સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

નિફ્ટી ઘટીને 9120 ની નજીક બંધ, સેન્સેક્સ 57 અંક લપસ્યો

21 એપ્રિલ 2017, 04:00 PM

ઘરેલૂ બજારોમાં આજે નબળાઈ હાવી રહી. સેન્સેક્સ અને નિફ્ટી 0.2% સુધી ઘટીને બંધ થયા છે. નિફ્ટી 9120 ની આસપાસ બંધ થયા છે, જ્યારે સેન્સેક્સ 29400 ની નજીક બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટી 9088.75 સુધી તૂટ્યો, તો સેન્સેક્સે 29259.42 સુધી ગોથા લગાવ્યા. જો કે તેજીના માહોલમાં નિફ્ટી 9183.65 સુધી પહોંચ્યો હતો, તો સેન્સેક્સે 29584.34 સુધી દસ્તક આપી હતી.

મિડકેપ શેરોમાં સુસ્તી રહી, પરંતુ સ્મૉલકેપ શેરોમાં થોડી ખરીદારી જરૂર આવી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ સપાટ થઈને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્પ પણ સપાટ થઈને બંધ થયા છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.25% સુધી વધીને બંધ થયા છે.

એફએમસીજી, ફાર્મા, ઑટો અને મેટલ શેરોમાં સૌથી વધારે વેચવાલી જોવાને મળી છે. નિફ્ટીના એફએમસીજી ઈન્ડેક્સમાં 1.1%, ફાર્મા ઈન્ડેક્સમાં 1%, ઑટો ઈન્ડેક્સમાં 0.5% અને મેટલ ઈન્ડેક્સમાં 0.5% નો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે.

બેન્ક નિફ્ટી 0.3% વધીને 21551.5 ના સ્તર બંધ થયા છે, જ્યારે નિફ્ટીના પીએસયૂ બેન્ક ઈન્ડેક્સમાં 0.9% ની નબળાઈ આવી છે. કેપિટલ ગુડ્ઝ, રિયલ્ટી, પાવર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ખરીદારી જોવાને મળી છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 57.09 અંક મતલબ 0.19% ના ઘટાડાની સાથે 29365.30 ના સ્તર પર કારોબાર બંધ થયો છે. જ્યાં એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 17 અંક મતલબ 0.19% ઘટીને 9119.40 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારમાં સન ફાર્મા, વિપ્રો, બેન્ક ઑફ બરોડા, અદાણી પોર્ટ્સ, ગ્રાસિમ અને સિપ્લા જેવા દિગ્ગજ શેરોમાં 2.66-1.58% સુધી નબળા થઈને બંધ થયા છે. જો કે ઈન્ફ્રા ટેલ, રિલાયન્સ, એચડીએફસી બેન્ક, એનટીપીસી, ટેક મહિન્દ્રા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને હિન્ડાલ્કો જેવા દિગ્ગજ શેરોમાં 2.99-0.78% સુધી મજબૂત થઈને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં બાયોકૉન, શ્રીરામ ટ્રાન્સફર, ટોરેન્ટ પાવર, પેટ્રોનેટ એલએનજી અને ક્રિસિલ સૌથી વધારે 2.39-1.94% સુધી ઘટીને બંધ થયા છે. જ્યારે સન ટીવી નેટવર્ક, પિરામલ એન્ટરપ્રાઈઝ, અશોક લેલેન્ડ, ક્યુમિન્સ અને કોલગેટ સૌથી વધારે 4.98-3.25% સુધી વધીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં વિવિમેડ લેબ્સ, સિગનિટી ટેક, ડાયમંડ પાવર, નેક્ટર લાઇફ અને ઝેનસાર ટેક સૌથી વધારે 8.84-4.36% સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે શિવમ ઑટો, જય ભારત મારૂતિ, ઓરિએન્ટ બેલ, આઈટીઆઈ અને હોટલ લીલા સૌથી વધારે 19.92-14.53% સુધી નબળા થઈને બંધ થયા છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
નિફ્ટી 10575ના ઉપર બંધ, સેન્સેક્સ 34450ના પાસે
અફોર્ડેબલ હાઉસિંગના માંગ થી ફાયદો: ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ
ચોલમંડલમ ફાઇનાન્સનો નફો 32.6% વધ્યો
અર્નિંગ સેક્ટર પર વધારો ફોકસ રહેશે
દેશની સૌપ્રશમ $ 100 Bn માર્કેટ કેપની કંપની: ટીસીએસ