાન પ્લાનની સાથે ટોપ અપ રિચાર્જ પ્લાનમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. 28 દિવસ માટે વેલિડ રહેવા વાળો પ્લાન 75 રૂપિયાને બદલે 91 રૂપિયાનો થઈ ગયો છે. 129 રૂપિયાથી શરૂ થતા અનલિમિટેડ ડેટા પ્લાન માટે હવે 28 દિવસ માટે 2GB ડેટા સાથે 155 રૂપિયા છે. 24 દિવસ માટે 149 રૂપિયાનો 1GB ડેટા પ્રતિ દિવસનો પ્લાન 179 રૂપિયા થઈ ગયો છે.

આટલા મોંઘ થયા જિયોના પ્લાન

199 રૂપિયાનું રિચાર્જ જેની વેલિડિટી 28 દિવસ હતી તે 239 રૂપિયા થઈ ગયું છે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. 2 જીબી ડેટા/દિવસ 28 દિવસના પેક માટે 299 રૂપિયા છે. 399 રૂપિયાનો 56 દિવસનો પ્લાન જે 1.5GB ડેટા/દિવસ સાથે આવે છે, વધીને 479 કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, 56 દિવસ વાળા 2GB ડેટા/ડે પેક વર્તમાન 444 રૂપિયાથી 533 રૂપિયા થઈ ગયો છે.

329 રૂપિયાનો 84 દિવસનો પેક પૂરા સમય માટે 6GB ડેટા સાથે કુલ ડેટા સાથે 395 રૂપિયા થઈ ગયો છે. હવે 555 રૂપિયાનો પ્લાન 666 રૂપિયાનો થઈ ગયો છે. તેમાં 84 દિવસ માટે દરરોજ 1.5GB ડેટા મળશે. 2GB દૈનિક પેક 599 થી 719 સુધી જશે.

વર્ષનું પ્લાન થયું મોંધુ

જ્યારે 1299ના 336 દિવસના પેકને 24GB ડેટા વાળા 1,559 રૂપિયા સુધી વધારવામાં આવે છે. જ્યારે 2,399નું વાર્ષિક રિચાર્જ 2,879 રૂપિયા થઈ ગયું છે, જેમાં દરરોજ 2GB ડેટા મળે છે.

ટોપઅપ પ્લાન થયો મોંઘા

51 રૂપિયાનું ટોપ અપ પેક અનુક્રમે 61 રૂપિયા, 101 રૂપિયા વાળા પેકથી 121 રૂપિયા અને 251 રૂપિયાથી વધીને 301 રૂપિયા થઈ ગયું છે. આમાં અનુક્રમે 6GB, 12GB અને 50GB ડેટા ઉપલબ્ધ છે.

એરટેલ વોડાફોન આઈડિયાએ પહેલાથી જ વધારી દીધા છે રેટ

એરટેલ અને વોડાફોન આઈડિયાએ ગયા સપ્તાહ પ્રીપેડ પ્લાનના દરમાં વધારો કર્યો છે. હવે આવતીકાલથી એટલે કે 1 ડિસેમ્બરથી જિયો (Jio) પોતાના પ્લાનને મોંઘા કરી દેશે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Share Market Live Update: Nifty 17,800 ની આસપાસ, Sensex 400 અંક તૂટ્યો, IT લપસ્યા, Metals શેર ચમક્યા Share Market Live Update: Nifty 17,800 ની આસપાસ, Sensex 400 અંક તૂટ્યો, IT લપસ્યા, Metals શેર ચમક્યા
હવે બેન્કિંગ શેરોના હાથમાં હશે બજારની લીડરશિપ, જાણો આજના Top Pics જેમાં Intraday માં થઈ શકે છે જોરદાર કમાણી હવે બેન્કિંગ શેરોના હાથમાં હશે બજારની લીડરશિપ, જાણો આજના Top Pics જેમાં Intraday માં થઈ શકે છે જોરદાર કમાણી
કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ
Omicron LIVE Updates: ઓમીક્રોનના કેસ 10,000 ની નજીક પહોંચ્યા, જાણો પૂરી ડિટેલ Omicron LIVE Updates: ઓમીક્રોનના કેસ 10,000 ની નજીક પહોંચ્યા, જાણો પૂરી ડિટેલ
દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી