સાઈન ઈન | રજીસ્ટર

સ્ટોક્સ ફંડ્સ એફએન્ડઓ કોમોડિટી

સમજી-વિચારીને લગાઓ દાંવ, મુશ્કિલોમાં ફાર્મા-આઈટી સેક્ટર

21 એપ્રિલ 2017, 01:15 PM

માર્કેટ એક્સપર્ટ ઉદયન મુખર્જીનું કહેવુ છે કે ફાર્મા સેક્ટરમાં વેલ્યુએશન ઓછા થતા ડિ-રેટિંગ થયુ. દિગ્ગજ કંપનીઓને લઇને યુએસ એફડીએ તરફથી ઘણા ખરાબ ન્યૂઝ આવ્યા. રોકાણકારો પોઝિટીવ ટ્રિગરની રાહ જોઇ રહ્યાં છે. 2/3 મહિના બાદ ખરાબ ન્યૂઝ આવતા અટકશે પછી રોકાણ વધી શકે. સારા વેલ્યુએશન પર રોકાણકારોની નજર. ફાર્મા સેક્ટરના સેન્ટીમેન્ટ ઘણા નબળા છે.

આઈટીમાં ગ્રોથ નથી જોવા મળી રહ્યો. ટીસીએસના પરિણામ મહદંશે સારા રહ્યાં છે. નાણાકીય વર્ષ 18માં ઇન્ફોસિસનો ગ્રોથ 0% જોવા મળી શકે. હાલના સ્તરેથી ઇન્ફોસિસમાં દબાણ આવતું જોવા મળી શકે. ટીસીએસમાં ફ્લેટ કારોબાર જોવા મળી શકે. પરિણામ બાદ અન્ય આઈટી કંપનીઓમાં રોકાણ કરવા વિચાર કરવો જોઇએ. આ વર્ષે આઈટી સેક્ટર અંડરવેટ રહેવાની સંભાવના છે.

આરબીઆઈની ચેતવણી બાદ પ્રાઇવેટ સેક્ટર બૅન્ક પર અસર જોવા મળી. એસેટ ક્વોલિટી, પ્રાઇવેટ સેક્ટર બૅન્ક માટે મોટો ઇશ્યૂ નથી. પ્રાઇવેટ સેક્ટર બૅન્ક પર વેલ્યુએશનને લઇને મુશ્કેલીઓ આવતી જોવા મળી શકે. પ્રાઇવેટ સેક્ટર બૅન્ક્સ 4 ટાઇમ બુક પર ટ્રેડ થઇ રહી છે. હાલમાં પેનિક થવાનો સમય નથી. પ્રાઇવેટ સેક્ટર બૅન્કના ક્વાર્ટરલી રિઝલ્ટ્સ પર નજર રાખવી જોઇએ.

રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘણા વર્ષોથી મંદી જોવા મળી. રિયલ એસ્ટેટ સેક્ટરની મંદી પર બ્રેક લગાવાનો સમય આવી ગયો છે. ઘણા શૅર્સમાં 40થી 50%ની તેજી જોવા મળી ચૂકી છે. રેગ્યુલેટરી બિલ અને હાઉસિંગ ફાઇનાન્સને ટેકો આપતા સેક્ટરને બુસ્ટ મળશે. બેલેન્સ શીટમાં ગળબળવાળા સ્ટોક્સથી દૂર રહેવું. રિયલ એસ્ટેટ સેક્ટરના ઘણા સ્ટોક્સની પસંદગી કરવી તે મોટું રિસ્ક છે.

« ગત આગામી   »
મુખ્ય સમાચાર»
નિફ્ટી 10575ના ઉપર બંધ, સેન્સેક્સ 34450ના પાસે
અફોર્ડેબલ હાઉસિંગના માંગ થી ફાયદો: ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ
ચોલમંડલમ ફાઇનાન્સનો નફો 32.6% વધ્યો
અર્નિંગ સેક્ટર પર વધારો ફોકસ રહેશે
દેશની સૌપ્રશમ $ 100 Bn માર્કેટ કેપની કંપની: ટીસીએસ