સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

કમોડિટી રિપોર્ટ: સુસ્ત ચોમાસાથી ખરીફ વાવણી પર અસર

09 જુલાઈ 2021, 11:18 AM

કમોડિટી રિપોર્ટ: સુસ્ત ચોમાસાથી ખરીફ વાવણી પર અસર

હાલ મોડા વરસાદના કારણે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે ખરીફ પાકની વાવણી થઈ ચુકી છે એવા પાકને પાણી ન મળવાથી પાક સુકાવાનો ભય છે, જોકે હવામાન વિભાગ દ્વારા આવનાર સપ્તાહમાં વરસાદની સ્થિતી સામાન્ય થાય તેવા નિવેદનો આવ્યા, પણ હાલ ઓછા વરસાદના કારણે ક્યા કેટલી ચિંતા બની રહી છે તેની ચર્ચા કરીશું, સાથે જ સતત તેજીનો કારોબાર દેખાડનાર સોયાબીનમાં હવે દબાણ જોવા મળી શકે છે.

મોન્સુનને લગતી અપડેટથી જો આપણે શરુઆત કરીએ તો જુન મહિનામાં દેશભરનાં મોન્સુનની વાત કરીએ તો 5% ઓછો વરસાદ થયો છે અને ગુજરાતની વાત કરીએ તો હાલ સુધી માત્ર 14.63% જ વરસાદ થયો છે. ત્યારે અત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. તો સરકાર તરફથી પિયતની ખેચ ન પડે તે માટે 2 કલાક વધુ વીજળી આપવાની વાત થઇ છે.

ખરીફ પાકોની વાવણી પર નજર કરી લઇએ તો દાળની વાવણી હજી સુધી +1.44% થઇ છે. તો તેલિબિયા ,અનાજ અને કોટનમાં આપણે વાવણીના આંકડા માઇનસમાં જોઇ શકીએ છીએ.

મોદી સરકાર દ્વારા કેબીનટે મંત્રીઓના રિસફલ પછી એક મોટો નિર્ણય ખેડૂતોના હિત માટે લેવાયો છે 1 લાખ કરોડ રુપિયાનુ ફંડ ને કેબીનેટ દ્વારા  મંજૂરી અપાઇ છે જે ખેડૂતો સુધી APMC દ્વારા પહોચશે.

MCX પર કૉટનમાં લાઈફ ટાઈમ હાય પર કારોબાર નોંધાયો, જાન્યુઆરીથી હાલ સુધી કિંમતો આશરે 25% વધી, અનલૉક બાદ સ્થાનિકની સાથે એક્સપોર્ટ માગ વધવાથી કિંમતોમાં તેજી જોવા મળી.

હાઈ પર હાઈ બન્યા બાદ સોયાબીનમાં દબાણ જોવા મળી શકે છે, ખરીફ સીઝનમાં સોયાબીનની વાવણી અને ઉત્પાદન વધવાની આશા છે, તે સિવાય ખાદ્ય તેલો પર ડ્યૂટી ઓછી થવાની પણ અસર કિંમતો પર જોવા મળી શકે છે.

આ વર્ષે દેશમાં રેકોર્ડ 25.6 મિલિયન ટન દાળનું ઉત્પાદન થયું છે તો સામે સરકાર દ્વારા દાળો પર સ્ટોક લિમિટ લગાડવામાં આવી છે, અને તરત જ ચણાની અંદર આપણે લોવર સર્કિટ લાગતી જોઇ.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
BPCL 6 નવા ગેસ લાઇસન્સ પર 10,000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ BPCL 6 નવા ગેસ લાઇસન્સ પર 10,000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Cairnને જલ્દી મળશે 7,900 કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ, રિટ્રો ટેક્સ રિપીલ લૉના તમામ સ્ટેપ પૂર્ણ કરો Cairnને જલ્દી મળશે 7,900 કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ, રિટ્રો ટેક્સ રિપીલ લૉના તમામ સ્ટેપ પૂર્ણ કરો
Indiamartના ત્રીજા ક્વાર્ટરમાં ઘટ્યો નફો, 14 ટકા સુધી ઘટી ગઈ શેરની કિંમત Indiamartના ત્રીજા ક્વાર્ટરમાં ઘટ્યો નફો, 14 ટકા સુધી ઘટી ગઈ શેરની કિંમત
સારા Q3 પરિણામોના આધાર પર 6% ભાગ્યો આ બેન્ક શેર, જાણો શું છે તેના પર Motilal Oswal અને Emkayનો અભિપ્રાય સારા Q3 પરિણામોના આધાર પર 6% ભાગ્યો આ બેન્ક શેર, જાણો શું છે તેના પર Motilal Oswal અને Emkayનો અભિપ્રાય
ફ્યુચર રિટેલે સુપ્રીમ કોર્ટથી વિનંતી, ડિફોલ્ટ થવા પર કંપનીને NPA જાહેર ન કરે લેન્ડર્સ ફ્યુચર રિટેલે સુપ્રીમ કોર્ટથી વિનંતી, ડિફોલ્ટ થવા પર કંપનીને NPA જાહેર ન કરે લેન્ડર્સ