સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

SC એ પોતાના અધિકારિક ઈ-મેલથી પ્રધાનમંત્રીના ફોટા અને નારા હટાવાનો આપ્યો નિર્દેશ, જાણો પૂરો કેસ

25 સપ્ટેમ્બર 2021, 04:02 PM

SC એ પોતાના અધિકારિક ઈ-મેલથી પ્રધાનમંત્રીના ફોટા અને નારા હટાવાનો આપ્યો નિર્દેશ, જાણો પૂરો કેસ

સુપ્રીમ કોર્ટ (SC) એ શીર્ષ અદાલતના આધિકારિક ઈ-મેલમાં "બધાની સાથે, બધાનો વિકાસ" ના નારાની સાથે-સાથે પ્રધાનમંત્રીની છબી લગાવા પર કથિત વિવાદને સમાપ્ત કરવા માટે NIC એ આ છબી અને નારાને હટાવીને અને સુપ્રીમ કોર્ટની છબી લગાવાનું કહ્યુ છે. SC ના આધિકારિક ઈ-મેલમાં નીચેની તરફ નારાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબી લગાવામાં આવી હતી.

શીર્ષ અદાલતના સૂત્રોએ PTI ને જણાવ્યુ કે નારા અને છબી અજાણ્યામાં નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા મુકવામાં આવી હતી. NIC સર્વોચ્ચ અદાલતને ઈ-મેલ સેવા પૂરી પાડે છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોએ ભૂલથી વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો જે અજાણતા હતી.

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, મોડી સાંજે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીના ધ્યાનમાં આ બાબત લાવવામાં આવી હતી કે સર્વોચ્ચ અદાલતના સત્તાવાર ઈ-મેલમાં નીચે ફોટો છે, જેનો ન્યાયતંત્રની કામગીરી સાથે કોઈ સંબંધ નથી.

તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ઈ-મેલ દ્વારા તેમને છબી કાઢી નાખવાનો નિર્દેશ આપ્યો હતો, જે NIC એ તેમના સ્થાને સર્વોચ્ચ અદાલતની તસવીર લગાવી છે. એક અધિકારીએ ઈ-મેલનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો, જેમાં સ્લોગન અને વડાપ્રધાનના ચિત્રને બદલે કોર્ટનું ચિત્ર હતું.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
RIL Q3 Result: નફો 41% વધીને 18,549 કરોડ રૂપિયા પર રહ્યો, અનુમાનથી સારા રહ્યા પરિણામ RIL Q3 Result: નફો 41% વધીને 18,549 કરોડ રૂપિયા પર રહ્યો, અનુમાનથી સારા રહ્યા પરિણામ
Reliance Jio Q3 Result: નફો 10% વધીને ₹3,615 કરોડ, આવક 3.3% વધીને ₹19,347 કરોડ Reliance Jio Q3 Result: નફો 10% વધીને ₹3,615 કરોડ, આવક 3.3% વધીને ₹19,347 કરોડ
Gainers & Losers: આ 5 શેરોમાં રહી સૌથી વધુ હલચલ, આવે કરીએ એક નજર Gainers & Losers: આ 5 શેરોમાં રહી સૌથી વધુ હલચલ, આવે કરીએ એક નજર
Paytmના શેર રેકૉર્ડ લો પર, IPO ઇનવેસ્ટર્સએ ગુમાવ્યા 10 અરબ ડૉલર Paytmના શેર રેકૉર્ડ લો પર, IPO ઇનવેસ્ટર્સએ ગુમાવ્યા 10 અરબ ડૉલર
તમે મોબાઈલમાંથી UMANG એપથી ઉપાડી શકો છો PF એડવાન્સ, EPFOએ કહ્યું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમે મોબાઈલમાંથી UMANG એપથી ઉપાડી શકો છો PF એડવાન્સ, EPFOએ કહ્યું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ