સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

જીએસટી અને નોટબંધીને કારણે લોકોમાં નારાજગી?

14 નવેમ્બર 2017, 02:32 PM

એક તરફ ચૂંટણીની જંગ બરાબર જામી છે ત્યારે ઘણાં પક્ષે નારાજગી હોવાની વાત છે. ડાયમંડ સિટી સુરતમાં જીએસટી અને નોટબંધીને લઈને સૌથી વધુ નારાજગી હોવાની વાત પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ડાયમંડ નગરી સુરતના હીરા વેપારીઓને ચૂંટણી સમયે શું અપેક્ષા છે અને જીએસટી અને નોટબંધી ભાજપ માટે મુશ્કેલી બની શકે છે તે અંગે અમારા સહયોગી મનિષ દેસાઈએ સુરતના ડાયમંડ એક્સપોટર્સ, બ્રોકર્સ અને રત્નકલાકારો સાથે વાત કરી હતી.

નોટબંધી અને જીએસટી ની ઉદ્યોગો પર નહિવત અસર છે. નોટબંધીને કારણે ગ્રામીણ વિસ્તારમાં શરુઆતમાં સમસ્યા સર્જાઈ છે. નોટબંધી અને જીએસટી ની અસર ચૂંટણી પર નહી જોવા મળે. નોટબંધીના શરૂઆતના તબક્કામાં અસર દેખાઈ છે. નાના કારીગરો માટે નોટબંધી સારો નિર્ણય છે. નોટબંધીથી વેપાર-ધંધાને ફાયદો થયો છે. બી2બી ની સિસ્ટમ ઉદ્યોગકારનો માટે નડતરરૂપ છે. બી2બી સિસ્ટમ ધંધામાંથી સંપૂર્ણ પણે નીકળી જવી જોઈએ.

સરકારના જીએસટી સુધારાને કારણે ચૂંટણી પર હકારાત્મક અસર છે. નોટબંધી વેળા થોડા સમય માટે કારીગરો થયા હતા બેરોજગાર. નોટબંધીથી કારીગરોને પીએફ અને ઈએસઆઈ મળતા થયા. નોટબંધી તમામ ઉદ્યોગો માટે લાવી ટેમ્પરરી તકલીફ છે. જીએસટી થી તમામ ઉદ્યોગોને ફાયદો થયો છે. નોટબંધી જીએસટી નો ફાયદો ભાજપાને આગામી ચૂંટણીમાં મળી શકે છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
નિફ્ટી 10200 ની નજીક, સેન્સેક્સ 230 અંક મજબૂત
રૂપિયામાં વઘતી નબળાઈ, 65.23 પર ખુલ્યો
કેટલાક શેરો પર દિગ્ગજ બ્રોકરેજ હાઉસિસની નજર
સ્ટૉક 20-20 (21 માર્ચ)
આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ