સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

Co-Presenting Sponsor

Associate Sponsors

એસ્સાર સ્ટીલને ગુજરાત હાઇકોર્ટથી ફટકો

17 જુલાઈ 2017, 06:55 PM

આજે સાંજના સૌથી મોટા સમાચારથી શરૂ કરીએ તો એનપીએ વિરૂધ્ધની લડાઇમાં આરબીઆઈ અને સરકારને મોટું બુસ્ટ મળ્યું છે. ગુજરાત હાઇકોર્ટે આજે આરબીઆઈ વિરૂધ્ધ એસ્સાર સ્ટીલની અર્જીને ફગાવી છે. એસ્સાર સ્ટીલે આ અર્જી કંપની વિરૂધ્ધ નાદારીની કાર્યવાહી કરવાથી રોકવા માટે કરવામાં આવી હતી.

તમને જણાવી દઇએ કે આરબીઆઈએ 12 મોટા એનપીએના મામલો વિરૂધ્ધ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે અને કંપની લૉ ટ્રિબ્યુનલને ઝડપથી કાર્યવાહી કરવા કહ્યું છે. જોકે આ કાર્યવાહી વિરૂધ્ધ એસ્સાર સ્ટીલ પહેલી કંપની હતી જેમણે કોર્ટ સમક્ષ વિરોધ કર્યો હતો.

જે બાદ ગુજરાત હાઇકોર્ટે આ મામલામાં એસ્સાર સ્ટીલને અર્જીને ફગાવી છે. આ આખો મામલો જ્યારે કોર્ટમાં ચાલ્યો ત્યારે અમદાવાદના બ્યુરો ચીફ મનીષ દેસાઇ હાજર હતા. જે આપણી સાથે હાલ જોડાયા છે.

ગુજરાત હાઇકોર્ટે એસ્સાર સ્ટીલ વિરૂધ્ધ નાદારીની પ્રક્રિયાને સમર્થન આપ્યું છે. આરબીઆઈ દ્ર્રારા 12 મોટા એનપીએ વિરૂધ્ધ કાર્યવાહીની પ્રક્રિયાને કાયદાકીય સપોર્ટ મળ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આરબીઆઈ વિરૂધ્ધ એસ્સાર સ્ટીલની અર્જી ફગાવી છે.

એસ્સાર વિરૂધ્ધના નિર્ણયથી હવે બીજી કંપની પર પણ અસર પડશે. આપબીઆઈની બેડ લોન વિરૂધ્ધ કાર્યવાહીને મળ્યું બુસ્ટ છે. એસ્સાર સ્ટીલ પર કોઇ પણ પ્રકારની અલગથી કાર્યવાહી નથી કરવામાં આવી છે.

માત્ર એસ્સાર માટે નહીં, બધા ડિફૉલ્ટર વિરૂધ્ધ માળખાકિય પ્રક્રિયા થઇ છે. એસ્સાર સ્ટીલને બંધ નહીં પરંતુ રિસ્ટ્રક્ચરની પ્રક્રિયા કરીશું. એસ્સાર સ્ટીલ હજૂ રિસ્ટ્રક્ચરિંગની પ્રક્રિયાથી ઘણી દુર છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
સેન્સેક્સ પહેલીવાર 35000 ની પાર બંધ, નિફ્ટી પહોંચ્યો 10800 ના સ્તરે
એચયુએલ: નફો 27.7% વધ્યો, આવક 14.4% વધી
માઇન્ડટ્રી: નફો 13.4% વધ્યો, આવક 3.5% વધી
બજાર અનુમાન: કેવા રહેશે દિગ્ગજોના પરિણામ
રૂરલ હાઉસીંગમાં બજેટમાં સરકાર વધુ ધ્યાન આપે તેવી ધારણા: મિહિર વોરા