સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

માત્ર 55 રૂપિયામાં મળશે 36000 રૂપિયાની પેન્શન, જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન

09 જુલાઈ 2021, 11:38 AM

માત્ર 55 રૂપિયામાં મળશે 36000 રૂપિયાની પેન્શન, જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન

અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો, મજૂરો, શ્રમિકો વગેરે માટે પ્રધાનમંત્રી શ્રમ યોગી મન ધન યોજના (PM Shram Yogi Man Dhan Yojna) કામની સાબિત થઈ શકે છે. આ યોજના રેહડી-પટરી લગાવા વાળી, રિક્ષાચાલકો, બાંધકામ કામદારો કરવા વાળા મજૂર અને એવા પ્રકારના અન્ય ઘણા કામોમાં રોકાયેલા અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે છે. આ તેમને તેમના વૃદ્ધા વસ્થાને સુરક્ષિત કરવામાં મદદ કરશે. સરકાર તમને પેન્શનની ગેરેન્ટી આપે છે.

55 રૂપિયા દર મહિને જમા કરાવવા પડશે

જો કોઈ 18 વર્ષની વયથી આ યોજનાને શરૂ કરે છે, તો તેણે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે. જ્યારે જે વ્યક્તિ 40 વર્ષની વયે આ સ્કીમ શરૂ કરશે તેને દર મહિને 200 રૂપિયા જમા કરાવવાના રહેશે. 60 વર્ષની વય સમાપ્ત થયા પછી તમને પેન્શન મળવાનું શરૂ થશે. 60 વર્ષ પછી તમને 3000 રૂપિયા દર મહિને એટલે કે 36000 રૂપિયા દર વર્ષે પેન્શન મળશે.

આધાર કાર્ડની જોઇએ

અરજી કરનાર વ્યક્તિ પાસે સેવિંગ બેન્ક અકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધારે નહીં હોવી જોઈએ.

અહીં થશે રજિસ્ટ્રેશન

કામદારોએ યોજના માટે કૉમન સર્વિસ સેન્ટર (CSC)માં પર નોંધણી કરાવી લેવી પડશે. ભારત સરકારે યોજના માટે વેબ પોર્ટલ બનાવ્યું છે. CSC સેન્ટરમાં પોર્ટલ પર કામદારોનું રજિસ્ટિરેશન કરાવી શકશે. આ સેન્ટર્સ દ્વારા ઑનલાઇન તમામ જાણકારી ભારત સરકારને જશે.

આપવી પડશે આ જાણકારી

નોંધણી માટે કાર્યકરને તેના આધાર કાર્ડ, બચત અથવા જન ધન બેન્ક ખાતાની પાસબુક, મોબાઇલ નંબરની જરૂર પડશે. આ સિવાય સંમતિ પત્ર આપવી પડશે જે તે બેન્ક બ્રાન્ચમાં પણ આપવાની રહેશે જ્યાં કામદારનું બેન્ક ખાતું હશે, ત્યારે તેના બેન્ક ખાતા માંથી પેન્શન માટે પૈસા કાપવામાં આવશે.

આ લઇ શકે છે સ્કીમનો ફોયદો

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન સ્કીમના હેઠળ કોઇ પણ અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલ કામગર જેની ઉંમર 40 વર્ષથી ઓછી છે અને કોઇ પણ સરકારી સ્કીમનો ફાયદો ન લઇ રહ્યો હોય, ત્યા તેનું ફાયદો ઉઠાવી શકો છો. આ સ્કીમમાં અરજી કરવા વાળા વ્યક્તિની માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

ટોલ ફ્રી નંબર પર મેળવો જાણકારી

સરકારે યોજના માટે મજૂર વિભાગના કાર્યાલય, LIC, EPFOને શ્રમિક સુવિધા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આ કચેરીઓમાં જઇને કામદારોની જાણકારી લઇ શકે છે. સરકારે યોજના માટે 18002676888 ટોલ ફ્રી નંબર જારી કર્યો છે. આ નંબરથી પણ યોજના વિશે જાણકારી મેળવી શકાય છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
નવેમ્બરમાં લગભગ 4% તૂટ્યું બજાર, જાણો કેવી રહી શકે છે તેની ચાલ નવેમ્બરમાં લગભગ 4% તૂટ્યું બજાર, જાણો કેવી રહી શકે છે તેની ચાલ
બજારના ઘટાડામાં બની રહ્યા ખરીદીની તકો, આ 4 નાના-મધ્યમ શેરોમાં થઈ શકે છે મજબૂત કમાણી બજારના ઘટાડામાં બની રહ્યા ખરીદીની તકો, આ 4 નાના-મધ્યમ શેરોમાં થઈ શકે છે મજબૂત કમાણી
Edelweiss Securities આ ફાર્મા સ્ટૉક પર ખરીદવાની સલાહ, શું તમે પણ કરવા માંગો છો રોકાણ Edelweiss Securities આ ફાર્મા સ્ટૉક પર ખરીદવાની સલાહ, શું તમે પણ કરવા માંગો છો રોકાણ
ટૉપ 5 Infrastructure mutual funds, જેમણે એક વર્ષમાં બમણા કરતાં વધારે કર્યા રોકાણકારોના પૈસા ટૉપ 5 Infrastructure mutual funds, જેમણે એક વર્ષમાં બમણા કરતાં વધારે કર્યા રોકાણકારોના પૈસા
Anand Rathi IPO: બે દિવસે સબ્સક્રિપ્શનના પછી જાણો શું ચાલી રહ્યું છે GMP, કેવી હશે લિસ્ટિંગ? Anand Rathi IPO: બે દિવસે સબ્સક્રિપ્શનના પછી જાણો શું ચાલી રહ્યું છે GMP, કેવી હશે લિસ્ટિંગ?