સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Ratnamani Metals માં 7% ની તેજી, જાણો શું રહ્યું કારણ?

30 નવેમ્બર 2021, 01:07 PM

Ratnamani Metals માં 7% ની તેજી, જાણો શું રહ્યું કારણ?

30 નવેમ્બર એટલે કે આજના કારોબારમાં ઈંટ્રાડેમાં Ratnamani Metals and Tubes ના શેરોમાં 7 ટકાની તેજી જોવાને મળી. કંપનીને લગભગ 300 કરોડ રૂપિયાના નવા ઑર્ડર મળ્યા છે. જેનાથી આજે આ શેરને પંખ લાગતા નજર આવ્યા.

કંપનીની તરફથી આ બારામાં રજુ પ્રેસ રિલીઝના મુજબ તેને ઑયલ એન્ડ ગેસ સેક્ટરથી જોડાયેલા કુલ 297.87 કરોડ રૂપિયાના નવા ઘરેલૂ ઑર્ડર મળ્યા છે. આ ઑર્ડરની આપૂર્તિ ફેબ્રુઆરી 2022 થી જાન્યુઆરી 2023 ની વચ્ચે કરવાની છે.

તમને જણાવી દઈએ કે 23 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી અલગ-અલગ જગ્યાઓ પર સ્થિત કંપનીના કાર્યકાળ પર આવકવેરા વિભાગ દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ આ સ્ટૉકમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ અંગે માહિતી આપતા કંપનીએ જણાવ્યું હતું કે એક જવાબદાર કંપની તરીકે IT વિભાગના આ સર્ચ ઓપરેશન દરમિયાન કંપનીના તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ આવકવેરા વિભાગના અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપ્યો હતો અને તેમને તમામ જરૂરી દસ્તાવેજો પૂરા પાડ્યા હતા.

આ પ્રેસ વિજ્ઞપત્તિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિભાગની આ કાર્યવાહીથી કંપનીના વર્તમાન અને ભવિષ્યના વ્યવસાય પર કોઈ અસર થશે નહીં. કંપની કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચ ધોરણોનું પાલન કરી રહી છે અને તેમ કરવાનું ચાલુ રાખશે.

હાલમાં 11:30 વાગ્યે આ શેર એનએસઈ પર 107.95 રૂપિયા 5.29 ટકાના વધારાની સાથે 2147.70 રૂપિયાની આસાપસ કારોબાર કરી રહ્યા છે. જ્યારે બીએસઈ પર આ શેર 126.70 રૂપિયા 6.25 ટકાની મજબૂતીની સાથે 2153 ની આસપાસ જોવામાં આવી રહ્યા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Share Market Live Update: Nifty 17,800 ની આસપાસ, Sensex 400 અંક તૂટ્યો, IT લપસ્યા, Metals શેર ચમક્યા Share Market Live Update: Nifty 17,800 ની આસપાસ, Sensex 400 અંક તૂટ્યો, IT લપસ્યા, Metals શેર ચમક્યા
હવે બેન્કિંગ શેરોના હાથમાં હશે બજારની લીડરશિપ, જાણો આજના Top Pics જેમાં Intraday માં થઈ શકે છે જોરદાર કમાણી હવે બેન્કિંગ શેરોના હાથમાં હશે બજારની લીડરશિપ, જાણો આજના Top Pics જેમાં Intraday માં થઈ શકે છે જોરદાર કમાણી
કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ
Omicron LIVE Updates: ઓમીક્રોનના કેસ 10,000 ની નજીક પહોંચ્યા, જાણો પૂરી ડિટેલ Omicron LIVE Updates: ઓમીક્રોનના કેસ 10,000 ની નજીક પહોંચ્યા, જાણો પૂરી ડિટેલ
દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી