સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

ઈન્ડસ્ટ્રીએ પકડી રફ્તાર, નવેમ્બરમાં આઈઆઈપી ગ્રોથ વધીને 8.4%

12 જાન્યુઆરી 2018, 06:44 PM

ઈન્ડસ્ટ્રીએ એક વાર ફરી રફ્તાર પકડી છે. નવેમ્બર મહિનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન એટલે કે આઈઆઈપી ગ્રોથના આંકડાને જોઇને આજ લાગી રહ્યું છે. નવેમ્બરમાં આઈઆઈપી ગ્રોથ વધીને 8.4% રહી છે. ઓક્ટોબરમાં આઈઆઈપી ગ્રોથ 2.2% રહી હતી. તો વર્ષ દર વર્ષના આધાર પર એપ્રિલ-નવેમ્બરના સમયે આઈઆઈપી ગ્રોથ 5.5% થી ઘટીને 3.2% રહી હતી.

મહીના દર મહીના આધાર પર નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 2.5 ટકાથી વધીને 10.2 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર નવેમ્બરમાં માઇનિંગ સેક્ટરનો ગ્રોથ 0.2 ટકાથી વધીને 1.1 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર નવેમ્બરમાં ઈલેક્ટ્રિસિટી સેક્ટરનો ગ્રોથ 3.2 ટકાથી વધીને 3.9 ટકા રહ્યો છે.

મહીના દર મહીના આધાર પર નવેમ્બરમાં કેપિટલ ગુડ્ઝનો ગ્રોથ 6.8 ટકાથી વધીને 9.4 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર નવેમ્બરમાં પ્રાઈમરી ગુડ્ઝનો ગ્રોથ 2.5 ટકાથી વધીને 3.2 ટકા રહ્યો છે.

મહીના દર મહીના આધાર પર નવેમ્બરમાં કંઝ્યુમર ડ્યુરેબલ્સ ગુડ્ઝનો ગ્રોથ -6.9 ટકાથી વધીને 2.5 ટકા રહી છે. મહીના દર મહીના આધાર પર નવેમ્બરમાં નૉન-કંઝ્યુમર ડ્યુરેબલ્સ ગુડ્ઝનો ગ્રોથ 7.7 ટકાથી વધીને 23.1 ટકા રહ્યો છે. મહીના દર મહીના આધાર પર નવેમ્બરમાં ઇન્ટરમીડિએટ ગુડ્ઝનો ગ્રોથ 0.2 ટકાથી વધીને 5.5 ટકા રહી છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સેન્સેક્સ 115 અંક ઘટીને બંધ, નિફ્ટી 10570 ની નજીક
અલ્ટ્રાટેક સિમેન્ટ: નફો 29% વઘ્યો, આવક 36.5% વધી
માર્કેટમાં દરેક ઘટાડે ખરીદારી કરો: દેવાંગ મહેતા
સરકારી કંપનીઓના વિનિવેશ પર મોટી ભલામણો
ફી નિયમન બાબતે વાલીઓને સુપ્રીમ કોર્ટનો ઝટકો