સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

નાણાકીય વર્ષ 18-19થી કંપનીઓની કામગીરી સુધરે તેવી ધારણા: અમિષ મુનશી

13 સપ્ટેમ્બર 2017, 10:28 AM

નિફ્ટી 10090 ની આસપાસ છે, જ્યારે સેન્સેક્સ 32170 નજીક જોવામાં આવી રહ્યો છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મામુલી ખરીદારી દેખાય રહી છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું વિનસોલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના ડિરેક્ટર અમિષ મુનશી પાસેથી.

અમિષ મુનશીનું કહેવુ છે કે આઈઆઈપી,જીડીપીના આંકડા માર્કેટની તેજીને સપોર્ટ કરી નથી રહ્યા. નાણાકીય વર્ષ 18-19થી કંપનીઓની કામગીરી સુધરે તેવી ધારણા. એફઆઈઆઈ સતત છેલ્લા થોડા સમયથી વેચવાલી કરી રહી છે.

અમિષ મુનશીના મતે ભાવની દ્રષ્ટિએ આઈટી સેક્ટર હાલમાં આકર્ષક લાગી રહ્યું છે. ઈન્ફ્રા સેક્ટરમાં સિમેન્ટ કંપનીઓ પસંદ છે. ડિશક્રીશનરી સેગમેન્ટને ધ્યાનમાં રાખીએ તો ઓટો સેક્ટર પોઝિટિવ લાગી રહ્યુ. જનરલ વીમા કંપનીના આઈપીઓમાં રોકાણ કરવાની તક ઝડપવી જોઈએ.

અમિષ મુનશીના મુજબ એનબીએફસીએસ સેક્ટરની કંપનીઓની કામગીરી પાછલા 5 વર્ષમાં પ્રોત્સાહક રહી. એનબીએફસીએસ સેક્ટરે નીચા વ્યાજ દરનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડ્યો. ફાર્મા સેક્ટરમાં લાંબાગાળા માટે રોકાણની સલાહ. મિડકેપ અને લાર્જકેપ સ્ટોક વચ્ચે ઘણો મોટો ભાવ ફરક છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
S&Pએ રેટિંગ યથાવત રાખ્યું
ટેક્સ પ્લાનિંગ: PPFમાં 3જી ઓક્ટોબરે એક સર્ક્યુલર આવ્યો છે તે શું છે?
નિર્મળા સીતારમણના કોંગ્રેસને પાંચ સવાલ
ભાજપની પાંચમી યાદી જાહેર
શિયાળુ સત્ર 15 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી ચાલશે