સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

કમોડિટી રિપોર્ટ: સુસ્ત ચોમાસાથી ખરીફ વાવણી પર અસર

09 જુલાઈ 2021, 11:18 AM

કમોડિટી રિપોર્ટ: સુસ્ત ચોમાસાથી ખરીફ વાવણી પર અસર

હાલ મોડા વરસાદના કારણે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે ખરીફ પાકની વાવણી થઈ ચુકી છે એવા પાકને પાણી ન મળવાથી પાક સુકાવાનો ભય છે, જોકે હવામાન વિભાગ દ્વારા આવનાર સપ્તાહમાં વરસાદની સ્થિતી સામાન્ય થાય તેવા નિવેદનો આવ્યા, પણ હાલ ઓછા વરસાદના કારણે ક્યા કેટલી ચિંતા બની રહી છે તેની ચર્ચા કરીશું, સાથે જ સતત તેજીનો કારોબાર દેખાડનાર સોયાબીનમાં હવે દબાણ જોવા મળી શકે છે.

મોન્સુનને લગતી અપડેટથી જો આપણે શરુઆત કરીએ તો જુન મહિનામાં દેશભરનાં મોન્સુનની વાત કરીએ તો 5% ઓછો વરસાદ થયો છે અને ગુજરાતની વાત કરીએ તો હાલ સુધી માત્ર 14.63% જ વરસાદ થયો છે. ત્યારે અત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. તો સરકાર તરફથી પિયતની ખેચ ન પડે તે માટે 2 કલાક વધુ વીજળી આપવાની વાત થઇ છે.

ખરીફ પાકોની વાવણી પર નજર કરી લઇએ તો દાળની વાવણી હજી સુધી +1.44% થઇ છે. તો તેલિબિયા ,અનાજ અને કોટનમાં આપણે વાવણીના આંકડા માઇનસમાં જોઇ શકીએ છીએ.

મોદી સરકાર દ્વારા કેબીનટે મંત્રીઓના રિસફલ પછી એક મોટો નિર્ણય ખેડૂતોના હિત માટે લેવાયો છે 1 લાખ કરોડ રુપિયાનુ ફંડ ને કેબીનેટ દ્વારા  મંજૂરી અપાઇ છે જે ખેડૂતો સુધી APMC દ્વારા પહોચશે.

MCX પર કૉટનમાં લાઈફ ટાઈમ હાય પર કારોબાર નોંધાયો, જાન્યુઆરીથી હાલ સુધી કિંમતો આશરે 25% વધી, અનલૉક બાદ સ્થાનિકની સાથે એક્સપોર્ટ માગ વધવાથી કિંમતોમાં તેજી જોવા મળી.

હાઈ પર હાઈ બન્યા બાદ સોયાબીનમાં દબાણ જોવા મળી શકે છે, ખરીફ સીઝનમાં સોયાબીનની વાવણી અને ઉત્પાદન વધવાની આશા છે, તે સિવાય ખાદ્ય તેલો પર ડ્યૂટી ઓછી થવાની પણ અસર કિંમતો પર જોવા મળી શકે છે.

આ વર્ષે દેશમાં રેકોર્ડ 25.6 મિલિયન ટન દાળનું ઉત્પાદન થયું છે તો સામે સરકાર દ્વારા દાળો પર સ્ટોક લિમિટ લગાડવામાં આવી છે, અને તરત જ ચણાની અંદર આપણે લોવર સર્કિટ લાગતી જોઇ.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
Budget 2022: બજેટ રજુ કરવાની પહેલા હલવા સેરેમની કેમ છે આટલી ખાસ, જાણો તેનો ઈતિહાસ Budget 2022: બજેટ રજુ કરવાની પહેલા હલવા સેરેમની કેમ છે આટલી ખાસ, જાણો તેનો ઈતિહાસ
BUDGET 2022: નાણામંત્રી પાસેથી બજેટમાં આ જાહેરાત માંગે છે માઈક્રોફાઈનાન્સ સેક્ટર BUDGET 2022: નાણામંત્રી પાસેથી બજેટમાં આ જાહેરાત માંગે છે માઈક્રોફાઈનાન્સ સેક્ટર
DGCA એ દેશથી આંતર્રાષ્ટ્રીય ફ્લાઈટ્સને ઑપરેશન પર પ્રતિબંધ 28 ફેબ્રુઆરી માટે વધાર્યો DGCA એ દેશથી આંતર્રાષ્ટ્રીય ફ્લાઈટ્સને ઑપરેશન પર પ્રતિબંધ 28 ફેબ્રુઆરી માટે વધાર્યો
BUDGET 2022: નિર્મળા સીતારમણના આ ઉપાયથી સામાન્ય માણસને મળશે મોટી રાહત BUDGET 2022: નિર્મળા સીતારમણના આ ઉપાયથી સામાન્ય માણસને મળશે મોટી રાહત
BUDGET 2022: શું નિર્મળા સીતારમણ બજેટમાં સેક્શન 80સી હેઠળ ટેક્સ છૂટની લિમિટ વધારશે? BUDGET 2022: શું નિર્મળા સીતારમણ બજેટમાં સેક્શન 80સી હેઠળ ટેક્સ છૂટની લિમિટ વધારશે?