સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Yes Bank-Dish TV વિવાદ: સુપ્રિમ કોર્ટે Yes Bank ના વોટિંગ રાઈટ્સ ફ્રિઝ કરવાના UP પોલિસના નિર્ણય પર સ્ટે લગાવ્યો

30 નવેમ્બર 2021, 03:11 PM

Yes Bank-Dish TV વિવાદ: સુપ્રિમ કોર્ટે Yes Bank ના વોટિંગ રાઈટ્સ ફ્રિઝ કરવાના UP પોલિસના નિર્ણય પર સ્ટે લગાવ્યો

Yes Bank ને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે 30 નવેમ્બરના યૂપી પોલિસના તે નિર્ણય પર સ્ટે લગાવી દીધો જેમાં ડિશ ટીવીના અનુઅલ જનરલ મીટિંગમાં Yes Bank ના વોટિંગ રાઈટ્સને ફ્રીઝ કરી દીધા હતા. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે કોર્પોરેટ કેસમાં પોલીસની કાર્યવાહી અપવાદ છે અને આગળના આદેશો સુધી સ્ટે આપવામાં આવ્યો છે. બેન્ચે કહ્યું કે, અમે ગૌતમ બુદ્ધ નગરમાં બેઠેલા પોલીસ અધિકારીને શેરધારકોના વોટિંગ રાઇટ્સ રોકવાની મંજૂરી આપી શકીએ નહીં.  કોર્ટે કહ્યું "પોલીસે તે કર્યું છે જે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે અહીં કર્યું નથી".

Yes Bank ની પૈરવી કરી રહ્યા અભિષેક મનુ સિંઘવીએ આ મહિનાની શરૂઆતમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું યુપી પોલીસને Yes Bank ને મતદાન કરવાથી રોકવાનો અધિકાર છે. જ્યારે યુપી પોલીસે Yes Bank ના વોટિંગ રાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાની નોટિસ મોકલી ત્યારે સિંઘવીએ આરોપ લગાવ્યો કે આ નોટિસનો હેતુ ડિશ ટીવીના સૌથી મોટા રોકાણકાર Yes Bank ને વોટિંગ કરવાથી રોકવાનો છે.

જો ડિશ ટીવીના જનરલ સામાન્ય બેઠક (AGM) ના દરમ્યાન Yes Bank વોટિંગ કરે છે તો તે ડાયરેક્ટર્સના રીઅપ્વાઈનમેંટની સામે વોટ કરશે. બેન્કના એવા કરવાથી રોકવા માટે AGM થી પહેલા યૂપી પોલિસે Yes Bank ના વોટિંગ રાઈટ્સ રોકવાની નોટિસ મોકલશે.

Essel Group એ Yes Bank ની સામે જે કેસ કર્યો હતો આ વર્ષની શરૂઆતમાં જ તેને પાછો લઈ લીધો. જો કે આ કેસમાં દાખલ FIR ઓગસ્ટ 2020 થી જ ચાલી રહ્યા છે અને પોલિસે આ કેસમાં એક વર્ષ બાદ કાર્યવાહી કરી.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ વાળી Metro Brandsમાં આવી 20% ની તેજી, Q3 પરિણામો પછી લગાવ્યો અપરસર્કિટ રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ વાળી Metro Brandsમાં આવી 20% ની તેજી, Q3 પરિણામો પછી લગાવ્યો અપરસર્કિટ
બજારમાં તેજીના ટ્રેન્ડ કાયમ, શૉર્ટ ટર્મમાં આ શેર તમને કરશે માલામાલ, બિલકુલ ના ચૂકશો નજર બજારમાં તેજીના ટ્રેન્ડ કાયમ, શૉર્ટ ટર્મમાં આ શેર તમને કરશે માલામાલ, બિલકુલ ના ચૂકશો નજર
BSE SME એક્સચેન્જે બજારને આપ્યા ઘણા માઇક્રો રાકેશ ઝુનઝુનવાલા અને ડૉલી ખન્ના, અત્યાર સુધી લિસ્ટ થઈ 359 BSE SME એક્સચેન્જે બજારને આપ્યા ઘણા માઇક્રો રાકેશ ઝુનઝુનવાલા અને ડૉલી ખન્ના, અત્યાર સુધી લિસ્ટ થઈ 359
Brightcom Group આવતા સપ્તાહે બોનસ શેર ઇશ્યુ કરવા પર કરેશે વિચાર, સ્ટૉકમાં આવી તેજી Brightcom Group આવતા સપ્તાહે બોનસ શેર ઇશ્યુ કરવા પર કરેશે વિચાર, સ્ટૉકમાં આવી તેજી
SEBIએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે SEBIએ IPO સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, હવે "અધિગ્રહણ" માટે આટલી રકમ એકત્ર કરશે કંપનીઓ