સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Nykaaના 4,000 કરોડ રૂપિયાના IPOને સેબીથી મળી મંજૂરી: સૂત્રો

14 ઓક્ટોબર 2021, 05:13 PM

Nykaaના 4,000 કરોડ રૂપિયાના IPOને સેબીથી મળી મંજૂરી: સૂત્રો

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ Nykaaના 4,000 કરોડ રૂપિયાના આઈપીઓને મંજૂરી આપી છે. CNBC-18એ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે.

ઑનલાઈન બ્યુટી રિટેલ સ્ટાર્ટઅપ Nykaaના વેલ્યુએશન આ આઈપીઓ માટે 40,000 કરોડ રૂપિયા હોઈ શકે છે. નાયકા તેના આ આઈપીઓમાં ફ્રેશ ઇશ્યૂ દ્વારા 525 કરોડ રૂપિયા એકત્ર કરશે. આ સિવાય આ આઈપીઓમાં 4.31 કરોડ શેરના ઑફર ખૉર સેલ પણ હશે.

આ આઈપીઓમાં ઉભા થનારા 4,000 કરોડ રૂપિયા માંથી મોટા ભાગના પૈસાનો ઉપયોગ પોતાનો હિસ્સો વેચી હાલના શેરધારકોને ચૂકવવા માટે કરવામાં આવશે. આ આઈપીઓમાં સંજય નાયર, TPG, Lighthouse અને Sunil Munjal જેવા શેરધારકો પોતાનો હિસ્સો વેચશે.

નાયકા તેના પ્રકારની આ ખાસ સ્ટાર્ટઅપ છે જે આઈપીઓ માર્કેટમાં દસ્તક આપવા જઈ રહી છે. અત્યાર સુધીના આઈપીઓ લાવનાર આ પહેલી યુનિકૉર્ન છે જે જે નફામાં ચાલી રહી છે. આ સિવાય તે દેશની એકલી એવી નવી પેઢીની કંપની છે જેનું વેલ્યૂએશન અરબ ડૉલરમાં હોવા છતાં તેમાં પ્રમોટર ગ્રુપનો હિસ્સો અડધાથી વધુ છે.

નાયકાની સ્થાપના 2021 માં પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયર દ્વારા કરવામાં આવી હતી. કંપની બ્યુટી પ્રોડક્ટ વેચે છે. કંપની ઑનલાઈન વેચાણ ઉપરાંત રિટેલ આઉટલેટ્સ દ્વારા પણ વેચે છે. તેના રોકાણકારોમાં TPG And fidelity જોવા મોટા રોકાણકારો સામેલ છે.

નાયકાના પોર્ટફોલિયોમાં 15,000 થી વધુ બ્રાન્ડ્સ શામેલ છે. તેમાં Bobbi Brown,LOccitane અને Estee Lauder જેવા મોટા નામ પણ છે. દેશભરમાં કંપનીના 68 સ્ટોર છે. નાણાકીય વર્ષ 2022 માં કંપનીની આવક 1,860 કરોડ રૂપિયા રહી છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
RIL Q3 Result: નફો 41% વધીને 18,549 કરોડ રૂપિયા પર રહ્યો, અનુમાનથી સારા રહ્યા પરિણામ RIL Q3 Result: નફો 41% વધીને 18,549 કરોડ રૂપિયા પર રહ્યો, અનુમાનથી સારા રહ્યા પરિણામ
Reliance Jio Q3 Result: નફો 10% વધીને ₹3,615 કરોડ, આવક 3.3% વધીને ₹19,347 કરોડ Reliance Jio Q3 Result: નફો 10% વધીને ₹3,615 કરોડ, આવક 3.3% વધીને ₹19,347 કરોડ
Gainers & Losers: આ 5 શેરોમાં રહી સૌથી વધુ હલચલ, આવે કરીએ એક નજર Gainers & Losers: આ 5 શેરોમાં રહી સૌથી વધુ હલચલ, આવે કરીએ એક નજર
Paytmના શેર રેકૉર્ડ લો પર, IPO ઇનવેસ્ટર્સએ ગુમાવ્યા 10 અરબ ડૉલર Paytmના શેર રેકૉર્ડ લો પર, IPO ઇનવેસ્ટર્સએ ગુમાવ્યા 10 અરબ ડૉલર
તમે મોબાઈલમાંથી UMANG એપથી ઉપાડી શકો છો PF એડવાન્સ, EPFOએ કહ્યું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમે મોબાઈલમાંથી UMANG એપથી ઉપાડી શકો છો PF એડવાન્સ, EPFOએ કહ્યું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ