સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

હાલમાં બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે: યોગેશ ભટ્ટ

09 જુલાઈ 2021, 11:34 AM

હાલમાં બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે: યોગેશ ભટ્ટ

યોગેશ ભટ્ટનું કહેવુ છે કે હાલમાં બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. થર્ડ વેવને કારણે વૈશ્વિક અસર જોવા મળે તેવું અનુમાન. આ સ્તર પર ટકવા માર્કેટને મજબૂત પરિણામોની જરૂર. રોકાણકારોનો વિશ્વાસ ટકી રહે તે ખૂબ જરૂરી છે. 6-7 વર્ષમાં મોટા કરેક્શન આવ્યા છે. છેલ્લાં અમુક વર્ષોમાં સારા વળતર મળ્યા છે.

યોગેશ ભટ્ટના મતે સારા ફંડામેન્ટલવાળા સ્ટોકમાં રોકાણ કરતા રહેવું જોઈએ. હાલના માર્કેટમાં ધીરજ અને શિષ્ટતા રાખવી જરૂરી. નાના સેક્ટરમાં ઘણી એક્શન જોવા મળી છે. ટેક્સટાઈલ, કેમિકલ જેવા નાના સેક્ટરમાં સારા પ્રદર્શનની આશા છે. શુગરમાં સારી તેજી જોવા મળી છે. કોમોડિટીમાં સાયકલ ડાઉન હોય ત્યારે રોકાણ કરવું જોઈએ.

યોગેશ ભટ્ટનું માનવુ છે કે કોમોડિટીમાં ઉછાળો છે ત્યાં વેચવાલી કરી નફો બાંધવો જોઈએ. કેબિનેટનુ વિસ્તરણ માર્કેટની અપેક્ષા મુજબ થયું છે. હાલમાં સરકારનો અભિગમ રોજગાર નિર્માણ કરવાનો છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં સરકારના પગલાને લીધે માગ આવી. રિયલ એસ્ટેટનો સમય હવે શરૂ થયો છે. વર્ક ફ્રોમ હોમને કારણે પણ ઘરોની માગમાં વધારો થયો.

યોગેશ ભટ્ટના મુજબ રિયલ એસ્ટેટ રોકાણકારોના રડારમાં હોવું જોઈએ. EVની માગ ધીમે ધીમે વધી રહી છે. EVનું ચલણ આવતા 2-3 વર્ષ લાગશે. EVના વિકાસમાં સરકારી કંપનીઓ પણ ભાગ લેશે. કોર્પોરેટે છેલ્લા FYમાં દેવું ઓછું કરવા પર ભાર આપ્યું. આની સીધી અસર ક્રેડિટ ગ્રોથ પર અસર જોવા મળશે. NPAની ચિંતા વધતા પ્રોવિઝન વધતા દેખાશે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Market Live: બજારમાં વધારો, Nifty 17100ની આસપાસ, Eicher Motors, IndusInd Bank ટોપ ગેનર Market Live: બજારમાં વધારો, Nifty 17100ની આસપાસ, Eicher Motors, IndusInd Bank ટોપ ગેનર
દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના ટૉપ પિક્સ જેમાં થઈ શકે છે જોરદાર કમાણી
Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર
Petrol Diesel Price Today: સામાન્ય લોકોને રાહત, 27 માં દિવસે નથી વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ Petrol Diesel Price Today: સામાન્ય લોકોને રાહત, 27 માં દિવસે નથી વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
Go Fashion ના IPO ની બંપર લિસ્ટિંગ, પહેલા જ દિવસે 94% વધ્યા શેર, જાણો રોકાણકારોને હવે શું કરવું જોઈએ? Go Fashion ના IPO ની બંપર લિસ્ટિંગ, પહેલા જ દિવસે 94% વધ્યા શેર, જાણો રોકાણકારોને હવે શું કરવું જોઈએ?