સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

બજારમાં તેજી વધી, Nifty 17200ની આસપાસ, નવેમ્બરમાં GST કલેક્શન 1.31 લાખ કરોડ રૂપિયા રહ્યું

01 ડિસેમ્બર 2021, 09:22 AM

બજારમાં તેજી વધી, Nifty 17200ની આસપાસ, નવેમ્બરમાં GST કલેક્શન 1.31 લાખ કરોડ રૂપિયા રહ્યું

02:56 PM

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ (Petrol and Diesel) પરની એક્સાઈઝ ડ્યુટી (Excise duty)થી મહામારીના દોર વર્ષ 2020-2021માં બે ગુણોથી વધુ 3.72 લાખ કરોડ રૂપિયા કમાવ્યા છે. જેમાં રાજ્ય સરકારોને 20,000 કરોડ રૂપિયાથી ઓછી રકમ આપવામાં આવી છે. મંગળવારે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં નાણા રાજ્ય મંત્રી (Minister of State for Finance) પંકજ ચૌધરી (Pankaj Chaudhary)એ આ જાણકારી આપી.

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ એક સવાલના જવાબમાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાંથી સરકારે 2020-21 (એપ્રિલ 2020 થી માર્ચ 2021 સુધી)માં 3.72 લાખ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. ઈંધણ પર લાગવા વાળા ટેક્સથી વધારો થયો છે.

02:48 PM

IRCTCના શેરોમાં આજે સતત ત્રીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ટ્રાડેમાં આજે આ શેર 4 ટકાથી વધુ ભાગ્યો છે. ગયા સપ્તાહના માર્કેટ કડાકા બાદ આજે બજાર સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળી રહ્યો છે અને બજાર લીલી નિશાનમાં છે. તેની અસર આજે IRCTCના શેર પર પણ જોવા મળી રહી છે.

કોવિડ-19ના નવા વેરિઅન્ટના સમાચાર આવ્યા પછી મિડકેપ શેરોમાં IRCTCને જોરદાર ફટકો પડ્યો હતો અને તે મિડકેપ સ્પેસમાં સૌથી મોટી ખોટમાંનો એક હતો. 18 નવેમ્બરની પીકથી અત્યાર સુધી આ સ્ટૉકમાં 30 ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા 3 ટ્રેડિંગ દિવસોમાં આ સ્ટૉકમાં સતત તેજી જોવા મળી છે. મંગળવાર એટલે કે પણ આ શેર 5 ટકા ભાગ્યો હતો.

02:26 PM

આનંદ રાઠીના મેહુલ કોઠારીનો બજાર પર અભિપ્રાય

આનંદ રાઠીના મેહુલ કોઠારીએ બજાર પર અભિપ્રાય આપતાં જણાવ્યું હતું કે બજારમાં માર્ચના ઘટાડા પછી નિફ્ટીમાં જે બુલરન જોવા મળી છે ત્યારે તે પણ અમને કોઈ ઘટાડો જોઈ તો તે ઘટાડો 8 થી 10 ટકાની વચ્ચે રહી છેલ્લા ત્રણ વખતનો સૌથી મોટા ઘટાડા પર નજર કરીએ તો તે ઘટાડો 10 ટકાથી વધુ જોવા નતી મળ્યો. આ વખતે ઘટાડો 9.75 ટકાની નજીક દેખાઈ રહ્યો છે.

નિફ્ટીમાં અમે જે 16780નું લેવલ જોવા મળ્યું, તેમાં મજબૂત સપોર્ટ છે અને ત્યાંથી બાઉન્સની શક્યતા છે. જો કે, ઉપરની તરફ જ્યાં સુધી નિફ્ટી 17400ના લેવલને હોલ્ડ નથી કરે છે જ્યારે
જ્યારે સુધી તે 18000ના લેવલ સુધી જવાની શક્યતા ઓછી રહેશે. જો પાછું 18000ના લવલને પરત સ્પર્શવી હોય તો 17400ના લેવલને બ્રેક કરીને તેની ઉપર રહેવું જરૂરી છે.

02:17 PM

નવેમ્બર 2021માં રેકોર્ડ GST કલેક્શન

નવેમ્બર મહિનામાં ગ્રૉસ GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) કલેક્શન 1,31,526 કરોડ રૂપિયા રહ્યા. આ છેલ્લા મહિનામાં એટલે કે ઓક્ટોબર 2021માં કરવામાં આવેલા જીએસટી કલેક્શન કરતાં ઘણું વધારે છે. સાથે જ આ વર્ષ 2017 માં જીએસટી લાગુ થયા પછી આ અત્યાર સુધીના બીજો સૌથી મોટું કલેક્શન છે. નવેમ્બર 2021 માં જીએસટી કલેક્શન, પાછલા વર્ષના આ મહિનામાં કલેક્ટ કરવામાં આવેલી રકમ કરતાં લગભગ 25 ટકા અને પાછલા વર્ષના સમાન મહિના કરતાં લગભગ 27 ટકા વધુ છે.

01:47 PM

M&M NOV AUTO SALES (YoY)।

નવેમ્બરમાં કુલ વેચાણ વર્ષના આધાર પર 42,731 થી ઘટીને 40,102 યુનિટ પર રહી છે. નવેમ્બર એક્સપોર્ટ 90 ટકા વધીને 3,101 યુનિટ રહી છે. ઘરેલૂ SUVનું વેચાણ વર્ષના આધાર પર 8 ટકા વધીને 19,384 યુનિટ રહી છે. કુલ ટ્રેક્ટરનું વેચાણ વર્ષના આધાર પર 15 ટકા ઘટીને 27,681 યુનિટ રહી છે. ઘરેલૂ ટ્રેક્ટરનું વેચાણ 17 ટકા ઘટીને 26,094 યુનિટ પર રહી છે.

01:31 PM

NOV AUTO SALES Tata motors

નવેમ્બરમાં Tata motorsનું કુલ વેચાણ 25 ટકા વધીને 62,192 યુનિટ રહી છે. આ સમયગાળા દરમિયાન કંપનીનું કુલ ઘરેલૂ વેચાણ વર્ષના આધાર પર 21 ટકા વધીને 58,073 યુનિટ પર રહી છે. કંપનીનું CV વેચાણ વર્ષના આધાર પર 15 ટકા વધીને 32,245 યુનિટ પર રહી છે. નવેમ્બરમાં કંપનીના ઘરેલૂ કારનું વેચાણ 38 ટકા વધીને 29,778 યુનિટ પર રહી છે, જ્યારે EVનું વેચાણ વર્ષના આધાર પર 324 ટકા વધીને 1,751 યુનિટ પર રહી છે. જ્યારે CV એક્સપોર્ટ વર્ષના આદાર પર 124 ટકા વધીને 3,950 યુનિટ રહી છે.

01:17 PM

NOV AUTO SALES - TVS Motor

નવેમ્બર મહિનામાં કંપનીનું કુલ વેચાણ વર્ષના આધાર પર 17.2 ટકા ઘટીને 2.72 લાખ યુનિટ પર રહી છે જે ગયા વર્ષના નવેમ્બર મહિનામાં 3.22 લાખ યુનિટવ પર રહી હતી. નવેમ્બર મહિનામાં કંપનીના ટુ વ્હીલરના વેચાણમાં વર્ષના આધાર પર 29 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન કંપનીએ 1.75 લાખ યુનિટ્સનું વેચ્યા છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં કંપનીએ 2.47 લાખ યુનિટ્સનું વેચાણ થયું હતું.

જોકે નવેમ્બર મહિનામાં કંપનીનું એક્સપોર્ટમાં વર્ષના આધાર પર 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીએ નવેમ્બરમાં 96,000 યુનિટનો એક્સપોર્ટ કર્યો છે જે ગયા વર્ષના નવેમ્બર મહિનામાં કંપનીએ 74,074 યુનિટના એક્યપોર્ટ કર્યો હતો.

12:34 PM

સરકારે તેના અધિકારીક નિવેદનમાં કહ્યું કે જાન્યુઆરી સુધીમાં BEML માટે નાણાકીય બિડની અપેક્ષિત છે. SCI માટે નાણાકીય બિડ 15 જાન્યુઆરી સુધી શક્ય છે. SCI માટે ડ્યૂ ડિલિજન્સ એડવાન્સ સ્ટેજમાં છે. 2 સપ્તાહમાં પવન હંસ માટે બિડ શક્ય છે. 2 સપ્તાહમાં Neelachal ispat માટે બિડ શક્ય છે.

12:27 PM

રેલ્વે મંત્રીએ કહ્યું છે કે CONCORને 6,000 કન્ટેનરનો ઓર્ડર મળ્યો છે. CONCORના ઘરેલૂ કંપનીઓ પાસેથી 6,000 કન્ટેનર માટે ઑર્ડર મળ્યા છે. જ્યારે BHELથી 1,000 કન્ટેનરનો ઑર્ડર મળ્યો છે જ્યારે MAZAGON DOC તરફથી 1,000 કન્ટેનરનો ઑર્ડર મળ્યો છે.

12:24 PM

ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ PMIએ નવેમ્બરમાં હિટ કર્યો 10 મહિનાના હાઇ, માંગમાં સુધારો બતાવી અસર

નવેમ્બર મહિનામાં ભારતમાં ઉત્પાદન ગતિવિધિયો છેલ્લા 10 મહિનામાં સૌથી ઝડપી ગતિએ વધી છે. માંગમાં આવતી મજબૂતી અને બજાર સ્થિતિયોમાં સુધારો થવાને કારણે કંપનીઓએ તેમની ઇનપુટ બાઇન્ગમાં વધારો કર્યો છે. જેના કારણે PMI ઈન્ડેક્સમાં જોરદાર વધારો જોવા મળ્યો છે.

IHS Markit દ્વારા જારી આંકડાથી ખબગ પડી કે પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) ઓક્ટોબરમાં 55.9 થી વધીને નવેમ્બરમાં 57.6 પર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે 50 થી ઉપરનો PMI આંકડા આ વાતના સંકેત થયા છે કોઇ ઇકોનૉમીમાં આર્થિક ગતિવિધિઓ તેજી આવી રહી છે. જ્યારે જો PMI ઇન્ડેક્સ 50 થી નીચે છે તો તે ઇકોનૉમી ગતિવિધિયોમાં ઘટાડાના સંકેચ રહે છે.

12:08 PM

સીએનબીસી-બજારના EXCLUSIVE સમાચાર મુજબ, આજે વન ટાઇમ સ્પેક્ટ્રમ ચાર્જ પર નિર્ણય શક્ય છે. Airtel અને Vodafone Ideaને રાહત મળશે. 40,000 કરોડના ચાર્જિસ પર ફરી વિચાર શક્ય છે. કંપનીઓ પર રેટ્રોસ્પેક્ટિવ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. કેબિનેટ OTSCની સમીક્ષા પર નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી આવતીકાલે થશે.

11:52 AM

આ મલ્ટીબેગર પેની સ્ટૉકે 8 મહીનામાં આપ્યુ 7000% રિટર્ન

Multibagger stock: અક્સર પેની સ્ટૉક શેર બજાર રોકાણકારો માટે ઘણા જોખમ ભરેલા હોય છે કારણ કે તેમાં લિક્વિડિટી ઘણી ઓછી હોય છે. કોઈ પણ એક મહત્વનું ટ્રિગર આ રીતે હોય છે. કોઈ પણ મહત્વના ટ્રિગર આ રીતના સ્ટૉકમાં મોટુ ઉલટ ફેર કરવાની ક્ષમતા રાખે છે પંરતુ કોવિડ-19 ની બાદ બજારમાં આવેલા ભારી વેચવાલીની બાદ તમામ પેની સ્ટૉક એવા રહ્યા છે જેમણે પોતાના શેરધારકોને મલ્ટીબેગર રિટર્ન આપ્યુ છે. Gopala Polyplast આ રીતનો એક સ્ટૉક છે.

નાણાકીય વર્ષ 2022 માં Gopala Polyplast ના શેર પ્રાઈઝ 9.10 રૂપિયા (બીએસઈ પર 31 માર્ચ 2021 ની ક્લોઝિંગ પ્રાઈઝ) થી વધીને 650 રૂપિયા પર આવી ગયા છે. 8 મહીનામાં આ સ્ટૉકમાં 70 ગણાની તેજી જોવાને મળી છે.

11:38 AM

બજારમાં તેજી વધી છે. બજાર દિવસના ઉપરી સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીના 50 માંથી 41 શેરોમાં ખરીદી જોવા મળી રહી છે, જ્યારે સેન્સેક્સના 30 માંથી 27 શેરોમાં તેજી હાવી છે. બેન્ક નિફ્ટીના તમામ 12 શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. ઑટો, મેટલ અને IT શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બેન્કિંગ, રિયલ્ટી શેરોમાં તેજી આવી છે.

11:35 AM

ગઈકાલે આ શેરોમાં જોવા મળી સૌથી વધુ હલચલ, જાણો આ શેરો પર હવે શું છે chartviewindia.in ની મજહર મોહમ્મદની સલાહ

Metropolis Healthcare - જે રોકાણકારોની પાસે આ શેર છે તે તેમાં બની રહો. તેના માટે 3,060 રૂપિયાના સ્ટૉપલૉસ જરૂર લગાવો. ત્યાં જો નવી ખરીદી કરવા ઈચ્છે છે તો તે આ સ્ટૉકને 3,400 ની ઊપર બંધ થવાની રાહ જુઓ. આગળ અમે આ સ્ટૉકમાં 3,850 રૂપિયા સુધીનું સ્તર જોવાને મળી શકે છે.

Talbros Automotive Components - જેમની પાસે આ શેર છે તેઓએ ₹357ના પ્રારંભિક લક્ષ્યાંક માટે આ સ્ટોકમાં રહેવું જોઈએ જ્યારે નવી ખરીદી માટે ₹311 -304 ની આસપાસ પહોંચવાની રાહ જોવી જોઈએ. આ ખરીદી માટે ₹290 નો સ્ટોપ લોસ રાખવાની ખાતરી કરો.

Gujarat State Petronet - જેઓ આ સ્ટોક ધરાવે છે તેઓએ ₹299 થી નીચેના સ્ટોપલોસ સાથે આ સ્ટોકમાં રહેવું જોઈએ. બીજી તરફ, નવી ખરીદી માટે તે ₹321 થી ઉપર બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ. આ સ્ટૉકમાં 347 રૂપિયાનો ટાર્ગેટ સરળતાથી જોઈ શકાય છે.

Power Grid Corporation of India - આ શેરને હવે ₹210ની આસપાસ પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે. એકવાર આ લેવલ તૂટે તો તેમાં 221 રૂપિયાનું લેવલ જોવા મળે છે. જેમની પાસે આ સ્ટોક છે, તેઓ જોડાયેલા રહેજો. વર્તમાન સ્તરે નવી ખરીદી પણ થઈ શકે છે. આ માટે ₹197નો સ્ટોપલોસ મૂકો.

11:06 AM

TATA MOTORSના શેરમાં શું કરવું, જાણો એક્સપર્ટનો અભિપ્રાય

તેના 52-સપ્તાહની ઉચ્ચ સ્તર 536.70 રૂપિયાના સ્તર પર પહોંચ્યા પછી ટાટા મોટર્સના શેરના ભાવ પ્રોફિટ-બુકિંગના દબાણ હેઠળ છે. રાકેશ ઝુનઝુનવાલાના શેરમાં 500 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર તૂટ્યા બાદ બ્રેકડાઉન બાદ અને કરેક્શન જોવા મળ્યું. શેર બજારના એક્સપર્ટના મતે ઑટો સેક્ટરના દિગ્ગજ કંપનીના બીજા ક્વાર્ટરના નબળા પરિણામોને કારણે આવું બન્યું છે. જો કે, તેમણે કહ્યું છે કે ટાટા મોટર્સ એક ક્વાલિટી સ્ટૉક છે અને હાલમાં COVID-19 લૉકડાઉન અને સમગ્ર દેશમાં લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે તેના પરિણામો વર્ષ-દર-વર્ષ નબળી જોવા મળી રહી છે. તેમણે કહ્યું છે કે કરેક્શનને કારણે, સ્ટૉક ફરીથી નીચલા ભાવ ઉપલબ્ધ છે અને લાંબા સમય માટે સ્ટૉકને ખરીદવો જોઈએ.

Choice Brokingના સુમિત બગડિયાએ જણાવ્યું હતું કે, લોકોએ થોડા વધુ સેશન્સ સુધી રાહ જોવી જોઈએ કારણ કે સ્ટૉકમાં વધુ પ્રોફિટ-બુકિંગ જોવા મળી શકે છે. પરંતુ, ટાટા મોટર્સના શેરને 440ના સ્તર પર મજબૂત સપોર્ટ છે અને અહીંથી આ સ્ટૉકમાં કોઈપણ ડાઉનસાઈડને ખરીદીની તક તરીકે જોવી જોઈએ. જો કોઈ લેવો છે તો આ સ્ટૉકને ₹440નો સ્ટૉપલોસની સાથે ₹500ના શૉર્ટથી મીડિયમ ટર્મના લક્ષ્ય માટે ખરીદી શકે છે.

10:46 AM

નવેમ્બરમાં BAJAJ AUTOના કુલ વેચાણમાં 10 ટકાનો ઘટાડો થયો હતો પરંતુ આંકડા અનુમાન મુજબ જ રહ્યા છે. જ્યારે ESCORTSએ ગયા વર્ષની સરખામણીમાં નવેમ્બરમાં 30 ટકા ઓછા વાહનોનું વેચાણ કર્યું. AUTO NUMBERSથી પહેલા MARUTI, ASHOH LEYLAND અને TATA MOTORSમાં સારી ખરીદી જોવા મળી રહી છે.

10:24 AM

HCL TECH । JP MORGANએ HCL TECH પર Overweight રેટિંગ આપવામાં આવ્યું છે અને શેરનો લક્ષ્ય 1400 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે કંપની ત્રણ વર્ષ સુધી મજબૂત ડિમાન્ડ બન્યા રહેવાની આશા છે. જો કે, સપ્લાઇને લઇને સમસ્યાઓ હોઈ શકે છે.

10:06 AM

ફર્ટિલાઇઝર શેરો દોડ્યા, સબ્સિડીની આસથી એક્શન

ફર્ટિલાઇઝર શેરોમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહી છે. Chambal Fert, MADRAS FERTILISER, GNFC, NFL જેવા શેર 9 ટકા સુધી મકલ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર દોઢ લાખ કરોડથી વધુની સબ્સિડી આપવાની યોજના છે.

09:41 AM

NTPC | ભારતીય રેલ્વે વીજળી કંપનીની સબાયક કંપની નબીનગર થર્મલ પાવર પ્રોજેક્ટ (4X250 મેગાવોટ)ના 250 મેગાવોટની ક્ષમતાના યુનિટ-4નું કોમર્શિયલ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આનાથી એનટીપીસી ગ્રુપની વાણિજ્યિક ક્ષમતા વધીને 67,907.5 મેગાવોટ થશે.

09:31 AM

Strides Pharma Science | એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ (SBI Fund Management)એ 29 નવેમ્બરે ઓપન બજારમાં ટ્રાન્ઝેક્શન દ્વારા કંપનીમાં 66,400 ઇક્વિટી શેર વેચ્યા જેનાથી તેનું શેરહોલ્ડિંગ 5.50 ટકાથી ઘટાડીને 5.42 ટકા થયું હતું.

09:24 AM

TCS | કંપનીએ ટીસીએસ એસેસમેન્ટ એન્ડ માઈગ્રેશન ફેક્ટરી (TCS Assessment and Migration Factory), ટૂલ્સ, એક્સિલરેટર્સ અને સર્વિસેસ એક સેટ લોન્ચ કરી જે ગ્રાહકોને તેમના મેઈનફ્રેમ વર્કલોડને નવા એડબલ્યૂએસ મેઈનફ્રેમ મોડર્નાઈઝેશન (એમ 2) પ્લેટફૉર્મ પર સ્થાનાંતરિત કરવામાં સક્ષમ બને છે.

09:21 AM

Rail Vikas Nigam | કેપનીએ Kyrgyz Republicમાં Bishkekથી Karakechenskoyeને જોડવા માટે રેલવે કૉરિડોર પરિયોજનઓના વિકાસ માટે KYRGYZ Republic, Government of Kyrgyzstanના ઇકોનૉમિક પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સાથે કરાર કર્યું છે.

09:17 AM

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 57,727.54 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,170 ની પાર છે. જ્યારે સેન્સેક્સ 617 અંક વધ્યો અને નિફ્ટી 190 અંકો ઉછળો છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.91 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.88 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 617.08 અંક એટલે કે 1.08 ટકાના વધારાની સાથે 57681.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 190.30 અંક એટલે કે 1.12 ટકા ઉછળીને 17173.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑયલ એન્ડ ગેસ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક 0.29-1.44% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 1.17 ટકા ઘટાડાની સાથે 36,112.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રા, આઈશર મોટર્સ, એચડીએફસી, હિંડાલ્કો અને અદાણી પોર્ટ્સ 2.07-3.74 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં પાવરગ્રિડ 0.24 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં જેએસડબ્લ્યુ એનર્જી, ઑયલ ઈન્ડિયા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, હનીવેલ ઓટોમોટિવ અને મોતિલાલ ઓસવાલ 2.06-3.95 ટકા સુધી ઉછળા છે. જ્યારે ટોરેન્ટ ફાર્મા, ઈમામી, આરઈસી, ટોરેન્ટ પાવર અને ટીવીએસ મોટર 0.54-1.27 ટકા ઘટ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં ટેસ્ટી બાઈટ, એનએફએલ, કંટ્રોલ પ્રિન્ટ, ગુજરાત અપોલો અને હુહતામકી ઈન્ડિયા 6.41-11.45 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઓરમ પ્રોપટેક, મુકંડ, કેન્ટાબિલ રિટેલ, નહેર પોલિ ફિલ્મ અને આઈનોક્સ લિઝર 3.45-4.98 ટકા સુધી તૂટ્યા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ વાળી Metro Brandsમાં આવી 20% ની તેજી, Q3 પરિણામો પછી લગાવ્યો અપરસર્કિટ રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ વાળી Metro Brandsમાં આવી 20% ની તેજી, Q3 પરિણામો પછી લગાવ્યો અપરસર્કિટ
બજારમાં તેજીના ટ્રેન્ડ કાયમ, શૉર્ટ ટર્મમાં આ શેર તમને કરશે માલામાલ, બિલકુલ ના ચૂકશો નજર બજારમાં તેજીના ટ્રેન્ડ કાયમ, શૉર્ટ ટર્મમાં આ શેર તમને કરશે માલામાલ, બિલકુલ ના ચૂકશો નજર
BSE SME એક્સચેન્જે બજારને આપ્યા ઘણા માઇક્રો રાકેશ ઝુનઝુનવાલા અને ડૉલી ખન્ના, અત્યાર સુધી લિસ્ટ થઈ 359 BSE SME એક્સચેન્જે બજારને આપ્યા ઘણા માઇક્રો રાકેશ ઝુનઝુનવાલા અને ડૉલી ખન્ના, અત્યાર સુધી લિસ્ટ થઈ 359
Brightcom Group આવતા સપ્તાહે બોનસ શેર ઇશ્યુ કરવા પર કરેશે વિચાર, સ્ટૉકમાં આવી તેજી Brightcom Group આવતા સપ્તાહે બોનસ શેર ઇશ્યુ કરવા પર કરેશે વિચાર, સ્ટૉકમાં આવી તેજી
SEBIએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે SEBIએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે "અધિગ્રહણ" માટે આટલી રકમ એકત્ર કરશે કંપનીઓ